Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સાલુ આપણા બધા વખતે જ 60ના ને નો-રિપીટ થિયરીના નિયમો યાદ આવે? ગાંઠિયાદાદાઓ કે આવી ગેંગોની પ્રોપર મેડિસિન ગુજસીટોક, વાંચો કાનાફૂસી

Mon, March 30 2026

ગુજરાતમાં સ્વરાજ્યની ચૂંટણી ગમે ત્યારે જાહેર થશે, હવે કદાચ કલાકો બાકી રહ્યા હોય તેવું કહી શકાય. ચૂંટણીના દિવસો ગાજતા જ એક વ્યક્તિ એક હોદ્દો અથવા તો જેઓ લડવા ઈચ્છુકો હોય તેમને ભાજપ સંગઠનમાં સ્થાનિક કક્ષાએ કોઈને કોઈ નાના હોદ્દા કે જવાબદારી સોંપી દેવાઈ જેથી આવા લડવા ઈચ્છુક મુરતિયાઓના તો જાણે મોતિયા મરી ગયા અથવા તો આશાઓ પર પાણી ઢોળ થઈ ગયું. જ્યારે જેઓ હોદ્દાઓમાંથી બાકાત રહી ગયા તેઓને હાશકારો થયો કે આપણને નથી શમાવાયા એટલે ચૂંટણીમાં ટિકિટ માંગી શકશું અને કદાચ ચાન્સ લાગી પણ જશે. મનમાં લડ્ડુ ફૂટેલા રહેતા ત્યારે હવે એક નવી વાત ગાજી છે કે બે કે ત્રણ વખત લડેલાઓને ટિકિટ નહીં, 60થી ઉપરનાને ટિકિટ નહીં, યુવાઓને પહેલી તક. આ નવી હવાથી જેઓ લડવા ઈચ્છુક છે તેઓની હવા નીકળવા લાગી કે મનમાં એક ડર પેશી ગયો છે કે તો શું હવે આપણો ચાન્સ નહીં લાગે, નો રિપીટ થિયરી આવે અથવા બે-ત્રણ વખત લડેલાઓ કે 60 ઉપરનાને ટિકિટ નહીંનું ગતકડું અમલી બનશે તો આપણે તો કપાયા સમજો. રાજકોટમાં કેટલાક લડવા થનગનતા કે ઘોડા પલાળવા માટે તૈયાર આવા હરખપદૂડા મુરતિયાઓના પણ મોતિયા મરવા લાગ્યા છે કે સાલુ તો તો આપણું પણ પત્તું કપાશે હો. એવો પણ ગણગણાટ કે આંતરિક ઉકળાટ, મનોમન રોષ હશે કે સાલુ એ 60ની પાર થઈ જાય તોય બે-બે, ત્રણ-ત્રણ નહીં ચાર-ચાર વાર ચૂંટણી લડે અને ધાર્યા પદ, ખૂરશીઓ પર બેસી જાય કે ચિપક્યા રહે અને આપણને 60ની ઉંમરનો બાધ… પોતે કરે તો લીલા અને આપણો નંબર આવે ત્યારે જ નિયમ (પાપ લાગવા લાગે) લાગુ પડે ? સાલુ આપણે તો પાર્ટીની પોલિસી હશે તો બીજું કરી પણ શું શકશું ? શનિવારે આપણા એક મંત્રીએ રાજકોટમાં કહ્યું હતું કે, આપણે કાઈકને બેસવાડવા (જીતાડવાય) પણ પડે તો આપણે નાછૂટકે કોઈકને બેસાડવા, ચૂંટાવવા કામે લાગવું પડશે. પાર્ટી લાઈનમાં તો રહેવું જ પડશે ને ?

