Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ઉપલા સ્તરના અસામાન્ય હવામાનીય પેટર્નથી ચોમાસાની ગતિ ધીમી

Mon, June 15 2026

મેઘરાજા રિસાયા:વરસાદની 28 ટકા ખાધ: જગતનો તાત ચિંતાતુર

મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદ ખેંચાયો

દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું હોવા છતાં વરસાદની ગતિ નોંધપાત્ર રીતે મંદ પડી છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના તાજા આંકડા મુજબ 4 જૂનથી 14 જૂન દરમિયાન દેશમાં સામાન્ય રીતે થવો જોઈએ તેનાથી 28 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉપલા સ્તરે સર્જાયેલા અસામાન્ય હવામાનીય પેટર્નના કારણે ચોમાસાની પ્રગતિ અને વરસાદી સિસ્ટમોની અસર નબળી પડી રહી છે.

આઈએમડીના આંકડા અનુસાર 4 જૂનથી 14 જૂન દરમિયાન દેશમાં સામાન્ય રીતે 47.7 મીમી વરસાદ થવો જોઈએ, પરંતુ આ સમયગાળામાં માત્ર 34.3 મીમી વરસાદ નોંધાયો છે. પરિણામે દેશવ્યાપી વરસાદની ખાધ 28 ટકા સુધી પહોંચી છે. જિલ્લા સ્તરના વરસાદી નકશામાં મધ્ય ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના મોટા વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો હોવાનું જોવા મળે છે, જ્યારે કેટલાક મર્યાદિત વિસ્તારોમાં જ સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની તમામ બસ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બનશે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલની સ્થિતિ પાછળ મુખ્ય કારણ ઉપલા વાતાવરણમાં વહેતી પશ્ચિમી જેટ સ્ટ્રીમ છે. આ જેટ સ્ટ્રીમ સામાન્ય સ્થિતિ કરતાં વધુ દક્ષિણ તરફ ખસી જતાં ચોમાસાને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવતો પૂર્વીય જેટ નબળો પડ્યો છે. પરિણામે બંગાળની ખાડીમાં સર્જાતી વરસાદી સિસ્ટમોને દેશના આંતરિક વિસ્તારો સુધી પહોંચવા માટે જરૂરી દિશા અને ગતિ મળી રહી નથી.

આ પરિસ્થિતિના કારણે વરસાદી વાદળો અને હવામાનીય સિસ્ટમો મર્યાદિત વિસ્તારોમાં જ સક્રિય રહે છે અને દેશના વિશાળ ભાગમાં ભેજ તથા વરસાદનું વિતરણ થઈ શકતું નથી. ખાસ કરીને મધ્ય ભારત, પૂર્વીય રાજ્યો અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય ચોમાસાની સરખામણીએ સૂકો માહોલ અનુભવાઈ રહ્યો છે.

હાલ હવામાન વિભાગ આગામી દિવસોની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છે. નિષ્ણાતોના મતે આગામી એક સપ્તાહ ચોમાસાની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો વરસાદી પ્રવૃત્તિમાં ઝડપથી સુધારો નહીં થાય તો ખાધનો આંકડો વધુ વધી શકે છે, જ્યારે અનુકૂળ હવામાનીય પરિસ્થિતિ સર્જાય તો ચોમાસું ફરીથી ગુમાવેલી ગતિ પ્રાપ્ત કરી શકે છે.

20 જૂન પછી ચિત્ર સુધારવાની આશા

હવામાન મોડેલો અનુસાર 20 જૂન બાદ ઉપલા સ્તરે વહેતો પૂર્વીય જેટ (ઈસ્ટરલી જેટ) વધુ મજબૂત બનવાની શક્યતા છે. જો આવું થાય તો બંગાળની ખાડીમાં સર્જાતી વરસાદી સિસ્ટમો ફરીથી દેશના આંતરિક વિસ્તારો તરફ આગળ વધી શકશે. પરિણામે ચોમાસાની ગતિમાં વધારો થશે અને વરસાદની હાલની 28 ટકાની ખાધમાં ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગ આગામી દિવસોને ચોમાસા માટે નિર્ણાયક ગણાવી રહ્યો છે.

Tags:

AtmosphericInfluenceClimateChangeClimateImpactEnvironmentalImpactMeteorologymonsoonMonsoonForecastNatureNewsSevereWeatherSummerWeatherUnusualWeatherUpperLevelsWeatherAlertWeatherConditionsWeatherEventsWeatherPatternWeatherReportWeatherUpdateWeatherWatching

Share Article

Other Articles

Previous

જિંદગી વન્સ મોર : મનોરંજન અને પારિવારિક કોમેડીનો ઓવરડોઝ

Next

રાજ્યમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની તમામ બસ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બનશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
રાજકોટના હરિહર ચોકમાં વોંકળો પાક્કો કરવાનું કામ હજુ દોઢ મહિનો ચાલશે
2 કલાક પહેલા
બે નકલી પોલીસ 50 હજારનો તોડ કરતા પકડાયા
2 કલાક પહેલા
લજાઈ ચોકડી પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત
2 કલાક પહેલા
ચુનારવાડ ચોકના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કર્મચારી પર બે શખ્સોનો હુમલો 
3 કલાક પહેલા
Categories

નેશનલ

3093 Posts

Related Posts

મહારાષ્ટ્ર સરકારમાં હલચલ : મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું, સરપંચ હત્યાકાંડ મામલે શું લાગ્યા આરોપ ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પુત્રએ એકટીવાનું બેલેન્સ ગુમાવતા વૃધ્ધ માતા રોડ પર પટકાયા, સારવારમાં મોત 
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજસ્થાનના કોટામાં 24 કલાકમાં વધુ બે વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું : બંને JEE પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજી ડેમ તેમજ સ્ત્રાવ ક્ષેત્રમાં ન્હાવા-વાહન ધોવાની મનાઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર