રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પેન્ટર સાથે ભત્રીજીની રૂ.૭૫ લાખની છેતરપિંડી
દિવ્યાંગ કાકાના ૫૦ જેટલા કીમતી પેન્ટિંગ વેચી નાખનાર ભત્રીજીની ધરપકડ
રાજકોટના આનંદનગર કોલોની બ્લોક નં.10 માં રહેતાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પેન્ટર શરદભાઈ દેસરજીભાઈ રાઠોડ (ઉ.વ.64) સાથે તેની સગી ભત્રીજી શ્રુતિ સંજય રાઠોડએ છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. શરદભાઈને બે ફ્લેટ ભત્રીજીએ પોતાના નામે કરી લીધા બાદ 50 જેટલા કિંમતી અબસ્ટ્રેક પેઇન્ટિંગ પણ વેંચી નાખી આશરે રૂ.75 લાખની છેતરપીંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. એ. ડિવિઝન પોલીસે શ્રુતિ સંજય રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પેન્ટર શરદભાઈ છેલ્લા 35 વર્ષથી એક પેઈન્ટીંગનું કામ કરતા હોય પેઈન્ટીંગ બદલ બે નેશનલ એવોર્ડ મળ્યા હતા. એકાદ વર્ષ પહેલા તેને ગેંગરીંગ થઈ જતાં તબીબે પગ કાપવાની સલાહ આપી હતી છે. શ્રી કોમર્શીયલ સેન્ટરમાં ત્રીજા અને ચોથા માળે તેમની માલીકીના બે ફલેટ હોય, જેમાં તે એકલા રહી પેઈન્ટીંગનું કામકાજ કરતા હતાં. શરદભાઈને સંતાન ન હોય મિલ્કત નાનાભાઈની પુત્રી શ્રુતી રાઠોડને મળે તેવી ઈચ્છા હોવાથી ભત્રીજી શ્રૃતી નામે બન્ને ફ્લેટ કરી આપ્યા હતા. પગનું ઓપરેશન કરાવ્યા પછી તેના માલીકીનાં ફલેટમાં ગયા ત્યારે 50 જેટલી પેઈન્ટીંગ રાખી હતી. ત્યારબાદ તેણે શ્રુતી પાસે વસીયનામાની કોપી માંગતા તે બહાના બનાવતી હતી. થોડા સમય બાદ શ્રૃતીએ કોપી આપતા તે જોતા તે વસીયતનામું ન હોય શ્રૃતીએ ફલેટનો પોતાના નામનો વેંચાણ દસ્તાવેજ કરાવી લીધો હોવાની જાણ થઈ હતી. બીજી ગુમ હતા તપાસ કરાવતા પાડોશીએ જણાવ્યું કે ભત્રીજી શ્રૃતી મીની ટ્રકમાં ભરાવીને પેન્ટિંગ લઇ લઇ હતી ભત્રીજીએ પેન્ટિંગ બાબતે યોગ્ય જવાબ નહિ આપતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.