ડાયાબિટીસના શરૂઆતી લક્ષણોને સમજી લેશો તો ઇન્સ્યૂલિન લેવાની નહીં આવે નોબત
ડાયાબિટીસ ઝડપથી ફેલાઇ રહેલી ક્રોનિક બીમારી છે, જેનો કોઇ કાયમી ઇલાજ નથી. ડાયાબિટીસ થવા પર શુગર કંટ્રોલ રાખીને જ સ્વસ્થ જીવનની કલ્પના કરી શકાય છે. ડાયાબિટીસ થવાથી લોહીમાં શુગરની માત્રા વધી જાય છે અને તેનું લેવલ વધાથી અનેક ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.
ડાયાબિટીસ બે પ્રકારના હોય છે – ડાયાબિટીસ 1 જેમાં દર્દી સંપૂ્ણ રીતે ઇન્સ્યૂલિન પર ડિપેન્ડ થઇ જાય છે, અને બીજું ડાયાબિટીસ 2 જેમાં શરીર ગ્લૂકોઝને યોગય રીતે મેનેજ નથી કરી શકતું અને લોહીમાં તેની માત્રા વધી જાય છે. એક્સપર્ટ્સ અનુસાર, ડાયાબિટીસના લક્ષણોની યોગ્ય સમયે ઓળખ કરવાથી તેને રિવર્સ કરી શકાય છે. જો કે, ડાયાબિટીસને એ સમયે રિવર્સ કરી શકાય છે જ્યારે બ્લડ શુગર લેવલ નોર્મલથી વધુ હોય છે. તેથી જ અહીં જણાવેલા સામાન્ય અને શરૂઆતી લક્ષણો પર નજર રાખવી જોઇએ.
વારંવાર યુરિનની સમસ્યા
ડાયાબિટીસનું સૌથી સામાન્ય લક્ષણ છે વારંવાર પેશાબ માટે જવું. આવું એટલાં માટે થાય છે કારણ કે, બ્લડશુગર લેવલ જ્યારે વધારે થઇ જાય છે તો કિડની શુગરને બ્લડથી ફિલ્ટર કરવાનો પ્રયાસ કરે છે. તેથી વ્યક્તિને વારંવાર યુરિન કરવાની જરૂર પડે છે, ખાસ કરીને રાત્રે.
વધારે ભૂખ અને તરસ લાગવી
બ્લડશુગરને દૂર કરવા માટે વારંવાર પેશાબ આવવાથી શરીરમાં પાણીની ઉણપ ઘટી શકે છે, જેનથી શરીર ડીહાઇડ્રેટ થઇ જાય છે અને સામાન્યથી વધુ તરસ લાગી શકે છે. આ જ પ્રકારે ડાયાબિટીસ થવાથી ભોજનમાંથી પર્યાપ્ત ઉર્જા નથી મળી શકતી. ટાઇપ-2 ડાયાબિટીસવાળા લોકોને સતત ભૂખ લાગ્યા કરે છે.
થાક અને કમજોરી
ટાઇપ-2 ડાયાબિટીસ દર્દીના ગ્લૂકોઝ લેવલને પ્રભાવિત કરી શકે છે અને તેના કારણે સતત થાક અને કમજોરી રહ્યા કરે છે. આ જ પ્રકારે લોહીમાં ગ્લૂકોઝની વધારે માત્રા આંખોની નાજૂક રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે દ્રષ્ટિ નબળી થઇ જાય છે. આવું એક અથવા બંને આંખમાં થઇ શકે છે.
આ લક્ષણો પર રાખો નજર
સતત ચિડિયો સ્વભાવ અથવા મૂવ સ્વિંગ્સ
દ્રષ્ટિ નબળી અને ધૂંધળું દેખાવું
ઘા અથવા ઇજા ઠીક ના થવી
સતત બીમારી રહેવું, ઇન્ફેક્શન થવું
તત્કાળ કરો આ કામ
જો અગાઉ જણાવેલા લક્ષણો તમને દેખાતા હોય તો તે ડાયાબિટીસના સંભવિત લક્ષણો હોઇ શકે છે. તેથી તરત જ ડોક્ટરની સલાહ લો જેથી ઝડપથી નિદાન અને ઉપચાર શરૂ થઇ શકે.
