Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

BCCIએ તમિલનાડુના રણજી ક્રિકેટરને 1 લાખનો દંડ ફટકારી TNPL પરથી બેન કર્યો

Sat, August 15 2026

કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ સમય અને સ્થળનું ભાન ભૂલી જતી હોય છે, પરંતુ ક્રિકેટના મેદાન પર આ ભૂલ એક ખેલાડીને ખૂબ ભારે પડી ગઈ છે. મેચ દરમિયાન ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરવાના ચક્કરમાં તમિલનાડુના એક ઉભરતા રણજી ક્રિકેટરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની કડક કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. બોર્ડની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) એ પ્રોટોકોલ ભંગ બદલ ખેલાડી પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેને ચાલુ ટુર્નામેન્ટમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર મામલો શું હતો?

આ ઘટના તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) ની એક મેચ દરમિયાન પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા (PMOA) માં બની હતી. 26 વર્ષીય આ ડાબોડી બેટ્સમેને ગત રણજી ટ્રોફી સિઝનમાં તમિલનાડુ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કરી બે અડધી સદી ફટકારી હતી. તપાસ ચાલુ હોવાના કારણે હાલ બોર્ડ કે એસોસિએશન દ્વારા આ ખેલાડીની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન આ ખેલાડી ડ્રેસિંગ રૂમમાં બેસીને પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ (ટેક્સટ) કરી રહ્યો હતો. જ્યારે એસસીયુ (ACSU) ની ટીમનું ધ્યાન આ તરફ ગયું, ત્યારે તેની પાસેથી અનડિક્લેર કરેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

આ પણ વાંચો: AI સ્કિલથી લઈને 6G અને 100 GW પરમાણુ ઊર્જા સુધી: લાલ કિલ્લા પરથી PM મોદીની 10 મોટી જાહેરાતો

મેચ ફિક્સિંગનો કોઈ આરોપ નહીં, માત્ર પ્રોટોકોલ ભંગ

અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ મામલાનો મેચ ફિક્સિંગ, સટ્ટાબાજી કે ભ્રષ્ટાચાર સાથે કોઈ સંબંધ નથી. ખેલાડી સાથે કોઈ બુકી કે શંકાસ્પદ વ્યક્તિનો સંપર્ક કર્યાની કોઈ માહિતી મળી નથી. જોકે, નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ વાપરવો એ ગંભીર સુરક્ષા ચૂક ગણવામાં આવે છે, જેના કારણે તેને આ સજા મળી છે.

શું છે BCCI નો PMOA નિયમ?

પ્રતિબંધિત વિસ્તાર: PMOA (Players and Match Officials Area) એ મેદાનનો અત્યંત સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તાર (જેમ કે ડ્રેસિંગ રૂમ અને ડગઆઉટ) છે.

નિયમોનું પાલન: આ વિસ્તારમાં પ્રવેશતા પહેલા તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પોતાના મોબાઈલ ફોન, સ્માર્ટવોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સ્વિચ ઓફ કરીને સુરક્ષા અધિકારીઓ પાસે જમા કરાવવાના હોય છે.

મુખ્ય ઉદ્દેશ્ય: મેચ દરમિયાન બહારની દુનિયા સાથે કોઈ પણ પ્રકારના શંકાસ્પદ સંપર્ક કે ડેટા લીકને અટકાવવાનો આ નિયમનો મુખ્ય હેતુ છે.

કડક પગલાં અને અગાઉના કિસ્સાઓ

ઘટના સામે આવ્યા બાદ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) એ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને ખેલાડીને તેની ફ્રેન્ચાઇઝી સ્ક્વોડમાંથી હટાવી દીધો છે અને આગામી તમામ મેચોમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રોનિક ડિવાઈસ અને સુરક્ષા મામલે BCCI હવે ખૂબ જ સખત વલણ અપનાવી રહી છે. આ પહેલાં IPL 2026 દરમિયાન પણ આવો જ એક કિસ્સામાં રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં મોબાઈલ વાપરતા ઝડપાતા તેમના પર પણ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ તમિલનાડુના આ ખેલાડીના કેસમાં દંડની સાથે ટૂર્નામેન્ટમાંથી પ્રતિબંધ મૂકીને બોર્ડે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે શિસ્તના ભંગ બાબતે કોઈપણ પ્રકારની ખેલદિલી ચલાવી લેવામાં આવશે નહીં.

Share Article

Other Articles

Previous

અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો ત્રિરંગો

Next

AI સ્કિલથી લઈને 6G અને 100 GW પરમાણુ ઊર્જા સુધી: લાલ કિલ્લા પરથી PM મોદીની 10 મોટી જાહેરાતો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શ્રાવણ માસ અને સ્વતંત્રતા દિવસે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ત્રિરંગા વાઘા અને ફળોનો ભવ્ય અન્નકૂટ અર્પણ
44 સેકન્ડ પહેલા
ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: સુનામી એલર્ટ જાહેર, 3 આફ્ટરશોક્સથી લોકોમાં દહેશત
29 મિનિટutes પહેલા
પેટ્રોલ-ડીઝલ અને ATFના નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો
37 મિનિટutes પહેલા
ગુજરાતના ગીરા, ઝાંઝરી અને નિનાઈ સહિતના સક્રિય ધોધો પાસે ફોટોગ્રાફી અને જવા પર પ્રતિબંધ
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3459 Posts

Related Posts

પાકિસ્તાને `ચીટર’ને બનાવ્યો બોલિંગ કોચ !
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
નવેમ્બર પૂર્ણ થવા છતાં રાજકોટની 45 દુકાનોમાં ઘઉં-ચોખા ન પહોંચ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
ઘંટેશ્વર પાસે બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતાં પરિણીતાનું મોત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ટ્રમ્પ ઝૂક્યા: સ્માર્ટફોન, લેપટોપ,ચિપ્સ સહિતના ઉપકરણો બન્યા ટેરિફ મુક્ત
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર