Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

વિવાદ બાદ અંબાલાલ પટેલે કરી મોટી જાહેરાત: હવે નહીં કરે વરસાદની આગાહી, કહ્યું ‘રામ રામ’

Mon, July 13 2026

ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને છેડાયેલા વિવાદ વચ્ચે રાજ્યના જાણીતા આગાહીકાર અંબાલ પટેલે મોટી જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પરંપરાગત આગાહીકારો પર “ગેરમાર્ગે દોરવાનો” આક્ષેપ કર્યા બાદ અંબાલાલ પટેલે કહ્યું કે સરકાર તરફથી યોગ્ય સહયોગ ન મળે ત્યાં સુધી તેઓ હવામાનની આગાહી બંધ કરી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ ખેડૂતો અને સામાન્ય લોકોમાં ચર્ચા જાગી છે.

અંબાલ પટેલે શું કહ્યું? 

વિવાદ બાદ અંબાલાલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું, 

“અમે દખલગીરીથી હવામાનની આગાહી બંધ કરીએ છીએ. અમને લોકોનો સહકાર તો છે જ, પરંતુ સરકારનો પણ સપોર્ટ મળે તેવી આશા છે. સરકાર તરફથી અગાઉ અમને બોલાવવામાં આવતા હતા અને અમે જતા પણ હતા. હવે જ્યાં સુધી સરકારનો સપોર્ટ નહીં મળે ત્યાં સુધી રામ-રામ… જય શ્રીકૃષ્ણ.” 

છેલ્લા ઘણા વર્ષોથી તેઓ પરંપરાગત પદ્ધતિથી વરસાદ અને હવામાનની આગાહી કરતા આવ્યા છે અને તેમની આગાહીઓ ખેડૂતો મોટા પ્રમાણમાં અનુસરે છે.

આ પણ વાંચો: રામ મંદિર દાન ચોરી મામલે SCએ SIT  રિપોર્ટ 1 અઠવાડિયામાં માંગ્યો, CBI તપાસ-ફોરેન્સિક ઓડિટની માંગ પર 20એ સુનાવણી

જયંત પંડ્યાએ શું આક્ષેપ કર્યા? 

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ તાજેતરમાં જણાવ્યું હતું કે: 

– જુલાઈના મધ્ય સુધી કરાયેલી ઘણી આગાહીઓ ખોટી સાબિત થઈ છે 

– રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ ન પડતા વાવણી અને પાણીની સમસ્યા છે 

– કેટલાક આગાહીકારો તારીખો બદલીને લોકોને ભ્રમિત કરી રહ્યા છે 

તેમણે માંગ કરી કે ખોટી આગાહી કરીને લોકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે ગુનો નોંધવો જોઈએ. તેમના મતે IMD વૈજ્ઞાનિક મોડલ, ઉપગ્રહ અને ડેટાનો ઉપયોગ કરે છે, જ્યારે પરંપરાગત આગાહીકારો અનુમાન અને અનુભવના આધારે આગાહી કરે છે.

અન્ય આગાહીકારનું ચેલેન્જ 

જયંત પંડ્યાના નિવેદન બાદ આગાહીકાર કિશોરભાઈ ભાડજાએ પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તેમણે 3 સ્પષ્ટ આગાહીઓ કરી છે અને હવે જયંત પંડ્યાએ પણ એ જ સમયગાળા માટે આગાહી જાહેર કરવી જોઈએ. કિશોરભાઈએ ઉમેર્યું કે જો તેમની આગાહી ખોટી પડે તો તેઓ પંડ્યાની શરતો સ્વીકારશે, પરંતુ જો સાચી પડે તો પંડ્યાએ પણ જવાબદારી લેવી પડશે.

વિવાદની અસર 

અંબાલાલ પટેલના આ પગલાથી રાજ્યમાં પરંપરાગત vs વૈજ્ઞાનિક આગાહીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એક તરફ ખેડૂતો અંબાલાલની આગાહીઓ પર વિશ્વાસ કરે છે, તો બીજી તરફ વિજ્ઞાન જાથા વૈજ્ઞાનિક આધાર વગરની આગાહીઓનો સતત વિરોધ કરી રહ્યું છે.

હવે સરકાર આ મામલામાં શું વલણ અપનાવે છે અને અંબાલાલ પટેલ ફરી આગાહી શરૂ કરે છે કે નહીં તેના પર સૌની નજર છે.

Tags:

AmbalalPatelbreakingnewsClimateTalksCommunityResponsecontroversyIndianWeatherMeteorologyPublicReactionRainPredictionRamRamSocialMediaBuzzTrendingNowWeatherAnnouncementWeatherForecastYouTubeNews

Share Article

Other Articles

Next

રામ મંદિર દાન ચોરી મામલે SCએ SIT  રિપોર્ટ 1 અઠવાડિયામાં માંગ્યો, CBI તપાસ-ફોરેન્સિક ઓડિટની માંગ પર 20એ સુનાવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
વિવાદ બાદ અંબાલાલ પટેલે કરી મોટી જાહેરાત: હવે નહીં કરે વરસાદની આગાહી, કહ્યું ‘રામ રામ’
6 મિનિટutes પહેલા
રામ મંદિર દાન ચોરી મામલે SCએ SIT  રિપોર્ટ 1 અઠવાડિયામાં માંગ્યો, CBI તપાસ-ફોરેન્સિક ઓડિટની માંગ પર 20એ સુનાવણી
1 કલાક પહેલા
ભાભર-દિયોદર હાઇવે પર અકસ્માત સર્જાતાં બંને ગાડીના ચાલકના ઘટનાસ્થળે જ મોત
1 કલાક પહેલા
બારામુલા-કામજોંગ-બંગાળની ખાડી: દેશના 3 ખૂણામાં આવ્યા ભૂકંપના આંચકા: લોકોમાં ફફડાટ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3256 Posts

Related Posts

નથી ભરવો ઈ-મેમો : 1.38 લાખ લોકો પાસે પોલીસની 12.91 કરડોની ‘ઉઘરાણી’ બાકી
ગુજરાત
2 વર્ષ પહેલા
1લી માર્ચે નવી જંત્રીના વાંધા-સૂચનો અંગે હીયરીંગ : રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટી કરશે સુનાવણી
ગુજરાત
1 વર્ષ પહેલા
ભારત અને કતાર વચ્ચે શું થઈ સહમતી ? વડાપ્રધાન મોદી કોને મળ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મારે નિવૃત્ત થવાને હજુ ઘણી વાર છે: બુમરાહ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર