સાઊદી અરબ ભારતનો મહત્વનો સાથી : મોદી
અનેક ક્ષેત્રોમાં આગળ વધશું, સાઊદીના ક્રઊન પ્રિન્સ સાથે વડાપ્રધાનની બેઠક
જી -20 માં ભાગ લેવા આવેલા સાઊદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક થઈ હતી અને બંને નેતાઓએ અનેક ક્ષેત્રોમાં આગળ વધવા માટે ચર્ચા કરી હતી.
શિખર બેઠક બાદ પ્રિન્સ રોકાયા હતા અને રાષ્ટ્રપતિ ભવન ખાતે એમનું સ્વાગત થયું હતું. ત્યારબાદ હેદરાબાદ હાઊસ ખાતે બંને વચ્ચે લાંબી બેઠક થઈ હતી.
બેઠક બાદ સંયુક્ત સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજની બેઠકથી આપના સંબંધોને એક નવી દિશા મળશે. માનવતાની ભલાઈ માટે સાથે કામ કરવાની પ્રેરણા મળશે.
મોદીએ એમ પણ કહ્યું કે સાઊદી અમારા સૌથી મહત્વના સાથીઓ અને પાર્ટનર પૈકીનું એક છે. સમગ્ર ક્ષેત્રમાં શાંન્તિ માટે આપણો સહયોગ જરૂરી અને મહત્વનો છે.