રણચંડી બનીને મહિલાઓએ દારુના અડ્ડા પર તોડફોડ કરી
સાબરકાંઠા જિલ્લાના ઈડરના આરસોડીયા વિસ્તારમાં દારુના અડ્ડાઓ પર મહિલાઓ ત્રાટકી હતી. દારુના અડ્ડાને કારણે ત્રસ્ત થઈ ગયેલી મહિલાઓએ દારુના અડ્ડાઓ પર પહોંચીને તોડફોડ કરી હતી. દારુના રવાડે ચડેલા પતિ મારઝૂડ કરતા હોવાની મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખુલ્લે આમ વેચાતા દારૂના અડ્ડા પર મહિલાઓ રોષપૂર્વક તોડફોડ કરી હતી.