ભારતીય સ્ટાર ક્રિકેટર અભિષેક શર્મા સાથે બિઝનેસ વુમનનું નામ ચર્ચામાં
મેદાન પર પોતાની વિસ્ફોટક બેટિંગથી વિરોધી બોલરોના છક્કા છોડતા ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા હાલમાં પોતાના પ્રોફેશનલ કરિયરની સાથેસાથે અંગત જીવનને લઈને પણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. એક જાણીતી બિઝનેસવુમન સાથેના તેમના સંબંધોની અફવાઓએ જોર પકડ્યું છે, જેના કારણે ચાહકોમાં પણ આ બાબત ભારે કુતૂહલનો વિષય બની છે.
અભિષેક શર્મા અને લૈલા ફૈસલના અફેરની ચર્ચાઓ
શેર-એ-પંજાબ T20 લીગમાં અમૃતસર સુરમાસ ટીમના કેપ્ટન તરીકે રમી રહેલા અભિષેક શર્મા અને બિઝનેસવુમન લૈલા ફૈસલના અફેરની ચર્ચાઓએ ફરી એકવાર જોર પકડ્યું છે. મેચ પૂરી થયા બાદ અભિષેક ઘણીવાર તેમની સાથે સમય વિતાવતા નજરે પડ્યા છે. IPL ૨૦૨૫ ના સમયથી જ આ બંનેના ડેટિંગની અફવાઓ વહેતી થઈ હતી, જોકે હાલમાં બંનેમાંથી કોઈ પણ કલાકાર કે ખેલાડીએ આ સંબંધોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
શાહી અને ઉચ્ચ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતી લૈલા ફૈસલ
ભારતીય ક્રિકેટર સાથે નામ જોડાયા બાદ અચાનક લાઈમલાઈટમાં આવેલી લૈલા ફૈસલ ગ્લેમર જગતને બદલે ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા છે. દિલ્હીની વતની અને જાણીતા કાશ્મીરી મુસ્લિમ પરિવારમાંથી આવતી લૈલાએ પોતાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS), આર.કે. પુરમમાંથી પૂરું કર્યું હતું. ત્યારબાદ તેણે વિશ્વની પ્રતિષ્ઠિત એવી ‘કિંગ્સ કોલેજ લંડન’ માંથી સાયકોલોજી વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન યુદ્ધથી શેરબજારમાં કડાકો: ક્રૂડ ઓઈલનો ભડાકો
ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી અને બિઝનેસ
માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ લૈલાએ ‘યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડન’માંથી ફેશન ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સ્ટાઇલિંગનો વિશેષ અભ્યાસ કર્યો છે. લંડનમાં અભ્યાસ દરમિયાન તે કોલેજની ફેશન સોસાયટીના લીડર પણ રહી ચૂકી છે. ભારત પરત ફર્યા બાદ તેણે પોતાના પિતાની પ્રખ્યાત ફર્મ ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક લક્ઝરી’માં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી.
પોતાનું હાઈ-એન્ડ લેબલ ‘લૈલા રૂહી ફેશન ડિઝાઇન્સ’
પિતાના બિઝનેસને આગળ વધારવાની સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરવાના હેતુથી લૈલાએ વર્ષ ૨૦૨૨માં પોતાની માતા સાથે મળીને ‘લૈલા રૂહી ફેશન ડિઝાઇન્સ’ નામનું પોતાનું હાઈ-એન્ડ લેબલ શરૂ કર્યું હતું. વ્યવસાયિક સફળતાની સાથે-સાથ તે પોતાની સુંદરતા અને પર્સનાલિટીના કારણે સોશિયલ મીડિયા પર પણ અત્યંત લોકપ્રિય છે.
ભલે આ બંનેમાંથી કોઈએ હજુ સુધી પોતાના સંબંધો પર મહોર મારી ન હોય, પરંતુ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં આ જોડીને લઈને અનેક અટકળો લગાવાઈ રહી છે. અભિષેક શર્માની સફળ કારકિર્દી વચ્ચે તેમની અંગત જિંદગીના આ નવા પ્રકરણ પર સૌની નજર ટકેલી છે.