હવે ગમે ત્યારે પીએસઆઇની બદલીનું લિસ્ટ, રાજકોટમાં પીઆઇનો સ્વર આપણે રહી ગયા

રાજ્યમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં સૌથી મોટી બદલીઓ એક સાથે 772 પીઆઈની ત્રણ દિવસ પૂર્વે થઈ. ચૂંટણીની તારીખ પણ હવે માથે ગાજી રહી છે, ગમે ત્યારે ડિક્લેર થશે. હવે એ પૂર્વે ગૃહવિભાગ દ્વારા રાજ્યભરમાં ફરજ બજાવતા સંખ્યાબંધ પીએસઆઈનું પણ લાંબું લિસ્ટ ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે. પોલીસ બેડામાં જ ગણગણાટ મુજબ આ બદલીઓમાં જેઓના ત્રણ વર્ષ અને જેઓએ માંગી છે તો કોઈ કોઈની ભલામણો હશે કે માગણીઓ હશે તેવા અધિકારીઓનો પણ બદલીના લિસ્ટમાં સમાવેશ કદાચ થઈ શકે. વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ બે દિવસ બાદ જ છે, જેવો આ કાર્યક્રમ પૂર્ણ થશે કે તુરંત જ ચૂંટણીની તારીખ જાહેર થશે. કદાચ રાજકીય પક્ષોને નિયમ મુજબના દિવસોનો જ ગેપ મળી શકશે. એપ્રિલ એન્ડ કે મેના આરંભે ચૂંટણી હશે. આવી વાતો વચ્ચે ફટાફટ બદલીઓનો લીથો નીકળી જાય તે માટે ગાંધીનગરમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું અને ગમે ત્યારે પીએસઆઈની સાગમટે બદલીઓનું લાંબુ લિસ્ટ આવી શકે તેવી શક્યતા કે ચર્ચા છે. જેઓ આશ બાંધીને બેઠા છે એવા અનેક પીએસઆઈ પણ બદલીના લીથાની રાહમાં હશે જ. તાજેતરમાં પીઆઈની આવેલી બદલીઓમાં રાજકોટ શહેરના એક સાથે 19 પીઆઈ બદલાયા. લિસ્ટ આવ્યા પૂર્વે હાલમાં બદલીઓમાંથી બાકાત રહી ગયેલા રાજકોટ સિટીના અનેક એવા પીઆઈ હતા કે તેઓ પણ ત્રણ વર્ષનો પિરિયડ પૂર્ણ થઈ ગયો હોય પોતાની બદલી પણ નિશ્ચિત જ હશે તેવું માનીને રાહમાં હતા. આવા રહી ગયેલા પીઆઈનો સ્વર હશે કે આપણે બદલીમાંથી રહી ગયા, જેઓને જ્યાની ઈચ્છા ન્હોતી અથવા તો કોઈક આવા ઉચ્ચસ્તરીય છેડા લાગ્યા હશે ને બદલીઓમાંથી બચી ગયા તેઓ તો મનોમન રાજીના રેડ હશે કે આપણે સચવાઈ ગયા. જ્યારે જેઓને જવું હતું ને કોઈ કારણે રહી ગયા તેઓને એવું ખૂંચ્યું હશે કે સાલુ બદલીમાં આપણું નામ જ બાકાત રહી ગયું !

આ પણ વાંચો: PMના હસ્તે ‘રાણકી વાવ, વડનગર-બાલારામ’ના પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ,ખાતમુહૂર્ત: શર્મિષ્ઠા તળાવનો લાઇટ & સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર

