રાજકોટમાં ક્રોમા કંપનીના કોન્ટ્રાક્ટ પર રાખેલું વાહન ડ્રાઈવરે વેચી નાખ્યું
અમદાવાદમાં રહેતા અને કેરીયર નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા નાનાલાલ રામનારાયણ શાહ (ઉ.વ.૭૦)એ રાજકોટની કર્મચારી સોસાયટી, શેરી નં.૩માં રહેતા અતુલભાઈ ભરતસિંહ ગોહિલ સામે છેતરપિંડી કર્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.છેલ્લા આશરે સાતેક વષૅથી ઈલેકટ્રીક આઈટમ ક્રોમા કંપની સાથે તેમને આખા ગુજરાતમા માલ ડીલીવરીનો કોન્ટ્રાકટ હોય, બે વર્ષે પહેલા તેઓ રાજકોટ આવતા અતુલભાઈને તેમનું છોટા હાથી ચલાવવા માટે ડ્રાઇવર તરીકે રાખ્યા હતા અને દર મહીને રૂપીયા ૧૮,૦૦૦ પગાર આપતા હતા.થોડા સમય પહેલા તેમના ઘરે કંપની તરફથી નોટીશ આવી કે અતુલભાઈ ખરાબ વર્તન કરે છે. જેથી તેને તેના પગારના રૂપીયા તથા ડીઝલના રૂપીયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા અને તેનું છોટા હાથી પરત આપવાનું કહ્યું હતું તે પરત ન આપતા તપાસ કરતા તેમની સાથે વિશ્વાસઘાત ડ્રાઈવર અતુલે રૂ.4 લાખનું છોટાહાથી બારોબાર વેચી નાખી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાવી હતી.આ મામલે માલવીયા પોલીસના પીએસઆઈ દિનેશ ગજેરાએ કાર્યવાહી કરી છે.
