અમેરિકા-ઇઝરાયલ વચ્ચે મતભેદ! ઇરાનના તેલ ભંડારો પર પૂછ્યા વિના કર્યો હુમલો, ઈઝરાયલની આ હરકતથી ટ્રમ્પ થયા લાલઘૂમ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ઈઝરાયલની પડખે ઉભેલું અમેરિકા હવે ઈઝરાયલની એક હરકતથી લાલઘૂમ થઈ ગયું છે. ઈરાનના ઓઇલ ડેપો પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. ટ્રમ્પનો ટેકો મળ્યો તો ઇઝરાયલ દોઢ ડાહ્યું બનીને ટ્રમ્પને પૂછ્યા વિના પગલાં લેવા માંડતા ટ્રમ્પ રિસાયા છે.
ઈરાન પર 28 ફેબ્રુઆરીથી ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલા ચાલુ છે, પરંતુ તાજેતરમાં ઈઝરાયલે જે રીતે ઈરાનના તેલ ડેપો અને રિફાઇનરીઓને નિશાન બનાવી છે તેનાથી અમેરિકા નારાજ છે. અમેરિકાનું વહીવટીતંત્રનું કહેવું છે કે ઈઝરાયલ જંગને એ સ્તર સુધી ભડકાવી રહ્યું છે જે અસ્વીકાર્ય છે. આ પ્રકારના હુમલાથી સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.
આ પણ વાંચો :સુરતની બે સખીઓનો સજોડે આપ*ઘાતનો મામલો: મોબાઈલ ચેક કરતાં થયો ચોંકાવનારો ખુલાસો,એલન મસ્ક પણ ટેન્શનમાં
તેલ અવીવે અમેરિકાને જાણ કરી હતી કે તેમણે એવી ઓઇલ ફેસિલિટીઝ પર હુમલો કર્યો છે જેનો ઉપયોગ મિસાઇલ લોન્ચરમાં ઈંધણ ભરવા માટે થતો હતો. જોકે, અમેરિકાના અધિકારીઓ આ વાતથી ચોંકી ગયા છે. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે અમેરિકાને આ હુમલાની જાણ થઈ ત્યારે ત્યાંથી મેસેજ આવ્યો હતો કે – “તમે આ શું કરી નાખ્યું?” અમેરિકાને આટલા ભીષણ હુમલાની અપેક્ષા નહોતી.
ઈઝરાયલના આ હુમલા બાદ તેહરાનના આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આસપાસની ઇમારતો પર તેલની જાડી પરત જામી ગઈ છે. સૌથી ભયાનક બાબત એ છે કે આકાશમાં જામેલો ધુમાડો હવે કાળા ટીપાં સ્વરૂપે નીચે ટપકી રહ્યો છે, જેના કારણે તેહરાનની હવા ઝેરી બની ગઈ છે.
