Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાતને મળ્યું બહુમાન

Fri, July 10 2026

નવી દિલ્હી ખાતે આયોજિત ૧૭મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવમાં ગુજરાતને પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬’ એનાયત

કેન્દ્રીય રક્ષા મંત્રી  રાજનાથ સિંહના હસ્તે એવોર્ડ એનાયત; ગુજરાત સરકાર વતી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સન્માન સ્વીકાર્યું

કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી:

ગુજરાતને અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના કૃષિક્ષેત્રે કરેલી નવતર પહેલોના પરિણામે વર્ષ ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૮માં “શ્રેષ્ઠ કૃષિ રાજ્ય” તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

વર્ષ ૨૦૦૮માં મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. સ્વામીનાથનના પરામર્શથી શરૂ થયો હતો પ્રતિષ્ઠિત “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ”

રાષ્ટ્રીય સન્માન રાજ્યના પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મયોગીઓને સમર્પિત

તાજેતરમાં જ ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘૧૭મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬”થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કેન્દ્રીય રક્ષા મંત્રી  રાજનાથ સિંહ તથા રાજસ્થાનના રાજ્યપાલ  હરિભાઉ કિસનરાવ બગડેના વરદહસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ ગુજરાત વતી આ બહુમાન કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ સ્વીકાર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતના કૃષિ ક્ષેત્રમાં નીતિ નિર્માતાઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે સંવાદ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી વર્ષ ૧૯૯૮માં શરૂ થયેલું ‘એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ’ આજે દેશના કૃષિ અર્થતંત્રના એક પ્રભાવશાળી પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વર્ષ ૨૦૦૮માં મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. સ્વામીનાથનના પરામર્શથી આ ગ્રુપ દ્વારા “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ”ની પહેલ કરવામાં આવી હતી, જેની ૧૭મી કડી તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાઈ છે. આ પુરસ્કાર મૂલ્યાંકન સમિતિના વડા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ પી. સદાશિવમ છે, જે તેની પારદર્શિતા અને ગરિમા દર્શાવે છે.

આ પણ વાંચો: અમદાવાદ હેરિટેજ સિટીને મળશે નવો લૂક! કોટ વિસ્તારનાં મકાનો હવે માત્ર સ્કાય બ્લૂ, ક્રીમ અને લાઈટ બ્રાઉન રંગમાં જ રંગાશે

પુરસ્કાર સ્વીકાર્યા બાદ કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બાગાયત ક્ષેત્રે થયેલી ઉત્કૃષ્ટ અને દિશાદર્શક કામગીરી તથા નવાચારનાં પરિણામે ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયું છે. મંત્રી  વાઘાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ સન્માન માત્ર સરકારનું નથી, પરંતુ ગુજરાતના લાખો પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગની ટીમનું છે. તેમણે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગુજરાતના અન્નદાતાઓના ચરણોમાં સમર્પિત કરીને રાજ્યના તમામ ખેડૂતો, બાગાયત ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓ અને કૃષિ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ વર્ષ ૨૦૦૯ અને વર્ષ ૨૦૧૪માં ગુજરાતને ‘શ્રેષ્ઠ કૃષિ રાજ્ય’ તરીકેનો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એનાયત થયો હતો. તે સમયે મુખ્યમંત્રી તરીકે  નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ અને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી નવતર પહેલોના માધ્યમથી ૧૦મી પંચવર્ષીય યોજનામાં દેશમાં સૌથી વધુ ૯.૯%નો ઐતિહાસિક કૃષિ વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો.

ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં પણ ગુજરાતને ‘શ્રેષ્ઠ કૃષિ રાજ્ય’ તરીકે તથા વર્ષ ૨૦૧૯માં પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એનાયાત થયો હતો. આજે સાત વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતને બાગાયત ક્ષેત્ર માટે આ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ રાજ્ય માટે માત્ર ગર્વનો વિષય નથી, પરંતુ કૃષિ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરવા માટે પ્રેરણા આપતો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ ગૌરવપૂર્ણ સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય રક્ષા મંત્રી  રાજનાથ સિંહ, રાજસ્થાનના રાજ્યપાલ  હરિભાઉ કિસનરાવ બગડે, ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી  સૂર્યપ્રતાપ સાહી તથા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને જ્યુરી અધ્યક્ષ જસ્ટિસ પી. સદાશિવમ સહિતના વરિષ્ઠ મહાનુભાવોએ ગુજરાતની મોડેલ કૃષિ નીતિઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાત સરકાર અને રાજ્યના ખેડૂતોને વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી.

Tags:

AgriculturalDevelopmentAgritechFarmToTableFruitsOfGujaratGreenRevolutionGujaratAgricultureGujaratFarmingGujaratHorticultureGujaratPrideHorticultureExcellenceHorticultureInnovationHorticultureSuccessSustainableFarmingVegetableFarming

Share Article

Other Articles

Previous

દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા ભારત સરકારે અમલમાં મૂક્યું ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’

Next

અમદાવાદ હેરિટેજ સિટીને મળશે નવો લૂક! કોટ વિસ્તારનાં મકાનો હવે માત્ર સ્કાય બ્લૂ, ક્રીમ અને લાઈટ બ્રાઉન રંગમાં જ રંગાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રાજકોટ TRP કાંડ મામલે 6 અધિકારીઓને સજા, ફાયર-TPOના મોટા અધિકારીઓ નોકરીમાંથી બરતરફ
14 મિનિટutes પહેલા
દિલ્લી પબ્લિક સ્કૂલ બસની ટક્કરથી યુવકનું ઘટનાસ્થળે જ મોત: બસ મૂકીને ડ્રાઈવર ભાગ્યો
36 મિનિટutes પહેલા
WhatsApp ટિકિટ-સ્ક્રીનશોટ હવે નહીં ચાલે, RailOne એપ વગર ટિકિટ બતાવતા ભરવો પડશે દંડ
1 કલાક પહેલા
કેશોદ એરપોર્ટ પર ૨૦૨૭ સુધીમાં એરબસ લેન્ડીગ થાય તે સરકારનો અભિગમ : કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયા
1 કલાક પહેલા
Categories

નેશનલ

3249 Posts

Related Posts

રાજકોટની ભાગોળે હત્યાની ઘટના : સૂતેલા યુગલ પર ધારિયાથી હુમલો કરી પત્નીને પતાવી દીધી, પતિ ઘાયલ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
‘આતંકીઓના આકા, મારો અવાજ સાંભળો’…કારગીલ વિજય દિવસ પર PM મોદીએ પાકિસ્તાનને આપી ચેતવણી
નેશનલ
2 વર્ષ પહેલા
કોંગોમાં મોટી દુર્ઘટના : ફૂટબોલ ખેલાડીઓથી ભરેલી બોટ નદીમાં પલટી જતાં 25 લોકોના નિપજ્યાં મોત
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ધમપછાડા બાદ આખરે ટ્રમ્પની ઈચ્છા પૂરી થઈ: મચાડોએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ભેટ કર્યો, વેનેઝુએલાના સંકટ વચ્ચે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાત
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર