આગલી IPLની પહેલી મેચમાં ટીમ ડેવિડના રમવા પર પ્રતિબંધ
અમ્પાયર નીતિન મેનન તરફ બરફની થેલી ફેંકવી ભારે પડી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ સળંગ બીજી વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે. આ સાથે જ ટીમને ઝટકો પણ લાગ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમાયેલી ફાઈનલ મેચ દરમિયાન અમ્પાયર નીતિન મેનન તરફ બરફ ભરેલી થેલી ફેંકવાને કારણે ટીમ ડેવિડ પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સજાને કારણે હવે તે આગલી આઈપીએલની પહેલી મેચમાં રમી શકશે નહીં.
બીસીસીઆઈએ જણાવ્યું કે આઈપીએલની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ટીમ ડેવિડની ૫૦% મેચ ફી કાપી લેવામાં આવી છે સાથે જ તેના ખાતામાં બે ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યા છે. ટીમ ડેવિડને આઈપીએલની આચારસંહિતાના નિયમ ૨.૯ હેઠળ દોષિત ઠેરવાયો છે. આ નિયમ મેચ દરમિયાન કોઈ ખેલાડી, અમ્પાયર અથવા મેચ અધિકારી પ્રત્યે દુર્વ્યવહાર તેમજ ખતરનાક રીતે બોલ અથવા ક્રિકેટની અન્ય કોઈ વસ્તુ ફેંકવા સાથે જોડાયેલો છે. આ ઘટના પહેલી ઈનિંગની ૧૦મી ઓવરમાં બની જ્યારે વિકેટ પડ્યા બાદ ડેવિડે ગુસ્સામાં અમ્પાયર નીતિન મેનન તરફ બરફની થેલી ફેંકી હતી.
