8 વર્ષની માસૂમ બાળાની હત્યામાં માતાના પ્રેમી સહિત ત્રણની સંડોવણી
માલવીયાનગર પોલીસ,ક્રાઇમ બ્રાંચ અને રેલવે પોલીસની સયુક્ત કામગીરી
રાજકોટના ભક્તિનગર રેલવે યાર્ડ પાસેના અવવારું સ્થળેથી 8 વર્ષીય અપહ્યત બાળકી આકાંક્ષાની હત્યા થયાના બનાવમાં માલવીયાનગર પોલીસ,ક્રાઇમ બ્રાંચ અને રેલવે પોલીસની સયુક્ત કામગીરીકરી આ ઘટનામાં એક પછી એક ત્રણ શખ્સોની ઓળખ કરી બે શખ્સોને સકજામાં લઈ વિશેષ પૂછપરછ સાથે તપાસ આગળ ધપાવી છે. આ ઘટનામાં મૃતકની માતાના પ્રેમી અને તેના બે મિત્રોની સંડોવણી હોવાનું ચર્ચાઇ રહ્યું છે જોકે હજુ સુધી પોલીસ કોઈ સતાવર જાહેરાત કરી નથી. બાળકીના ઘરે જ તેના પિતા સાથે દારૂ અને નોનવેજની પાર્ટી કર્યા બાદ ત્રણેય મિત્રોએ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આકાંક્ષા તેના પિતાના પ્રથમ પત્નીની સંતાન હોવાનું પણ જાણવા મળ્યું છે.
મુળ યુપીના આંબેડકરનગર જિલ્લાના ઐરોલી ગામના વતની અને છેલ્લા ઘણા સમયથીરાજકોટના લક્ષ્મીનગર શેરી નં. 2/6 કોર્નર પર રહેતા જગદિશ રામચંદ્ર સોની (ઉ.વ.૩૪)એ પ્રથમ લગ્ન કર્યા તેના થકી સંતાનમાં સૌથી મોટો પુત્ર આદર્શ ૧૨ વર્ષનો છે, તેનાથી નાની૮ વર્ષની પુત્રી આકાંક્ષાથઈ હતી પ્રથમ પત્ની હાલ પંજાબ રહે છે. બન્ને સંતાનો જગદીશ સાથે રહેતા હોય તેણે બીજા લગ્ન ઉતર પ્રદેશની મહિલા સાથે કર્યા હતા જેના થકી સૌથી નાની પુત્ર ૭ વર્ષનોઆયુષ છે.
જગદીશ સાથે લગ્ન બાદ બન્ને પત્નીના ત્રણેય સંતાનો સાથે રહેતી જગદીશની બીજી પત્નીને જગદીશના મિત્ર સિરાજુદીન સાથે પ્રેમ સંબધ હતો જેથી સિરાજુદીન તેમજ તેનો મિત્ર મિથીલેશ અવાર નવાર જગદીશના ઘરે પાર્ટી કરવા માટે આવતા હતા. બનાવના દિવસે પણ સિરાજુદીન,મિથીલેશ અને અન્ય એક મિત્રએ દારૂ અને નોનવેજની પાર્ટી કરી હતી ત્યારે ત્રણેય બાળકો ઘર બહાર રમતા હતા. પાર્ટી પૂરી કરી સિરાજુદીન,મિથીલેશ અને અન્ય એક શખ્સ જગદીશના ઘરેથી નીકળી ગયા હતા. બાદસાંજે 8-30 વાગ્યાની આસપાસ બન્ને પુત્રો ઘરે જમવા આવી ગયા હતા. પરંતુઆકાંક્ષા આવી ન હતી. જેથી તેને શોધવા નિકળ્યા હતાં. આસપાસ ઘણી તપાસ કરીપરંતુ ક્યાંથી પત્તો મળ્યો ન હતો. બાદમાં તેની ઘાતકી રીતે હત્યા કરાયેલી નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી હતી.
સીસીટીવી કૂટેજમાંમિથીલેશઆકાંક્ષાને લઇને જતો કેદ થઇ ગયો હતોજેને આકાંક્ષાના પિતાએ ઓળખી બતાવ્યો હતો. મિથીલેશને વિરમગામથી ઉઠાવી લીધો હતો અને સિરાજુદીનને પણ પોલીસ સકંજામાં લીધો હતો ત્રીજો શખ્સ જે મહેફિલમાં હાજર હતો તેની શોધખોળ ચાલી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં મિથિલેશ પોતાની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છેત્યારે માસૂમ આકાંક્ષાની હત્યામાં ત્રિપુટીમાં કોનો શું રોલ છે ? તે જાણવા અને અપહરણથી લઈ હત્યા સુધીના સિલસિલાની કડીઓ પોલીસ મેળવી રહી છે તે સ્પષ્ટ થયા બાદ સતાવાર જાહેરાત કરવામાં આવશે. આકાંક્ષા સાથે અજુગતુ કૃત્ય થયાનું પ્રાથમિક તપાસમાં કઈ મળ્યું નથી આમ છતાં ફોરેન્સીક નિષ્ણાંત તબીબો અને એફએસએલ અધિકારીનો અભિપ્રાય આવ્યા બાદ સત્ય જાણવા મળ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. બીજી તરફ આ હત્યાના બનાવમાં આકાંક્ષાની બીજી માતા પણ શંકાના પરિઘમાં છે.કારણ કે આકાંક્ષા પિતા જગદીશની સાથે વધુ લગાવ હોય પિતા સાથે વધુ સમય રહેતી હતી જેથી તેની માતાએ પ્રેમી મિથિલેશની મદદથી 8 વર્ષની આકાંક્ષાની હત્યા કરાવી હોવાની થીયરી ઉપર પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટનામાં પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ,અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી,ડીસીપી સુધીર દેસાઇની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પી. આઈ એ. બી. જાડેજા સાથે પીએસઆઈ મહેશ્વરી સાથે ટીમના અંકિતભાઈ નિમાવત,મસરીભાઈ ભેટરિયા સહિતના સ્ટાફે તેમજ ક્રાઇમ બ્રાંચ તેમજ રેલવે પોલિસે સયુક્ત કામગીરી કરી હતી.