AI ઇમ્પેક્ટ સમિટ: મુકેશ અંબાણી 10 લાખ કરોડનું તો ગૂગલના CEO સુંદર પિચાઈ પણ રૂપિયા 1.25 લાખ કરોડનું કરશે રોકાણ
AI ઇમ્પેક્ટ સમિટમાં ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે AIનો શ્રેષ્ઠ તબક્કો હજુ આવવાનો બાકી છે. તેમણે કહ્યું કે AI ઘણા ક્ષેત્રોમાં નવા યુગની શરૂઆત કરી શકે છે. તેમણે કહ્યું કે દુનિયા ચર્ચા કરી રહી છે કે શું AI થોડા લોકોના હાથમાં સત્તા કેન્દ્રિત કરશે અથવા AI તમામ લોકો માટે તક અને બધા માટે સરળ ઍક્સેસનું માધ્યમ બનશે. એમણે જાહેરાત કરી હતી કે અમૃ કંપની આગામી સાત વર્ષમાં રૂ. 10 લાખ કરોડનું રોકાણ કરશે.
વર્તમાન યુગમાં એઆઈની અસરની રૂપરેખા આપતાં તેમણે કહ્યું કે વિશ્વ AI અંગે એક ક્રોસરોડ પર છે. એક રસ્તો ઓછા ખર્ચાળ AI અને નિયંત્રિત ડેટા તરફ દોરી જાય છે, જ્યારે બીજો સસ્તું, સરળતાથી સુલભ AI સુનિશ્ચિત કરે છે. મુકેશ અંબાણીએ તેમના પરિવારની પ્રતિબદ્ધતા શેર કરતા કહ્યું કે જેમ કંપનીએ મોબાઇલ ડેટાની કિંમત ઘટાડી છે, તેમ તેમનું જૂથ AIની કિંમત પણ ઘટાડશે. તેમણે કહ્યું કે જિયો અનેરીલાયન્સ લિમિટેડ આ વર્ષથી શરૂ થતા આગામી સાત વર્ષમાં રૂ. 10 લાખ કરોડનું રોકાણ કરશે.
એ જ રીતે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ અત્યાર સુધીની સૌથી મોટી ભારત વ્યૂહરચના રજૂ કરી હતી. ભારતમાં, ગૂગલની અત્યાર સુધીની સૌથી મોટી એઆઈ જાહેરાત બહાર આવી છે. પિચાઈ અને ડીપમાઇન્ડના સીઈઓ ડેમિસ હાસાબિસે જણાવ્યું હતું કે કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં લગભગ $15 બિલિયનનું રોકાણ કરશે. ગૂગલ વિશાખાપટ્ટનમમાં 1,24,500 કરોડ રૂપિયાનું એઆઈ હબ પણ બનાવી રહ્યું છે.
