બાઈડનની સુરક્ષામાં ભૂલ થઈ અને મામલો થાળે પડી ગયો
રાજધાની દિલ્હીમાં યોજાયેલ સમિટમાં ભાગ લેવા આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો હતો શનિવારે આ ઘટના બની હતી. બાયડેનના કાફલામાં સામેલ ગાડીને સવારે બીજી હોટેલમાં યાત્રીને પહોંચાડતા સુરક્ષાકર્મીઓએ પકડી પાડી હતી. આ કાર પર હોટેલ અને પ્રગતિ મેદાનમાં પ્રવેશ કરવા માટે સંબંધિત પાસ લગાવેલા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિના કાફલાએ સવારે 8 વાગ્યે હોટેલથી નીકળવાનું હતું. તે અગાઉ અર્ટિગા ગાડીના ડ્રાઈવર રાધેશ્યામને એક અન્ય મુસાફરે કોલ કર્યો હતો જે અનેકવાર તેની ગાડીમાં દિલ્હી આવતો-જતો હતો.
આ યાત્રીઓ હોટેલ તાજ માનસિંહ જવું હતું એટલા માટે રાધેશ્યામ લોધી સ્ટેટથી આ યાત્રીને લેવા માટે અને તેને હોટેલ સુધી છોડવા નીકળી ગયો. આ કાર અમેરિકી રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ હતી એટલા માટે તેના પર તમામ સુરક્ષા સંબંધિત પાસ લગાવેલા હતા અને એટલા માટે જ તેને કોઈ જગ્યાએ રોકવામાં નહોતી આવી. પણ જ્યારે તે હોટેલ પહોંચ્યો તો ત્યાં સુરક્ષાકર્મીઓએ આ કારને અટકાવી હતી. આ હોટેલમાં યુએઈના રાષ્ટ્રપતિ રોકાયેલા હતા.
આ મામલે અત્યંત સંવેદનશીલ હોવાને કારણે તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓને સુચના અપાઈ. તેમણે ડ્રાઇવર રાધેશ્યામની ધરપકડ કરી લીધી હતી . પ્રાથમિક તપાસમાં જાણ થઈ કે ડ્રાઈવર તે યાત્રીને છોડવાના ઉદ્દેશ્યથી જ આ ગાડી લઈને ગયો હતો.