Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingટ્રેન્ડિંગનેશનલબ્રેકિંગ ન્યૂઝ

હોર્મુઝનો રસ્તો બંધ થયો તો પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા મોંઘા થઈ શકે: IEAની ચેતવણી

Sat, July 11 2026

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાતા વિશ્વભરના સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી IEAએ મોટી ચેતવણી આપી છે. જો સ્થિતિ વધુ બગડે અને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ હોર્મુઝ જળમાર્ગ અવરોધાય, તો કાચા તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. તેની સીધી અસર ભારત સહિત દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ, પરિવહન ખર્ચ અને મોંઘવારી પર પડશે. હાલ પુરવઠો સામાન્ય છે, પરંતુ ભૂરાજકીય જોખમ યથાવત છે.

શું છે હોર્મુઝ જળમાર્ગનું જોખમ? 

વિશ્વના કુલ કાચા તેલના લગભગ 20% પુરવઠો એકલા હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થાય છે. IEAના અહેવાલ મુજબ જો આ માર્ગ કોઈપણ કારણસર બંધ થાય તો દરરોજ આશરે 1.4 કરોડ બેરલ કાચા તેલનો પુરવઠો અટકી જશે. આટલો મોટો પુરવઠો અટકતા જ વૈશ્વિક બજારમાં તેલની અછત સર્જાશે અને કાચા તેલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે.

પેટ્રોલ-ડીઝલથી લઈને ખાદ્યપદાર્થો સુધી અસર 

કાચા તેલ મોંઘું થવાની સીધી અસર પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલ પર પડશે. ઈંધણના ભાવ વધતા જ ટ્રક, ટ્રેન અને વિમાનનું ભાડું વધશે. તેની અસર સીધી ખાદ્યપદાર્થો, શાકભાજી અને રોજિંદી વસ્તુઓના ભાવ પર પડશે. એટલે કે પંપ પર જ નહીં, બજારમાં પણ મોંઘવારીનો બોજ વધી શકે છે.

આ પણ વાંચો: મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ દ્વારાસંગઠિત-અસંગઠિત શ્રમિકોને વિશ્વસ્તરીય તાલીમ

હાલ સ્થિતિ શું છે? IEA શું કહે છે 

IEAનું કહેવું છે કે હાલ વૈશ્વિક બજારમાં કાચા તેલનો પૂરતો જથ્થો છે અને પુરવઠામાં કોઈ અડચણ નથી. બજાર હાલ સંતુલિત છે. પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ કોઈપણ ક્ષણે આ સમીકરણ બદલી શકે છે. એજન્સીએ ચેતવણી આપી છે કે જો સંઘર્ષ વધશે તો બજારમાં અસ્થિરતા અનિવાર્ય છે.

OPEC+ રાહત આપી શકશે? 

આ સ્થિતિમાં તેલ ઉત્પાદક દેશોના OPEC+ જૂથે અગાઉ કાપવામાં આવેલ ઉત્પાદન ફરી વધારવાની પ્રક્રિયા શરૂ કરી છે. અમેરિકા અને અન્ય દેશો પણ ઉત્પાદન વધારવાના પ્રયાસમાં છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો હોર્મુઝ જેવો મુખ્ય માર્ગ જ અવરોધાય, તો વધારાનો પુરવઠો પણ ખાડીના તેલની અછતને પહોંચી વળવા માટે પૂરતો નહીં હોય.

ભારત માટે શું અર્થ? 

ભારત પોતાની જરૂરિયાતના 85% થી વધુ કાચા તેલની આયાત કરે છે અને તેમાં મોટો હિસ્સો મધ્ય પૂર્વમાંથી આવે છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ભાવમાં 1 ડોલરનો વધારો પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર દબાણ લાવે છે. સરકાર અને તેલ કંપનીઓ સ્થિતિ પર બારીક નજર રાખી રહી છે.

ટૂંકમાં, હાલ તેલનો પુરવઠો સલામત છે, પરંતુ હોર્મુઝ પરનું જોખમ વિશ્વ અર્થતંત્ર માટે સૌથી મોટી ચિંતા બની ગયું છે. આગામી દિવસોમાં ઈરાન-US વચ્ચેની કૂટનીતિ જ નક્કી કરશે કે પંપ પર આપણે કેટલો ભાવ ચૂકવો પડશે.

Tags:

DieselPricesEconomicImpactEnergyCrisisEnergySecurityFuelCostFuelPriceHikeGasPricesGlobalEconomyHormuzStraitIEAWarningsMiddleEastPoliticsOilMarketOilSupplyPetrolPricesTransportationCosts

Share Article

Other Articles

Previous

4000 કરોડની ભવ્યતા સાથે આવી રહી છે પ્રભુ શ્રીરામની ભવ્ય ગાથા

Next

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ દ્વારાસંગઠિત-અસંગઠિત શ્રમિકોને વિશ્વસ્તરીય તાલીમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
75% સ્વદેશી INS મહેન્દ્રગિરી નૌસેનામાં સામેલ, ચીન-પાકિસ્તાનમાં ફફડાટ 
13 મિનિટutes પહેલા
ચાંદીપુરા વાયરસ સામે યુદ્ધના ધોરણે દવા છંટકાવ અને આરોગ્ય તપાસ
28 મિનિટutes પહેલા
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીનું ભવ્ય લાખેણી મામેરું: 11થી 9 દર્શન ખુલ્લા મુકાયા
40 મિનિટutes પહેલા
ખાડી પરના તમામ ગેરકાયદે દબાણો તોડાશે: યુદ્ધના ધોરણે કાર્યવાહી કરાશે
44 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3252 Posts

Related Posts

New Rules in September: LPG, ક્રેડિટ કાર્ડથી લઈને પોસ્ટ ઓફિસ સુધી…આ 5 મોટા ફેરફાર તમારા ખિસ્સાને કરશે અસર, જાણો શું બદલાશે
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
મફત ઠંડક’ કોઈ નથી દંડક’ સરકારી થાંભલે `ખાનગી’ કમાણી !!
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB  ? વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મિત્રો સાથેના સબંધ બગડી શકે છે, નકામી પ્રવૃત્તિઓમાં સમય વધુ વ્યર્થ થશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર