Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે

Wed, March 18 2026

રાજ્યમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની દિશામાં ગુજરાત રાજ્ય ઉત્તરાખંડ પછી બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. આ કાયદા સંદર્ભે ઘડવામાં આવેલી કમિટીએ પોતાનો રીપોર્ટ સુપરત કરી દીધા પછી મંત્રીમંડળની બેઠકમાં તેના ડ્રાફ્ટને મંજુરી આપી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ડ્રાફ્ટ બીલ હવે સરકાર મોટા ભાગે 24મીએ વિધાનસભા ગૃહમાં રજુ કરશે.

આ બિલમાં લગ્ન, છૂટાછેડા, લિવ-ઈન રિલેશનશિપ અને મિલકતના વારસાને લઈને ઘણા કડક અને સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ બિલ કાયદો બનશે, તો લિવ-ઈનમાં રહેતા યુગલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, અને લગ્નના 1 વર્ષ સુધી કોઈપણ યુગલ છૂટાછેડાની અરજી નહીં કરી શકે. સૌથી મોટી અને રાહતની વાત એ છે કે અનુસૂચિત આદિજાતિ (ST) ને આ કાયદામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે.

આ નવા UCC બિલમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને ખૂબ જ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. હવેથી લિવ-ઈનમાં રહેતા યુગલો માટે રજિસ્ટ્રેશન કરાવવું એકદમ ફરજિયાત બની જશે. યુગલે લિવ-ઈનમાં રહેવાનું શરૂ કર્યાની તારીખથી 1 મહિનાની અંદર જ તેની નોંધણી કરાવવી પડશે. જો કોઈ યુગલ 1 મહિનાથી વધુ સમય સુધી રજિસ્ટ્રેશન વગર લિવ-ઈનમાં રહેશે, તો કોર્ટ તેમને 3 મહિનાની જેલની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારી શકે છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ લિવ-ઈનમાં રહેવા બાબતે ખોટી વિગતો આપશે કે પછી છેતરપિંડીથી કોઈની સંમતિ મેળવશે, તો તેને 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ટૂંકમાં, લિવ-ઈનના નિયમોનો ભંગ કરવા પર 3 માસથી લઈને 5 વર્ષ સુધીની સજાની સ્પષ્ટ જોગવાઈ છે.

આ પણ વાંચો:આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી

લગ્ન અને છૂટાછેડા માટે પણ સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. UCC લાગુ થતાં જ લગ્ન અને છૂટાછેડાની કાયદેસરની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. સૌથી મોટો નિયમ એ છે કે, લગ્ન કર્યાના 1 વર્ષ સુધી કોઈપણ પક્ષ છૂટાછેડા માટે અરજી કરી શકશે નહીં. છૂટાછેડાની નોંધણી પણ નિયમોનુસાર જ કરવાની રહેશે.

લગ્ન માટે કેટલીક ખાસ શરતો

  • લગ્ન સમયે બંનેમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • લગ્ન કરનાર બંનેમાંથી કોઈનો પણ અગાઉનો જીવનસાથી જીવિત ન હોવો જોઈએ (એટલે કે બીજી પત્ની કે પતિ ન હોવા જોઈએ).
  • લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની ઉંમર 18 વર્ષ હોવી ફરજિયાત છે.
  • બંનેમાંથી કોઈ એક વ્યક્તિના ધાર્મિક રીતિ-રિવાજ મુજબ લગ્ન થવા જરૂરી છે અને કોઈપણ પક્ષની માનસિક ક્ષમતા નબળી ન હોવી જોઈએ.

ભરણપોષણ અને મિલકતના વારસાના નવા નિયમો

છૂટાછેડાના કિસ્સામાં ભરણપોષણ નક્કી કરતી વખતે હવેથી અરજદારની પોતાની આવક પણ ધ્યાનમાં લેવામાં આવશે. કોર્ટ બંને પક્ષો (અરજદાર અને પ્રતિવાદી) ની આવક જોઈને જ માસિક રકમ ચૂકવવાનો આદેશ આપશે. પ્રતિવાદીને નોટિસ મળ્યાના 60 દિવસની અંદર આ માસિક રકમની બાબતનો નિકાલ કરવાનો રહેશે. વારસાગત મિલકતની વાત કરીએ તો, મૃતકના દરેક હયાત જીવનસાથી અને દરેક બાળકને મિલકતમાંથી એક-એક સરખો હિસ્સો મળશે. એટલું જ નહીં, માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ મિલકતમાં કાયદેસરનો વારસદાર ગણવામાં આવશે.

Share Article

Other Articles

Previous

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી: અધધધ..₹5786 કરોડની નોટિસ,જાણો શું છે મામલો

Next

આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દેશમાં વધુ એક પૂલવામા જેવા આતંકી હુમલાનું કાવતરું હતું! ગાઝિયાબાદથી પકડાયેલા 6 શખસોએ કરી કબૂલાત
2 કલાક પહેલા
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી: અધધધ..₹5786 કરોડની નોટિસ,જાણો શું છે મામલો
3 કલાક પહેલા
ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
3 કલાક પહેલા
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2998 Posts

Related Posts

રાજકોટવાસીઓને ગરમીમાં મળી આંશિક રાહત: તાપમાન જુઓ કેટલા ડિગ્રી થયું
રાજકોટ
2 વર્ષ પહેલા
તમારા ઇન્સ્ટાગ્રામની અસર અમેરીકન ગ્રીન કાર્ડ મેળવવા પર થશે !! જાણો લોકો આ નિયમનો વિરોધ કેમ કરી રહ્યા છે ??
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Operation Sindoor : નારી શક્તિએ પહલગામ હુમલાનો લીધો બદલો, એર સ્ટ્રાઈકમાં 90 આતંકીઓનો ખાત્મો  
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
ઝારખંડના મુખ્યમંત્રી સોરેને કેન્દ્ર સરકારને શું આપી ધમકી ? શું છે મામલો ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર