ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટે્રનનું ટાઇમ ટેબલ આજથી બદલાયું
સવારે ૬-૧૫ કલાકે સાબરમતીથી ટે્રન ઉપડશે અને રાત્રે ૨૩-૧૦ કલાકે પરત ફરશે
સૌરાષ્ટ્રની એકમાત્ર ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટે્રનનો આજથી સમય બદલાયો છે. રેલ મંત્રાલય દ્વારા ઓખા-અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટથી નવા ટાઈમ ટેબલ મુજબ મંગળવાર સિવાય સપ્તાહમાં છ દિવસ દોડશે. જ્યારે આ ટે્રનને સાબરમતી સ્ટેશન સુધી ટર્મીનેટ કરવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ જણાવ્યું હતું કે, ૧૭ ઓગસ્ટથી ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટે્રનનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદ રેલવે સ્ટેશનના બદલે સાબરમતી રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે.
નવા ટાઈમ ટેબલ મુજબ સાબરમતી રેલવે સ્ટેશનથી સવારે ૬-૧૫ કલાકે ઉપડશે જે રાજકોટ ૯-૩૦ કલાકે અને ઓખા બપોરે ૧૩-૦૦ કલાકે પહોંચશે. જ્યારે ઓખાથી વંદે ભારત એક્સપ્રેસ ૧૬-૪૫ કલાકે ઉપડશે જે ટે્રન રાજકોટ ૧૯-૪૪ કલાકે પહોંચશે અને સાબરમતી સ્ટેશને રાત્રે ૨૩-૧૦ કલાકે પહોંચશે.
પહેલાં વંદે ભારત ટે્રન સવારે ઓખાથી ઉપડતી હતી પરંતુ હવે ગુજરાતવાસીઓને દ્વારકા દર્શન કરી રાત્રે ઘરે પરત ફરી શકે તે માટે તેના ટાઈમ ટેબલમાં ફેરફશર કરી હવે સવારે વંદે ભારત ટે્રન સાબરમતી સ્ટેશનથી ઉપડશે.
જ્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર એ છે કે વંદે ભારત ટે્રન આંબલી રોડ સ્ટેશને સ્ટોપ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત રેલવે તંત્રની યાદી મુજબ વેરાવળ-બાંદ્રા ટે્રનને ટર્મીનેટ કરવામાં આવી છે. ૧૭ ઓગસ્ટના વેરાવળથી ઉપડતી ટે્રન ૧૮ ઓગસ્ટ બોરવાવ સુધી જશે. મુંબઈમાં ઓપરેશનલ કામગીરીને ધ્યાને રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.
