ધો.10-12 ની પરીક્ષાનો 26મીથી પ્રારંભ: કાલે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે, રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે
ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10-12 ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે પૂર્વે જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો અને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પુરી થઈ ગઈ છે. ગાંધીનગરથી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્ર રાજકોટ આવી પહોંચ્યા છે જે કરણસિંહજી હાઈસ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં ધોરણ 10 માં 40 કેન્દ્રો અને 182 બિલ્ડીંગ જ્યારે 1565 જેટલા બ્લોક માં 46,657. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છ કેન્દ્રોમાં 39 બિલ્ડીંગમાં 401 બ્લોકની પારવણી થઈ છે જ્યાં 7,934 વિદ્યાર્થીઓ પોતાની મહેનતનો નિચોડ રજૂ કરશે.ધો.12 સામાન્ય પ્રવાહમાં 25,657 વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમના માટે 850 બ્લોક 101 બિલ્ડીંગ અને 19 કેન્દ્રો નોંધાયા છે. ફૂલ 65 કેન્દ્રો ઉપર 80248 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
આ પણ વાંચો:મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકી ઝડપાઇ: રાજકોટ બસ પોર્ટ પર પાકીટ માર ગેંગએ મોટી રકમમાં હાથ મારતા જેલના સળિયા ગાળવાનો વારો આવ્યો!
ગુરૂવારથી પરીક્ષા શરૂ થાય તે પૂર્વે આવતીકાલે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પોતાની બેઠક વ્યવસ્થા જોવા મળશે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ અને વાલીઓ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ કેન્દ્ર પર બ્લોક અને પોતાની બેઠક વ્યવસ્થાને જોઈ શકશે.
રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે
રાજકોટ જિલ્લામાં પરિક્ષાર્થીઓ માટે દસ જેટલા હેલ્પલાઇન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ઉપલેટા, રાજકોટ,જેતપુર,ગોંડલ, કોટડા સાંગાણી, જસદણ, વિંછીયા રાજકોટ શહેર અને તાલુકો ધોરાજી, જામકંડોરણા, પડધરી અને લોધિકામાં શરૂ થયેલા હેલ્પલાઇન સેન્ટરમાં સંયોજકની નિમણુંક કરાઈ છે.
ધો.10નાં પેપર સૌરાષ્ટ્ર-કચ્છમાં વિતરણ:ધો.12 સાયન્સ અને સા.પ્ર. નાં પેપરો સ્ટ્રોંગરૂમમાં સીલ
રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલા સ્ટેટ ઝોન પરથી ધોરણ 10 ના 2.52 લાખ વિદ્યાર્થીઓના પ્રશ્નપત્ર 18 જેટલી એસટી બસમાં જીપીએસ સિસ્ટમથી સજ્જ બસ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવાના કરાયા હતા. 18 ઝોનના પેપરો રવાના થયા બાદ ગઈકાલે રાજકોટ, ધોરાજી, જસદણ, જામનગર માટે પેપરો રવાના કરવામાં આવ્યા છે.જ્યારે ધો.12નાં પેપરો ગાંધીનગર થી આવી જતા કરણસિંહજી હાઇસ્કુલના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે.
