Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ઉપલેટા જળમગ્ન, માંગરોળમાં હાઈવે ધોવાયો, જાફરાબાદનો દરિયો ઉગ્ર

Sat, July 4 2026

છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ભારે કહેર મચાવ્યો છે. રાજકોટના ઉપલેટામાં 2 કલાકમાં 7 ઈંચ વરસાદથી ગામો બેટમાં ફેરવાયા, તો જુનાગઢના માંગરોળમાં નોળી નદીના ઘોડાપૂરથી નેશનલ હાઈવે ધોવાઈ ગયો. દરિયાકાંઠે પણ સ્થિતિ ગંભીર છે – અમરેલીના જાફરાબાદમાં તોફાની દરિયાને કારણે 700થી વધુ બોટોને કિનારે લાંગરી દેવાઈ છે. સમગ્ર પંથકમાં વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે.

ઉપલેટામાં ‘આભ ફાટ્યું’, રસ્તા ધોવાયા ગામો સંપર્ક વિહોણા 

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વરસાદે સૌથી વધુ તબાહી સર્જી છે. લાઠ ગામમાં માત્ર 2 કલાકમાં 7 ઈંચ વરસાદ નોંધાતા આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઉપલેટાથી લાઠ, ભીમોરા, મજેઠી અને તલંગણા તરફ જતા તમામ રસ્તા ધોવાઈ જતાં આ વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. એટલું જ નહીં, રસ્તા પર પડેલા મોટા ખાડામાં મુસાફરોથી ભરેલી એક ST બસ પણ ફસાઈ ગઈ હતી. ભીમોરા અને આસપાસના ગામોમાં પણ સ્થિતિ કફોડી છે.

ખેતરો ડૂબ્યા, ખેડૂતો ચિંતામાં 

સત વરસાદ અને પાણીના નિકાલના અભાવે ઉપલેટાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જૂના પોરબંદર રોડ પર જલારામ મંદિર પાસે 100થી 125 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે. કેનાલથી બાયપાસ સુધીના અનિયમિત બાંધકામોના કારણે પાણીનો નિકાલ ન થતાં કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાકને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોએ તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવા નગરપાલિકા પાસે માંગ કરી છે.

આ પણ વાંચો: ટેલિગ્રામને 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો પડશે સખત કાર્યવાહી

માંગરોળમાં નોળી નદીનો કોપ, સોમનાથ-પોરબંદર હાઈવે બંધ 

જુનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી નોળી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નદીના પાણીના જોરદાર પ્રવાહને કારણે સોમનાથ–પોરબંદર નેશનલ હાઈવે પર લગભગ 40 ફૂટનું ધોવાણ થયું છે અને રસ્તાનો એક ભાગ ધસી પડ્યો છે. પ્રશાસને તાત્કાલિક ધોરણે હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરી દીધો છે. પોલીસ દ્વારા મુસાફરોને વૈકલ્પિક માર્ગો વાપરવા અપીલ કરાઈ છે. માંગરોળના અનેક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે.

જાફરાબાદ દરિયો તોફાની, 700 બોટ લાંગરાઈ 

અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે પણ વરસાદની સાથે દરિયો ઉગ્ર બન્યો છે. 10 ફૂટથી વધુ ઊંચા મોજા અને ભારે કરંટના કારણે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોની સુરક્ષા માટે તંત્રએ 700થી વધુ બોટોને કિનારે લાંગરી દીધી છે. જેમાંથી 300 બોટોને ક્રેન વડે જમીન પર ચડાવી દેવાઈ છે જ્યારે બાકીનીને જેટી પર સુરક્ષિત બાંધવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા અને નાગરિકોને દરિયાકિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ છે.

હાલ દ્વારકા-સોમનાથ હાઈવે સહિત સૌરાષ્ટ્રના અનેક માર્ગો બંધ છે અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર દરિયાકાંઠા અને નદી કાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Tags:

ClimateChangeEffectsCoastalErosionCommunityResilienceDisasterManagementEmergencyResponseEnvironmentalAwarenessFloodImpactGujaratWeatherHeavyRainfallJafrabadSeaRoughMangrolHighwayWashedAwayMonsoon2023NaturalDisastersRoadSafetyUpletaSubmerged

Share Article

Other Articles

Previous

ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા

Next

ટેલિગ્રામને 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો પડશે સખત કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ પત્રકાર પરિષદ બોલાવી પુરાવા રજૂ કર્યા
52 મિનિટutes પહેલા
જાફરાબાદમાં દરિયામાં કરંટ: 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં, 700 બોટને લોકડાઉન, કિનારે 3 નંબરનું સિગ્નલ
2 કલાક પહેલા
ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા
2 કલાક પહેલા
ઉપલેટા જળમગ્ન, માંગરોળમાં હાઈવે ધોવાયો, જાફરાબાદનો દરિયો ઉગ્ર
4 કલાક પહેલા
Categories

નેશનલ

3216 Posts

Related Posts

વડાપ્રધાન ની સુરક્ષા વ્યવસ્થાનું રાજકોટ પોલીસ દ્વારા રિહર્સલ
રાજકોટ
2 વર્ષ પહેલા
આજે ભારત અને રશિયાના ગાઢ સંબંધોનો નવો અધ્યાય, વડાપ્રધાન મોદી અને પુતીન વચ્ચે બપોરે મહત્વની વાટાઘાટ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉનાળા વચ્ચે ફરી માવઠું! માર્ચના અંતિમ દિવસોમાં કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
ગુજરાત
3 મહિના પહેલા
કેરળના ફિલ્મ કલાકાર મુકેશની દુષ્કર્મના આરોપમાં ધરપકડ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર