નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
ક્રુ સાથે વાદ-વિવાદ બાદ કેટલાક મુસાફરો ફ્લાઈટમાંથી ઉતરી ગયા, દોઢ કલાક મોડે ટેકઓફ:પાછળની સાઈડનો
દરવાજો ન ખુલતાં પેસેન્જર્સને આગળ બેસાડયા..!!
નવી મુંબઈથી રાજકોટ આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ઈસ્યુ સર્જાતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. ફ્લાઈટ ટેકઓફ પહેલાં જ ટેકનિકલ ખામી સામે આવતા ક્રુએ વિલંબની જાહેરાત કરી હતી, જેના કારણે મુસાફરો ઉશ્કેરાઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, કેટલાક પેસેન્જર્સે ક્રુ મેમ્બરો સાથે દલીલો કરી મુશ્કેલી ઉભી થતાં ફ્લાઈટમાંથી નીચે ઉતરી ગયા હતા. આ દરમિયાન વિમાનમાં જ હલ્લાબોલ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ફ્લાઈટમાં થયેલી આ ટેકનિકલ ખામીના કારણે લગભગ દોઢ કલાક સુધી વિલંબ રહ્યો હતો. બાદમાં ખામી દૂર થતાં ફ્લાઈટે ટેકઓફ કર્યું અને મામલો થાળે પડ્યો હતો.પેસેન્જરોએ કહ્યું હતું કે ,પાછળની સાઈડનો દરવાજો ખૂલતો ન હોવાનું કારણ આપી બધા
પેસેન્જરોને આગળની બાજુ બેસાડવામાં આવ્યાં હતાં.ઉલ્લેખનીય છે કે નવી મુંબઈથી રાજકોટ વચ્ચેની ફ્લાઈટ સેવા તાજેતરમાં શરૂ કરવામાં આવી છે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