ગાંઠિયાદાદાઓ કે આવી ગેંગોની પ્રોપર મેડિસિન ગુજસીટોક

રાજકોટ શહેરમાં ગુનેગારોની કમ્મરતોડ એટલે કે શિસ્તમાં રહેવાની સર્વિસ કરતી (શીખ આપતી) ક્રાઈમ બ્રાન્ચમાં જવાનું નામ પડે તો ગુનેગારોના પગ ધ્રુજે છે અથવા તો કોઈને કોઈ છેડા શોધે છે. રાજકોટ ક્રાઈમ ડીસીપી તરીકે જગદીશ બાંગરવા મુકાયા ત્યારથી આ બદલાવ કે ક્રાઈમ બ્રાન્ચનો કરંટ વધુ કઠીન (મજબૂત) બન્યો છે. આરોપીઓને કાયદામાં રહેવાની ટ્રીટમેન્ટ (પોલીસની સ્ટાઈલમાં સલાહ) આપવામાં આવે છે, કહેવાય છે કે ખુદ ક્રાઈમ બ્રાન્ચના મુખિયા એવા ડીસીપી પોતે ગુનેગારોને કાયદેમે રહોગે તો ફાયદોમે રહોગે. ગુનાખોરી એ કોઈ માર્ગ નથી એવા પોલીસની ભૂમિકામાં પાઠ ભણાવે છે જેને લઈને કૂવાના દેડકા જેવા કેટલાય એવા ગુનેગારો કે શેરી-ગલીના ગાંઠિયાદાદાઓમાં સુધાર પણ આવી ગયો હશે કે ક્રાઈમ બ્રાન્ચના પગથિયા ચડવા એથી તો આપણે આપણો રસ્તો જ બદલાવી સારા કામો કરવા લાગીએ અથવા તો સાહેબ છે ત્યાં સુધી શાંતિ પકડી લઈએ. રાજકોટમાં છેલ્લા ચાર માસમાં જ ચાર-ચાર ગેંગો સામે ગુજસીટોક કરાઈ અને ગેંગોને સાફ કરીને જેલમાં પુરી દેવાઈ. રવિવારે વધુ એક આવી શહેરમાં ઉત્પાત મચાવતી અને ક્યારેક તો એકલ-દોકલ પોલીસને પણ કાઠું પડી જાય કે જવાબ ન દે તેવી ભગવતિપરા વિસ્તારની ઈભલા ગેંગને તાત્કાલીકપણે ગુજસીટોકમાં પુરી દેવાઈ છે. ગાંઠિયાદાદાઓ કે આવી ગેંગોની દવા ગુજસીટોક મનાઈ રહી છે. સંગઠિત ગુનાખોરી આરોપ હેઠળ જેલમાં ધકેલાતા આરોપીઓ જ્યારે જેલ મુક્ત થાય ત્યારબાદ આકરી શરતો કે કાયદાના અનુશાસનને ધ્યાને લઈને ગુનો આચરતા વિચારતા થઈ જાય છે. રાજકોટમાં વધુ એક અને પાંચમી ગેંગ સામે ગુજસીટોક થતાં જાણકારોમાં એવી વાતો ગુંજી છે કે શું ક્રાઈમ બ્રાન્ચ કા કરાર જવાબ ? કે ઉપરાણું લેનારાઓને પણ ઈન્ડિકેશન છે ? ક્રાઈમ બ્રાન્ચ જ છે.

બિનસંવેદનશીલ જગ્યાએ જ પોસ્ટિંગ આપવું, પોલીસમાં આવા એવોર્ડનો અમલ થાય છે ખરો ?

