Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

એલિયન, UFO અંગેની તમામ ગુપ્તફાઇલો જાહેર કરવા ટ્રમ્પનો આદેશ: ગુપ્ત માહિતી જાહેર કર્યાંનો ઓબામા પર આક્ષેપ

Sat, February 21 2026

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બ્રહ્માંડમાં પરગ્રહવાસી જીવન હોવાની શક્યતા વ્યક્ત કર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલિયન અને યુએફઓ સંબંધિત સરકારી ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે આ મુદ્દાને “અત્યંત રસપ્રદ અને મહત્વપૂર્ણ” ગણાવ્યો છે.

ઓબામાના નિવેદનથી અમેરિકામાં ફરી એકવાર એલિયન-યુએફઓ ચર્ચાઓ ગાજવા લાગતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તેઓ પેન્ટાગન સહિત સંબંધિત તમામ ફેડરલ એજન્સીઓને એલિયન, પરગ્રહવાસી જીવન, અનઆઇડેન્ટિફાઇડ એરિયલ ફેનોમેના (UAP) અને યુએફઓ અંગેના સરકારી દસ્તાવેજો ઓળખી અને જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપશે.

આ પણ વાંચો:તૂટેલા રમકડાં-રૂમાલથી બંધ દ્વાર…80 હજાર વસ્તી સામે માત્ર 14 આંગણવાડી! રાજકોટના કોઠારીયા વિસ્તારમાં બાળકો ભોગવે છે બેદરકારી

ટ્રમ્પે પોતાના સંદેશમાં જણાવ્યું કે આ મુદ્દા અંગે જનતામાં ભારે રસ છે અને સરકાર પાસે રહેલી માહિતી લોકોને ઉપલબ્ધ થવી જોઈએ. તેમણે ખાસ કરીને પેન્ટાગન પ્રમુખ પીટ હેગસેથ અને અન્ય વિભાગોને પ્રક્રિયા શરૂ કરવા કહેવાની વાત કરી.
ટ્રમ્પે સાથે જ ઓબામા પર આક્ષેપ કર્યો કે તેમણે એલિયન અંગે જાહેરમાં બોલીને સંવેદનશીલ માહિતી બહાર પાડી હોવાની શક્યતા છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ જો આ નિવેદન ગુપ્ત બ્રિફિંગ આધારિત હોય તો તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ બાબત બની શકે. જોકે તેમણે કોઈ ચોક્કસ પુરાવા રજૂ કર્યા નથી.

ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે “તેમણે ક્લાસિફાઇડ માહિતીમાંથી વાત લીધી હોય શકે છે અને આવું કરવું યોગ્ય નથી.”
આ સમગ્ર મુદ્દે અમેરિકામાં ફરી એકવાર સરકાર પાસે એલિયન અંગે કેટલી માહિતી છે તે અંગે ચર્ચા તેજ બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકન રક્ષા વિભાગે અજાણી ઉડતી વસ્તુઓ (UFO/UAP) અંગેના કેટલાક વીડિયો અને અહેવાલો જાહેર કર્યા બાદ જનતા અને વૈજ્ઞાનિકોમાં ઉત્સુકતા વધી છે. ટ્રમ્પની જાહેરાતથી હવે વધુ દસ્તાવેજો બહાર આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

ઓબામા એ શું કહ્યું હતું…

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બ્રહ્માંડ એટલું વિશાળ છે કે માનવજાત એકલી હોવાની શક્યતા ઓછી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે “એલિયન અસ્તિત્વ ધરાવે છે પરંતુ મેં તેમને જોયા નથી.” ઓબામાએ આગળ કહ્યું હતું કે પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન તેમને પૃથ્વી પર પરગ્રહવાસીઓ આવ્યા હોવાનો અથવા માનવો સાથે સંપર્ક કર્યો હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી.

તેમણે એ પણ ઉમેર્યું કે એરિયા-51માં એલિયન રાખવામાં આવે છે એવી લોકપ્રચલિત માન્યતાઓ અંગે તેમને કોઈ વિશ્વસનીય માહિતી મળી નથી.

Share Article

Other Articles

Previous

મને માનસિક રીતે તોડી પાડી,ત્રાસ આપ્યો…એપ્સટિન પીડિતાનું કંપારી છૂટે એવું નિવેદન, એપ્સટિન સેક્સ ટ્રાફિકિંગના અંધારા પાસાની ઝલક

Next

જંગલેશ્વરમાં ડિમોલિશનને ધ્યાનમાં રાખી 4 લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ: શહેરમાં ડ્રોન ઉડાડવાની મનાઈ,રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઈંધણના ભાવમાં લાગશે આગ! નિષ્ણાતોની ચેતવણી; ક્રૂડ 100 ડોલરને પાર જઈ શકે; દુનિયા માટે ચિંતા
16 મિનિટutes પહેલા
AUSW vs INDW: ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે T20 શ્રેણીમાં હરાવી ધૂળ ચટાડી, સ્મૃતિ મંધાનાએ 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
34 મિનિટutes પહેલા
દારુબંધીને લીધે લગ્નગાળામાં પાડોશી રાજ્યોને ફાયદો: ગુજરાતને 1500 કરોડનું નુકસાન, 500થી વધુ મોટા લગ્નો રાજસ્થાનમાં શિફ્ટ 
48 મિનિટutes પહેલા
મને માનસિક રીતે તોડી પાડી,ત્રાસ આપ્યો…એપ્સટિન પીડિતાનું કંપારી છૂટે એવું નિવેદન, એપ્સટિન સેક્સ ટ્રાફિકિંગના અંધારા પાસાની ઝલક
1 કલાક પહેલા
Categories

નેશનલ

2916 Posts

Related Posts

રાજકોટ જિલ્લામાં 23944 રેશનકાર્ડ સાયલેન્ટ મોડમાં
રાજકોટ
1 વર્ષ પહેલા
આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ: ગત વર્ષે 165 બાળકોને બાળ મજૂરીમાંથી કરાયા મુક્ત
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટનું તોલમાપ તંત્ર રામભરોસે: ગ્રાહકો ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે
રાજકોટ
2 વર્ષ પહેલા
ફૂડ ડીલેવરી બોયનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો : પરિવારનો હત્યાનો આક્ષેપ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર