ગુજરાત પોલીસના વહીવટી માળખામાં મોટો ફેરફાર
બનાસકાંઠાની નવી ‘બનાસ રેન્જ’ બનાવાઈ, મોરબી હવે કચ્છ બોર્ડર રેન્જમાં
ગુજરાત સરકારે પોલીસ વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે, જે અંતર્ગત બનાસકાંઠાની નવી ‘બનાસ રેન્જ’ની જાહેરાત કરવામાં આવી છે. આ નવી રેન્જમાં બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાજકોટ અને કચ્છ બોર્ડર રેન્જના ક્ષેત્રમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે હવે મોરબી જિલ્લાને કચ્છ બોર્ડર રેન્જ હેઠળ મૂકવામાં આવ્યો છે. આ ફેરફારથી સરહદી અને આસપાસના જિલ્લાઓમાં કાયદો-વ્યવસ્થાની કામગીરી વધુ મજબૂત બનશે.
