Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું

Sun, February 15 2026

રાજકોટ રેલવે પોલીસે ગંધપારખુ શ્વાનની મદદથી ગેંગને દબોચી: ઓટોરિક્ષામાં ડીઝલના કેરબાઓની હેરાફેરી થતી, ચાર શખસોને ડીઝલના જથ્થા સાથે ઝડપી લેવાયા


રાજકોટ શહેરમાં લોકો યાર્ડમાં પાર્ક રહેલા રેલવેના ડીઝલ એન્જિનમાંથી ડીઝલ ચોરીના ચાલતા રેકેટનો પર્દાફાશ થયો છે. રેલવે પોલીસે ગંધપારખુ શ્વાનથી ચાર શખસોને પકડી પાડી ૪૯૨ લીટર ડીઝલ તેમજ ડીઝલની હેરાફેરીમાં વપરાતી ઓટોરિક્ષા, ટૂ-વ્હિલર સહિતના વાહનો કબજે કર્યા છે.
રાજકોટ યાર્ડમાં નવ નંબરની લાઈન પર પડેલા એન્જિનમાંથી અંદાજે ૧૫૦૦ લીટર જેવું ડીઝલ ચોરાયાની વિગતોના આધારે રાજકોટ રેલવે પ્રોટેક્શન ફોર્સ, રેલવે રાજ્ય પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી ડીઝલ ચોરાયા ઉપરાંત ડીઝલનો મોટો જથ્થો ઢોળાયો હોય તેમ માટી, જમીન ડીઝલવાળી થઈ ગઈ હતી.
ડીઝલ ચોર ગેંગને પકડવા માટે ગંધપારખુ શ્વાનની મદદ લેવાઈ હતી. શ્વાન એક સ્થળ પર જઈને ઉભો રહેતા પોલીસને ચોક્કસ કડી મળી હતી જે આધારે રેલવે પાછળ રૂખડિયા પરા-૩માં રહેતા ફિરોઝ અયુબભાઈ જામ (ઉ.વ.૩૧), નવાઝ રહીમ ખીરા (ઉ.વ.૨૨) તથા રિક્ષાચાલક જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં રહેતા અબ્દુલ દાઉદભાઈ લંઘા (ઉ.વ.૩૧) અને સ્વામી વિવેકાનંદ નગર ક્વાર્ટર નં.૫૩માં શેરી નં.૩માં રહેતા સૈજાદ ઉંમર (ઉ.વ.૨૯)ને ઉઠાવી લીધા હતા.
પોલીસ દ્વારા ચાર દિવસથી ચલાવાઈ રહેલી તપાસમાં તા.૧૦ના રોજ સ્થળ પર યાર્ડમાંથી ૯૨ લીટર ડીઝલ ભરેલા ચાર કેરબા તેમજ ડીઝલ ઢોળાતા ડીઝલવાળી બે કિલો માટી મળી આવી હતી. આરોપીઓની ધરપકડ કરી પૂછતાછ-તપાસ દરમિયાન ૨૦૦,૨૦૦ લીટરના બે ડીઝલ ભરેલા બે મોટા પીપ મળી આવ્યા હતા તેમજ સાત અન્ય કેરબા અને ડીઝલ કાઢવા માટેની પાઈપ હાથ લાગી હતી. ડીઝલ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી જી.જે.૦૩-બી.યુ.૧૫૨૫ નંબરની રિક્ષા તથા જી.જે.૧૧-સી.આર.૧૧૪૧ નંરનું એક્ટિવા પોલીસે કબજે લીધું હતું.
રાજકોટ પશ્ચિમ રેલવે વિભાગના રેલવે પ્રોટેક્શન ફોર્સના પીઆઈ કિશનપાલસિંહ, શક્તિસિંહ વાળા, પીએસઆઈ નિકુંજ પટેલ, સ્ટાફના રીતેશ શુક્લા, મધુરાજસિંહ જાડેજા, કાના ભૂવા, રઘુવીર જોગરાણા, પ્રભાત લોખીલ, ડોગસ્કવોડના વિરેન્દ્રસિંહ સહિતની ટીમે ગેંગને પકડી પાડી છે. આ અગાઉ પણ આરોપી છ માસ પૂર્વે સપડાઈ ચૂક્યાનું જાણવા મળે છે. ડીઝલ ચોર ગેંગ દ્વારા લોકો યાર્ડમાં પડેલા એન્જિનમાં ટેન્કમાંથી ડીઝલ ચોરી કરવા માટેની તરકીબ કરાતી હતી. પ્લાસ્ટિકની લાંબી પાઈપ ટેન્કમાં મુકીને ડીઝલ ખેંચતા હતા. ડીઝલ કેરબાઓમાં ભરીને રિક્ષા કે આવા વાહનોમાં હેરફેર કરતા હતા.

રાજકોટ યાર્ડમાં પાર્ક એન્જિનમાં પ્લાસ્ટિકની લાંબી પાઇપથી ડીઝલ કાઢી લેતા હતા

Share Article

Other Articles

Previous

મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ

Next

રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
3 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
3 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
3 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

સિસોદિયાનોમ જેલવાસ કેટલો લંબાયો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સિમેન્ટમાં થેલીએ રૂપિયા 30 ના વધારાની શક્યતા
નેશનલ
1 વર્ષ પહેલા
ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટ્યું, થરાલી ગામમાં અનેક મકાનો અને દુકાનો કાટમાળમાં ફેરવાયા, 1નું મોત, કેટલાક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
અફઘાનિસ્તાન બાદ હવે આયર્લેન્ડ સામે હાર્યું આફ્રિકા
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર