Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ફાર્મસી કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે જાહેર કરાઇ માર્ગદર્શિકા

Thu, July 16 2026

ગુજરાત કે ગુજરાત બહારની કોઈ પણ કોલેજમાં પ્રવેશ લેતાં પહેલાં, તે સંસ્થાને ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ દ્વારા યોગ્ય માન્યતા મળી  છે કે નહીં તેની અચૂક ચકાસણી કરી લેવી

ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે  માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફાર્મસી અધિનિયમ ૧૯૪૮ની જોગવાઈઓ હેઠળ રચાયેલી આ કાઉન્સિલની કાર્યપ્રણાલી કાયદાકીય નિયમોનું ચુસ્ત અમલીકરણ કરે છે, તેથી ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ ઈચ્છતા ઉમેદવારોએ પ્રવેશ લેતા પહેલાં તમામ નિયમોની ચકાસણી કરવી  આવશ્યક છે.

અધિનિયમની જોગવાઈઓ અનુસાર, ડીપ્લોમા-ઇન-ફાર્મસી અથવા ડીગ્રી ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ  માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા મેથેમેટિક્સના વિષયો સાથે પાસ કરેલી હોવી ફરજિયાત છે. આ બાબતે ખાસ સ્પષ્ટતા કરવામાં આવે છે કે વિદ્યાર્થીએ ધોરણ-૧૨ની પરીક્ષા સરકાર માન્ય બોર્ડમાંથી જ પાસ કરેલી હોવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી અમાન્ય બોર્ડમાંથી ધોરણ-૧૨ પાસ કરીને ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવશે, તો તેનો અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજીસ્ટ્રેશનને પાત્ર ગણાશે નહી. 

ધોરણ-૧૨ ના પરિણામો જાહેર થયા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ  સ્પર્ધા જોવા મળે છે. આ સંજોગોમાં, ગુજરાત કે ગુજરાત બહારની કોઈ પણ કોલેજમાં પ્રવેશ લેતાં પહેલાં, તે સંસ્થાને ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ – PCI દ્વારા યોગ્ય માન્યતા મળી  છે કે નહીં તેની અચૂક ચકાસણી કરી લેવી.

આ પણ વાંચો: ISROમાંથી પલાયન રોકવા સરકાર એક્શનમાં! ગગનયાનના વૈજ્ઞાનિકોનું રાજીનામું હવે સીધું PMO જશે

આ ઉપરાંત, જે-તે કોલેજમાં કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવેલી બેઠકોની સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ અમાન્ય ગણાશે. જો કોઈ વિદ્યાર્થી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી વગરની સંસ્થામાં પ્રવેશ મેળવશે, મંજૂર બેઠકો કરતાં વધુ બેઠકો પર પ્રવેશ લેશે, અથવા જે સંસ્થાની પરીક્ષા લેતી ઓથોરિટીને PCI ની મંજૂરી ન હોય તેવી જગ્યાએ અભ્યાસ કરશે, તો તેવા વિદ્યાર્થીઓને ફાર્મસીસ્ટ તરીકેનું  રજીસ્ટ્રેશન મળવાપાત્ર રહેશે નહીં.

ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ફાર્મસી કોલેજોની અધિકૃત યાદી કાઉન્સિલની સત્તાવાર વેબસાઇટ www.pci.nic.in પર ઉપલબ્ધ છે.

વધુ માહિતીમાટે વિદ્યાર્થીઓ અને વાલીઓ ‘ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ, જુની નર્સિંગ કોલેજ બિલ્ડિંગ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, બ્લોક નં. ૪/એ, ત્રીજો માળ, કેન્સર હોસ્પિટલ સામે, ગેટ નં. ૬, અસારવા, અમદાવાદ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે તેમ, ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Tags:

AdmissionProcessCareerInPharmacyCollegeAdmissionsEducationTipsFuturePharmacistsHigherEducationPharmacyAdmissionPharmacyCareerPharmacyCoursesPharmacyGuidelinesPharmacySchoolPharmacyStudentsStudentGuideStudentSuccessStudyPharmacy

Share Article

Other Articles

Previous

વર્લ્ડકપના સેમિ.માં ઈંગ્લેન્ડ ૮૪ મિનિટ સુધી આગળ રહ્યું, ફર્નાન્ડીઝ-લૌટારોએ ધડાધડ ગોલ કરી અપાવી જીત

Next

ISROમાંથી પલાયન રોકવા સરકાર એક્શનમાં! ગગનયાનના વૈજ્ઞાનિકોનું રાજીનામું હવે સીધું PMO જશે 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
હોર્મુઝમાં ભારતીય ખલાસીઓને ન મોકલવા શિપિંગ કંપનીઓને આદેશ
2 કલાક પહેલા
વાંગચૂકને બચાવવા જરૂરી હોય એ બધા જ પગલાં લેવા દિલ્હી હાઇકોર્ટની સૂચના
2 કલાક પહેલા
રઘુરામ રાજનના અમેરિકામાં ડંકા: સરકારે ફુગાવો કાબૂમાં રાખવાની જવાબદારી સોંપી
2 કલાક પહેલા
ગતિમાપક યંત્ર ગોઠવી રહેલા ટ્રાફિક પોલીસનું જ બેફામ કાર અડફેટે મોત
2 કલાક પહેલા
Categories

નેશનલ

3277 Posts

Related Posts

કાશ્મીરમાં આતંકવાદીઓ એ આ દેશની રાઈફલ નો ઉપયોગ કર્યો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
અવકાશમાંથી મહાકુંભનો નજારો કેવો દેખાય છે ?? સ્પેસ સ્ટેશનનો જગમગતો ફોટો આવ્યો સામે,જુઓ તસવીરો
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશનું અર્થતંત્ર દોડ્યુ : ત્રીજા ક્વાર્ટરમાં GDPગ્રોથ 6.2 ટકા રહ્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શંકરાચાર્ય પ્રાણ પ્રતિષ્ઠામાં શા માટે હાજર નહીં રહે…?
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર