Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

બિલની જોગવાઈ મુજબ 2034 સુધી સરકાર રાહ જોવા માંગતા નથી

Mon, August 24 2026

સરકાર સક્રિય: સંસદના શિયાળુ સત્રમાં જ સંસદીય સમિતિ આ અંગેનો અહેવાલ રજૂ કરી દેશે, 22 રાજ્યોમાં એકસાથે વિધાનસભા ભંગ થશે?

કેન્દ્ર સરકાર ‘એક દેશ, એક ચૂંટણી’ માટે ૨૦૩૪ સુધી રાહ જોવા ઇચ્છતી નથી. તાજા અહેવાલો અનુસાર, એનડીએ શાસિત ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૦૨૯ની લોકસભા ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી કરાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે વિધાનસભાઓને વહેલી વિખેરી નાખવાનો વિકલ્પ પણ વિચારાઈ રહ્યો છે. આ માટેના  બિલની મુદ્દત 2034 છે પણ સરકાર ત્યાં સુધી રાહ જોવા માગતી નથી તેમ બહાર આવ્યું છે.

હાલના બિલ્ અનુસાર એક સાથે  ચૂંટણીનો સમય ૨૦૩૪નો છે. પરંતુ સરકાર આ સમયમર્યાદા ઘટાડીને ૨૦૨૯ કરવા માંગે છે, જેથી આગામી લોકસભા ચૂંટણી સાથે જ દેશભરની વિધાનસભાઓની ચૂંટણી થઈ શકે.

દેશમાં હાલમાં ૨૨ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં એનડીએની સરકાર છે. તેમાંથી ૧૧માં આગામી બે વર્ષમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશા જેવા ચાર રાજ્યોમાં  જ લોકસભા સાથે ચૂંટણી થવાની છે અને ત્યાં એનડીએનું શાસન છે.

સંયુક્ત સંસદીય સમિતિ (JPC) છેલ્લા બે વર્ષથી આ વિષય પર કામ કરી રહી છે અને આ વર્ષના શિયાળુ સત્રમાં તેની રિપોર્ટ સંસદમાં રજૂ કરી શકે છે. સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું છે કે આ મુદ્દો સમિતિના કાર્યક્ષેત્રની બહારનો છે અને એનડીએના મુખ્યમંત્રીઓને નિર્ણય લેવો પડશે.

બંધારણની કલમ ૧૭૪(૨)(બી) અનુસાર રાજ્યપાલ વિધાનસભા વિખેરી શકે છે. જો એનડીએ સરકારો તેમની સલાહથી જાન્યુઆરી ૨૦૨૯ સુધીમાં વિધાનસભાઓ વિખેરે તો ચૂંટણી પંચ છ મહિનામાં ચૂંટણી કરાવી શકે છે. આ રીતે ૨૦૨૯માં લોકસભા સાથે આ રાજ્યોની વિધાનસભા ચૂંટણી થઈ શકે છે.

સંસદનું શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં શરૂ થતું હોય છે અને ક્રિસમસના તહેવાર પહેલા જ સંપન્ન થઈ જાય છે.  આ જ કાર્યક્રમ ચાલુ રહે છે કે કેમ તેના તરફ નજર રહેશે.

અત્યાર સુધીમાં અનેક રાજ્યોએઆ પદ્ધતિ માટે સહમતિ આપી છે

ગોવા, હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ પહેલેથી જ આ યોજનાને સમર્થન આપ્યું છે. દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હિતમાં જરૂર પડે તો તેમની સરકાર મુદત ઘટાડવા તૈયાર છે.

આ પગલાથી કેટલીક વિધાનસભાઓની મુદત ત્રણથી ચાર વર્ષ ઘટી જશે. વિરોધી પક્ષો આનો વિરોધ કરી રહ્યા છે અને તેને બંધારણ વિરુદ્ધ અને લોકશાહી વિરુદ્ધ ગણાવી રહ્યા છે.

સંસદીય સમિતિએ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મસલતો વધારી

સમિતિ હાલમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય હિસ્સેદારો સાથે સલાહ-મસલત કરી રહી છે. જો આ યોજના આગળ વધે તો ૨૦૨૯ની લોકસભા ચૂંટણી સાથે જ મોટા પાયે સમકાલીન ચૂંટણીનો પ્રારંભ થઈ શકે છે. આમ કેન્દ્ર સરકારે આ પ્રક્રિયાને ઝડપી બનાવી છે અને ટૂંક સમયમાં જ આ બારામાં  કોઈ મોટો નિર્ણય પણ જાહેર થઈ શકે છે. 

Share Article

Other Articles

Previous

હમ નહીં સુધરેંગે? બે સ્થળે વિદેશી દારૂનો જથ્થો પકડ્યો, પાર પાડ્યા લાખેણા આંક?

Next

પાકિસ્તાનમાં છુપાયેલા હાફિઝ સઈદને સમન્સ, જમ્મુ કોર્ટમાં હાજર થવા આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
કૉકરોચ જનતા પાર્ટીનું 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટ પર ધરણાં અને વિરોધ માર્ચનું એલાન
6 કલાક પહેલા
ભાવનગર લઠ્ઠાકાંડ: મધ્ય પ્રદેશથી રો-મટીરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી સહિત 13 વધુ આરોપી ઝડપાયા, કુલ આંકડો 27 પર પહોંચ્યો
7 કલાક પહેલા
નેપાળના ‘ Gen-Z ‘ હીરો બાલેન શાહથી પ્રજાનો મોહભંગ: 150 દિવસના શાસનનું ચિત્ર કેવું રહ્યું?
7 કલાક પહેલા
નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા 500 અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનો જોડાશે
7 કલાક પહેલા
Categories

નેશનલ

3514 Posts

Related Posts

ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન વચ્ચે 15 વર્ષ માટે થયા વ્યાપાર કરાર, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી જાહેરાત
Breaking
2 વર્ષ પહેલા
કોલકત્તામાં વહેલી સવારે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયાનું 80 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
VIDEO: ફૂકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ખામી: વિમાનમાં ગિયર તૂટી જતાં હાર્ડ લેન્ડિંગ, 141 મુસાફરોના જીવ તાળવે ચોટયા
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર