દેશમાં 1300 IAS-IPS જગ્યાઓ ખાલી: UPSC ફરી આવ્યું ચર્ચામાં, 505 IPSની અછત, સંસદમાં અપાઈ માહિતી
દેશની પ્રતિષ્ઠિત સેવાઓમાંની એક, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પરીક્ષા પાસ કરનારા IAS, IPS, IFS ની પોસ્ટિંગ દર વર્ષે તેમની સેવા અનુસાર કરવામાં આવે છે. સંસદમાં સરકાર તરફથી જાતિ અનુસાર, આંકડા રજૂ કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં, ભારતીય વહીવટી સેવા (IAS) અને ભારતીય વન સેવા (IFS) કરતાં OBC, SC અને ST શ્રેણીના ઉમેદવારોને ભારતીય પોલીસ સેવા (IPS) માં વધુ પ્રમાણમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.દેશમાં 1300 આઇએએસ અને 505 આઇપીએસની અછત છે.
રાજ્યસભામાં આ માહિતી વ્યક્તિગત, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર સિંહે લેખિત જવાબમાં આપી હતી. છેલ્લા પાંચ વર્ષના ડેટા અનુસાર, એટલે કે 2020-2024, સુધી વિવિધ સેવાઓ અનુસાર,આ શ્રેણીઓમાં કેટલા લોકોને કયું પદ ફાળવવામાં આવ્યું છે તેની પણ માહિતી અપાઈ હતી.
છેલ્લા પાંચ વર્ષમાં (UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2020 થી 2024), અનામત શ્રેણીઓમાંથી IAS, IPS અને IFS માં સીધી ભરતી દ્વારા સેવા ફાળવવામાં આવેલા કુલ ઉમેદવારોની સંખ્યા IAS માં, OBC વર્ગના 245, SC વર્ગના 135 અને ST વર્ગના 67 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી.
કઈ પોસ્ટ માટે કેટલા લેવાયા
IPS માં, OBC વર્ગમાંથી 255, SC વર્ગના 141 અને ST વર્ગના 71 ઉમેદવારો ભરાયા હતા. તે જ સમયે, IFS માં OBC ના 231, SC વર્ગના 95 અને ST વર્ગના 48 ઉમેદવારો ચૂંટાયા હતા. ત્રણેય સેવાઓમાં OBC ના 731, SC વર્ગના 371 અને ST વર્ગના 186 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
સિવિલ યાદીના આધારે, 01 જાન્યુઆરી 2025 સુધીની વર્તમાન પરિસ્થિતિ અનુસાર, IAS, IPS અને IFS માં કેડર મુજબ ખાલી જગ્યાઓનો ડેટા જુઓ. તેમાંથી, ભારતીય સિવિલ સર્વિસ (IAS) માં કુલ 1300 જગ્યાઓ ખાલી છે. ભારતીય પોલીસ સેવા (IPS) માં 505 જગ્યાઓ ખાલી છે. તે જ સમયે, IFS માં સૌથી વધુ 1029 જગ્યાઓ ખાલી રહી છે.
IAS માં 6,877 મંજૂર જગ્યાઓની સામે 1,300 અધિકારીઓની અછત છે. IPS માં 5,099 જગ્યાઓ સામે 505 અધિકારીઓની અછત છે. IFS માં 3,193 મંજૂર જગ્યાઓની સામે 1,029 અધિકારીઓની અછત છે.
