કાશ્મીર: શાહીદીનો બદલો, લશ્કરનો કમાન્ડર ઊઝેર ખાન ઠાર
ગુફામાં છુપાયો હતો, જવાનોનું સર્ચ ઓપરેશન યથાવત
કશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સામે ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં જવાનોને મોટી સફળતા મળી છે અને 3 ટોચના અધિકારીઓની શાહીદીનો બદલો લઈ લીધો હતો. લશ્કર એ ટોઈબાનો કમાન્ડર ઊઝેર ખાન ઠાર થયો હતો.
કોકરનાગની પહાદીઓ અને ગુફામાં સંતાએલો કમાન્ડર હનાઈ ગયો ત્યારે જવાનોને અન્ય એક આતંકીનો શબ પણ મળ્યો હતો. કશ્મીરના ડી જી પી વિજય કુમારે એવી માહિતી આપી હતી કે ખાન નામનો કમાન્ડર મારી ગયો છે અને તેના હથિયારો પણ કબજે લઈ લેવાયા છે.
12 સપ્ટેમ્બરે સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું અને હજુ પણ ઓપરેશન ચાલુ જ રાખવામાં આવશે. હજુ પણ કેટલાક આતંકી છુપાયા હોવાની શંકા છે અને બોમ્બ વડે પણ સેના આતંકીઓનો નાશ કરવા તત્પર છે.
પીર પંજાળની પહાડીઑ પર ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આતંકીઓના કેમ્પનો નાશ કરી દેવાયો હતો. ઓપરેશન હજુ ચાલુ જ રાખવામાં આવ્યું છે.
