ઇસ્લામાબાદમાં જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી હુમલો: 31 લોકોના મોત, 170 ઘાયલ, ઇમરજસી જાહેર
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. સુસાઇડ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં 31 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ પછી સાવચેતીના પગલા તરીકે, ઇસ્લામાબાદમાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કેઆ આત્મઘાતી હુમલો છે. આ મસ્જિદ શિયા મુસ્લિમોની છે.
સોશિયલ મીડિયા પર બ્લાસ્ટ પછી ઘટના સ્થળની તસવીરો સામે આવી હતી જેમાં લોકોના શરીરના ભાગો વિખરાયેલા પડેલા દેખાય છે. પોલીસ અને સેનાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક મીડિયા પ્રમાણે, બ્લાસ્ટ કસર-એ-ખાદીજાતુલ કુબ્રા મસ્જિદમાં થયો હતો જેને ઇસ્લામાબાદની બડા મસ્જિદ પણ કહેવામાં આવે છે. ઘટનાના વીડિયો ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો ભાગતા દેખાઈ રહ્યા છે.
એક શખ્સે મસ્જિદના ગેટ પર પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. ઇસ્લામાબાદ પોલીસ અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી.