રાજ્યમાં પોલીસ વિભાગમાં કોઈ પોલીસકર્મીથી લઈ અધિકારી સુધીના કોઈને કોઈ કોર્ટ કેસ, ફરજ બેદરકારી, દારૂ, જુગાર કે અસામાજિક અથવા તો પોલીસ મેન્યુઅલ વિરોધની પ્રવૃત્તિમાં ક્યાંયને ક્યાંય પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે ચોપડે ચડે અથવા ખાતાકીય ઈન્કવાયરીમાં કે કોઈ રડારમાં આવી જાય તો તેઓને કાં તો જિલ્લા બહાર બદલીઓ, હેડક્વાર્ટરમાં મુકી દેવાય અથવા તો સસ્પેન્ડ કરી દેવાતા હોય છે. આવા સસ્પેન્ડેડ કે કોઈ ફરજ બેદરકારીમાં આવી જાય અને ફરી તેઓને પુન: ફરજ માટે નિયુક્તિ કરવામાં આવે કે આવા ઓર્ડર નીકળે ત્યારે આવા ઘણાખરા ઓર્ડર્સમાં ડીજી, ગૃહ કે જે તે અધિકારી દ્વારા સ્પષ્ટ ટાંચ કરાયેલી હોય છે કે બિનસંવેદનશીલ સ્થળે પોસ્ટિંગ આપવું. આવી શરત સાથે જે તે શહેર-જિલ્લામાં ઓર્ડર થતાં હોય છે. ગાંધીનગર લેવલે તો આવા ઓર્ડર કરી દેવાય છે પરંતુ તેનું પાલન જે તે શહેર-જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના હાથમાં હોય છે. બિનસંવેદનશીલ જગ્યાએ પોસ્િંગનો અર્થ સામાન્ય રીતે એવો નીકળે કે મહત્વની જગ્યા કે આવી જવાદારીભરી ફરજ ન સોંપવી, પુન: ફરજ પર હાજર થનારા અધિકારીઓ, કર્મીઓને ખરેખર ઉચ્ચસ્તરે થયેલા બિનસંવેદનશીલ જગ્યા પર જ ફરજ આપવી તેવા ઓડરનો અમલ થતો હોય છે કે નહીં કે પછી સ્થાનિકસ્તરે જ ઉચ્ચ અધિકારીઓ ભલે ને ઉપરથી ઓર્ડર થયો હોય મુકવાના તો મારે જ છે ને કોર્ટનો આદેશ હોય કે ગાંધીનગરનો. આવા આદેશનો સ્થાનિકસ્તરે ક્યાંક ક્યાંક ઉલાળિયો કરી દેવાતો હોય છે અને જે બિનસંવેદનશીલ જગ્યાઓ પર જ મુકવાના હોય તેમને જ મહત્વની શાખાઓ કે આવી ખાસ પોિંગ આપી દેવાના હોવાનો ગણગણાટ કે કાનાફૂસી રહ્યા કરે છે કે ઉપરવાળા પણ ઓર્ડર કરીને છૂટી જાય છે પણ મોનિટરિંગ થતું નથી કે આપણા ઓર્ડર્સ ફોલો થાય છે કે નહીં ?

Share Article

Other Articles

Previous

જમીનના ટુકડાની લાલચમાં બે પિતરાઈ ભાઈઓએ એકની એક બહેનને પતાવી દીધી: ઉનાના નેસડા ગામની ઘટના,પોલીસે હત્યારાઓને દબોચ્યા 

Next

PMના હસ્તે ‘રાણકી વાવ, વડનગર-બાલારામ’ના પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ,ખાતમુહૂર્ત: શર્મિષ્ઠા તળાવનો લાઇટ & સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
મોટો ઝટકો! મોબાઈલ ફોન, ટીવી અને લેપટોપ થઈ શકે છે મોંઘા, તમારા ખિસ્સા પર પણ થશે સીધી અસર, જાણો કેટલા ટકા ભાવ વધારો થશે
1 મિનિટute પહેલા
વિશાખાપટ્ટનમમાં ચોંકાવનારી ઘટના: નૌકાદળના જવાને પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી લાશના ટુકડા કરી ફ્રીઝમાં છુપાવ્યા
18 મિનિટutes પહેલા
રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સોપાન હાઈટ્સમાં દીપેશ અને દિશા ભંડેરી નામના સગા ભાઈ-બહેનનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
28 મિનિટutes પહેલા
PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદઘાટન કરશે: કેન્સ સેમિકોનનું 3,300 કરોડનું રોકાણ, રોજની 60 લાખ ચિપ્સ બનશે
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો બનાવનાર આરોપી ઝડપાયો
Breaking
2 વર્ષ પહેલા
કર્ણાટકમાં ભાજપનાધારાસભ્ય સામે જાતીય સતામણીની ફરિયાદ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
VIDEO: હનીટ્રેપની ‘રમત’માં દલિત યુવકની હ*ત્યા! રાજકોટના રૈયાધારમાં ખેલાયેલા ખૂની ખેલમાં નવો ખુલાસો,3 આરોપીની ધરપકડ
ક્રાઇમ
2 સપ્તાહs પહેલા
બેડી, પાળ, કાંગશીયાળી, ખોખડદડનો આવશે ‘જમાનો’: જકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઈરાદો જાહેર
ગુજરાત
4 દિવસ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર