Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતટૉપ ન્યૂઝ

સરકારી શાળાની 10 લાખથી વધુ દીકરીઓને મફત સેનેટરી નેપકીન મળશે, 46.68 કરોડનું બજેટ મંજૂર

Mon, August 17 2026

રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી મતી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ધોરણ-૬ થી ૧૨ની કુલ ૧૦ લાખથી વધુ દીકરીઓ માટે રૂ. ૪૬.૬૮ કરોડના ખર્ચે ‘મફત સેનેટરી નેપકીન વિતરણ’ની  સુવિધા સુનિશ્ચિત કરાઈ છે.  આ પહેલ હેઠળ સરકારી શાળાઓની દરેક દીકરી દીઠ વાર્ષિક રૂ.૩૬૦ની બજેટ જોગવાઈ સાથે દર મહિને ગુણવત્તાયુક્ત ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન વિનામૂલ્યે આપવામાં આવશે.

શાળાઓમાં સરળ વિતરણ અને સુચારુ વ્યવસ્થા માટે શિક્ષણ વિભાગની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીનીઓને શાળાઓમાં જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ‘ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન’ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દીકરીઓ કોઈપણ જાતનો સંકોચ, શરમ કે ખચકાટ અનુભવ્યા વિના આરામદાયક વાતાવરણમાં નેપકીન મેળવી શકે તેવી સુવિધાસભર વ્યવસ્થા શાળામાં ગોઠવવામાં આવશે.

‘મફત સેનેટરી નેપકીન’ના પ્રત્યક્ષ અમલીકરણ અને વિતરણની દેખરેખ માટે શાળાના જ મહિલા શિક્ષકને ‘નોડલ શિક્ષક’ તરીકેની મુખ્ય જવાબદારી સોપવામાં આવશે, જેથી દીકરીઓ તેમની સાથે મુક્તપણે ચર્ચા કરી શકે. આ ઉપરાંત મહિલા શિક્ષક દ્વારા કન્યાઓને શારીરિક સ્વચ્છતા અને માસિક ધર્મ અંગે સાચી તથા વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવશે, જેથી તેમના મનમાંથી ભય અને ગેરમાન્યતાઓ દૂર થાય તેમજ શિક્ષણ પ્રત્યે આત્મવિશ્વાસ વધે.

આ પણ વાંચો: AI આધારિત વિડિયો એનાલિટિક્સ અને CCTV ઇન્ટિગ્રેશન માટે ગુજરાત પોલીસ યોજશે દેશની સૌથી મોટી હેકાથોન

વધુમાં શાળાઓને વપરાયેલા નેપકીનનો નિકાલ સંપૂર્ણપણે ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬’ મુજબ કરવાનો રહેશે. પેડ્સને કાગળમાં લપેટીને ભીના-સૂકા કચરાથી અલગ રાખવા, ખુલ્લામાં કે ટોયલેટમાં ન ફેંકવા અને સ્થાનિક કચરા સંગ્રહ વ્યવસ્થાને સોંપવાનો રહેશે . આ  ઉપરાંત, શાળાઓમાં ઉપલબ્ધ ઈન્સિનીરેટર (સેનેટરી પેડ બાળવાની ભઠ્ઠી) મશીન કાર્યરત રહે અને તેની સમયાંતરે યોગ્ય સર્વિસ થાય તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાત સરકારનો આ નિર્ણય માત્ર આરોગ્યલક્ષી નથી, પરંતુ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘નારી સશક્તિકરણ’ના સંકલ્પને સાકાર કરતું ક્રાંતિકારી પગલું છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માસિક ધર્મના દિવસોમાં ગેરહાજર રહેતી કન્યાઓ હવે નિયમિત શાળાએ આવી શકશે, જેનાથી દીકરીઓના સ્થાયીકરણ માટે રાજ્ય સરકારને મદદ મળશે.

આ ઉપરાંત, અસ્વચ્છ કાપડના વપરાશથી થતા ગંભીર ઈન્ફેક્શન અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત રોગો સામે કન્યાઓને સુરક્ષા મળશે. આ પહેલ હેઠળ અપાતા ઈકો-ફ્રેન્ડલી ઓક્સો-

બાયોડિગ્રેડેબલ નેપકીન પર્યાવરણનું પણ જતન કરશે, જ્યારે બીજી તરફ મફત વિતરણના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરનો નાણાકીય બોજ હળવો થશે.”

Share Article

Other Articles

Previous

AI Ecosystemને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર અને Automation Anywhere વચ્ચે ઐતિહાસિક MoU

Next

AI આધારિત વિડિયો એનાલિટિક્સ અને CCTV ઇન્ટિગ્રેશન માટે ગુજરાત પોલીસ યોજશે દેશની સૌથી મોટી હેકાથોન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ‘દિમાગી નક્સલ પાર્ટી’, 24 કલાકમાં જ લાખો લોકો જોડાયા
15 મિનિટutes પહેલા
ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફાર: સ્મૃતિ ઈરાની અને વસુંધરા રાજેની મોટી એન્ટ્રી
43 મિનિટutes પહેલા
પનામા સતત ત્રીજા વર્ષે વિશ્વમાં પ્રવાસીઓ માટે નંબર-1 દેશ બન્યો
3 કલાક પહેલા
AI Ecosystemને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર અને Automation Anywhere વચ્ચે ઐતિહાસિક MoU
4 કલાક પહેલા
Categories

નેશનલ

3462 Posts

Related Posts

આ દેશનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફુલ : અમેરિકા રેન્કિંગમાં નીચે સરક્યુ, જાણો ભારતનું સ્થાન
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
સાગરિત પકડાઈ ગયાની ખબર પડતાં જ PI ભૂગર્ભમાં !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટની ભાગોળે દીપડાના ધામા, જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
જીએસટીમાં મોટા કૌભાંડો કરનારા આરોપીઓ 16 દિવસના રિમાન્ડ પર સોપાયા : શું કહ્યું પબ્લિક્ પ્રોક્સિક્યુટર તુષાર ગોકાણીએ, જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર