બાઈડેન ઉવાચ ‘મેં મોદી સાથે માનવ અધિકાર અને ફ્રી પ્રેસ અંગે ચર્ચા કરી હતી’
‘ હંમેશ ની માફક જ મેં ભારતના વડાપ્રધાન મોદી સાથે એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં માનવ અધિકાર સિવિલ સોસાયટીની ભૂમિકા તેમજ ફ્રી પ્રેસના મહત્વની ચર્ચા કરી હતી’ દિલ્હી ખાતે યોજાયેલી g20 સમિટ માં ભાગ લઈ વિયેટનામ પહોંચેલા અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ત્યાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોના સવાલના જવાબમાં ઉપરોક્ત ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકાના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા અમેરિકી પ્રમુખે શુક્રવારે વડાપ્રધાન મોદી સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. એ બેઠકમાં બંને નેતાઓએ ઇન્ડસ્ટ્રીયલ ડિફેન્સ સિસ્ટમ,રીન્યુએબ્લે અને ન્યુક્લિયર એનર્જી માં ભારતની ભાગીદારી,કલાઈમેટ ફાઈનાન્સિંગ તેમજ બંને દેશો વચ્ચે ના સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કર્યા હોવાનું જાહેર થયું હતું પણ તેમાં માનવ અધિકાર સહિતના મુદ્દે પણ ચર્ચા નો ઉલ્લેખ નહોતો થયો. નોંધનીય છે કે ભારતમાં લઘુમતીઓ પરના કથિત દમન, ધાર્મિક સ્વાતંત્ર્ય અને પ્રેસની સ્વતંત્રતા ઉપર તરાપ જેવા મુદ્દે અમેરિકા દર વર્ષે અહેવાલ પ્રસિદ્ધ કરતું રહ્યું છે. એ મુદ્દે ભારત સરકાર સાથે પરિણામલક્ષી ચર્ચા કરવા માટે અમેરિકાની એક સબળ લોબી દબાણ કરતી રહી છે. વડાપ્રધાન મોદી છેલ્લે અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે પણ વ્હાઇટ હાઉસની સામે આ બધા મુદ્દાઓ તેમજ મણીપુરની ઘટનાઓ અંગે વિરોધ પ્રદર્શન થયા હતા. આ સંજોગોમાં જી-20 ની મુલાકાત વેળાએ પણ બાયડે ને એ મુદ્દાઓ ચર્ચા હોવાનું ખુલાસો થતા ઘર આંગણે રાજકીય વિભાગ વકર્યો છે.
બાઈડેનની પ્રેસ કોન્ફરન્સ અડધે થી અટકાવી દેવાઇ
વિયેટનામની બાઇડેની પત્રકાર પરિષદ ચર્ચાનો વિષય બની ગઈ છે. અત્યંત ધમાલ ભર્યા વાતાવરણમાં થયેલી એ પત્રકાર પરિષદમાં બાઈડેન ‘ ઝોકું ‘ ખાઈ લેવાની વિનંતી કરતા અને અજીબોગરીબ ટુચકાઓ રૂપે જવાબ દેતા નજરે પડે છે. એક અસમાન્ય ઘટના તરીકે તેઓ પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા ત્યારે જ તેમના પ્રેસ સેક્રેટરીએ પરિષદ પૂર્ણ થઈ ગયા નું જણાવી માઈક સ્વીચ ઓફ કરી દીધું હતું. તે પછી પણ જો કે બાઈડેને બોલવાનું ચાલુ રાખ્યું હતું. એ દરમિયાન મોટેથી જાઝ મ્યુઝિક શરૂ થઈ ગયું હતું. બાદમાં પોતાનું માઈક બંધ હોવાનું ખ્યાલ આવતા બાઈડેન ચાલતા થઈ ગયા હતા. આ ઘટનાક્રમ બાદ તેમની વૃદ્ધાવસ્થા અને નેતૃત્વ ક્ષમતા અંગે ફરીથી સવાલો ઊભા થયા છે
ન કરુંગા ન કરને દુંગા
મોદી અને બાઈડેનની મુલાકાત બાદ પત્રકાર વાર્તાલાપ કરવા માટે અમેરિકાના પત્રકારોએ એક કરતાં વધારે વખત કરેલી વિનંતીનો ભારતે અસ્વીકાર કર્યો હતો. મોદી તર્કસંગત સવાલોના જવાબ આપવાથી થી ડરતા હોવાને કારણે પત્રકારોથી દૂર રહેતા હોવાનો વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે વડાપ્રધાન મોદી ‘ન પત્રકાર પરિષદ કરુંગા ન કરને દુંગા’ ના સિદ્ધાંતને અનુસરી રહ્યા છે.