સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
મહાશિવરાત્રીના પાવન પર્વે ભારતીય ક્રિકેટ ટીમે કોલંબોના મેદાન પર પાકિસ્તાન પર તાંડવ કરી વર્લ્ડકપમાં વધુ એક શરમજનક પરાજય આપ્યો હતો. આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 174 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાન 114 રને જ ઓલઆઉટ થઈ જતા તેનો 61 રને પરાજય થયો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં પણ પહોંચી ગઈ હતી.
ટુર્નામેન્ટના પોતાના ત્રીજા મેચમાં પહેલા બેટિંગ કરતા ઈશાન કિશનની વિસ્ફોટક ઇનિંગ્સ અને સતત બીજી અડધી સદીએ ટીમ ઈન્ડિયાને 175 રનનો મજબૂત સ્કોર બનાવવામાં મદદ કરી હતી. પાકિસ્તાન માટે આ અશક્ય સાબિત થયું કારણ કે તે ફક્ત 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેના પોતાના રેકોર્ડને 8-1 પણ કર્યો હતો.
કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ થોડા દિવસો પહેલા સુધી રદ થવાની આરે હતી. ટી-૨૦ વર્લ્ડ કપમાંથી ભાંગ્લાદેશના બહાર થવાના વિરોધમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી હતી કે પાકિસ્તાની ટીમ ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે મેચ નહીં રમે. આ નાટકના થોડા દિવસો પછી જ્યારે આઈસીસીએ તેને સંભવિત સજાની ચેતવણી આપી ત્યારે પીસીબીને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની અને મેચ રમવા માટે સંમત થવાની ફરજ પડી હતી. જોકે આ નિર્ણય પાકિસ્તાની ટીમ માટે મોંઘો સાબિત થયો હતો.
ટોસ જીતીને બોલિંગ કરનાર પાકિસ્તાને પહેલી જ ઓવરમાં વિસ્ફોટક બેટ્સમેન અભિપેક શર્માને ૦ ૨ને આઉટ કર્યો આમ છતાં મેચ પર કાબુ મેળવી શક્યા નહીં અને ઈશાન કિશને એક બાદ એક બોલરની ધોલાઈ શરૂ કરી હતી. ઈશાને માત્ર ૪૦ બોલમાં ૭૭ રનની ધમાકેદાર ઈનિંગ રમી જેના કારણે પાકિસ્તાન મેચમાંથી લગભગ ભહાર થઈ ગયું હતું.
ઇશાન સિવાય, અન્ય બેટસમેનોએ ઝડપી રમવા માટે સંઘર્ષ કર્યો હતો. અંતિમ ઓવરોમાં શિવમ દુબે અને રિકુ સિહે ઝડપથી રન બનાવીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.
પાકિસ્તાનની પહેલી ઓવર ટીમ ઇન્ડિયા જેવી જ ગઈ હતી. હાર્દિક પંડયાએ પહેલી ઓવરમાં ખાતું ખોલ્યા વિના સાહિબજાદા ફરહાનને આઉટ કર્યો હતો. મેચનું પરિણામ બીજી ઓવરમાં લગભગ નક્કી થઈ ગયું જયારે જસપ્રીત બુમરાહે છ બોલમાં સેમ અયુબ અને પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને આઉટ કર્યા હતા.
પાકિસ્તાની બેટ્સમેનોને સ્પિનરોએ જવાબદારી સંભાળી અને આઉટ કર્યા હતા. પછી અક્ષર પટેલે બાબર આઝમને પાંચ રને આઉટ કર્યો જ્યારે 4 તિલક વાંએ શાદાબ ખાનની વિકેટ લીધી હતી. ઉસ્માન ખાન પાકિસ્તાન માટે લડત કરી રહ્યો હતો પરંતુ અક્ષરે તેની લડાયક ઈનિંગનો અંત લાવ્યો હતો. આખરે પાકિસ્તાની ટીમ ૧૮ ઓવરમાં માત્ર ૧૧૪ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક, બુમરાહ, અક્ષર અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી તો તિલક અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.
ટૉસ-મેચ બાદ ભારતીય ટીમે પાક. ટીમ સાથે હાથ ના મિલાવ્યા
એશિયા કપથી શરૂ થયેલા સિલસિલાને ભારતીય ટીમે વર્લ્ડકપમાં પણ જાળવી રાખી ટૉસ અને મેચ બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળી તેમને તેમની હેસિયત બતાવી દીધી હતી.
