વૈશ્વિક પત્રકારત્વ માટે ‘બ્લેક ડે’: વોશિંગ્ટન પોસ્ટે એક સાથે 300 પત્રકારોને છૂટા કરી દેતાં હાહાકાર, શશી થરૂરના પુત્રની પણ છટણી
અમેરિકાના પ્રખ્યાત અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા એકસાથે 300 થી વધુ પત્રકારોની છટણી કરવામાં આવતા પત્રકાર વિશ્વ સ્તપ્ત બની ગયું છે. કોઈ અખબારમાંથી એક સાથે આટલા કર્મચારીઓને છૂટા કરી દેવાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે.આ છટણીને કારણે આ નામાંકિત અખબારના આંતરરાષ્ટ્રીય વિભાગ, વિદેશી બ્યુરો, સ્થાનિક રિપોર્ટિંગ ટીમો, સ્પોર્ટ્સ ડેસ્ક અને બિઝનેસ વિભાગને ગંભીર અસર પહોંચવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
છૂટા કરાયેલા પત્રકારોમાં કોંગ્રેસના સંસદ શશી થરોના પુત્ર ઈશાન થરુર અને ન્યુ દિલ્હીના બ્યુરો ચીપ પ્રાંશુ વર્માનો પણ સમાવેશ થાય છે.ઈશાન થરુર વોશિંગ્ટન પોસ્ટના સિનિયર ઈન્ટરનેશનલ કોલમિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા.આ ઘટનાને અનેક પત્રકારોએ વૈશ્વિક પત્રકારત્વ માટે “બ્લેક ડે” ગણાવ્યો છે.
આ પણ વાંચો :દીકરીના લગ્નની તારીખે જ સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન: જે દિવસે પુત્રીની ડોલી ઉઠવાની હતી તે જ દિવસે પિતાની અર્થી ઉઠી
ઈશાન થરૂરે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેઓ અને આંતરરાષ્ટ્રીય ટીમના મોટાભાગના સહકર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. “ન્યૂઝરૂમ અને વિશ્વભરના સહકર્મચારીઓ માટે દિલ તૂટી ગયું છે. લગભગ 12 વર્ષ સુધી સાથે કામ કરવું ગૌરવની વાત હતી,” તેમ તેમણે જણાવ્યું.
દિલ્હી બ્યુરો ચીફ પ્રણશુ વર્માએ પણ ભાવુક નિવેદન આપતાં કહ્યું કે, “વોશિંગ્ટન પોસ્ટમાં કામ કરવું મારા માટે ગૌરવની વાત હતી. અનેક પ્રતિભાશાળી મિત્રો સાથે આજે વિદાય લેવી પડી.”
આ લેઓફ સામે વિશ્વના વિવિધ કેન્દ્રોમાંથી પ્રતિક્રિયાઓ આવી છે.:યુક્રેન (યુદ્ધ ક્ષેત્ર), બર્લિન, કૈરો અને એશિયા ડેસ્કના પત્રકારોએ આ નિર્ણયને અસમજણભર્યો અને પત્રકારત્વ માટે ઘાતક ગણાવ્યો છે. ઘણા બ્યુરો તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
વિશ્લેષકો માને છે કે આ છટણીથી વોશિંગ્ટન પોસ્ટની વૈશ્વિક રિપોર્ટિંગ ક્ષમતાને ભારે આંચ આવી છે અને મેદાન પરથી થતી વિશ્વસનીય પત્રકારિતાનું ભવિષ્ય વધુ અનિશ્ચિત બન્યું છે.
માર્ટી બેરોનનું તીખું નિવેદન
વોશિંગ્ટન પોસ્ટના પૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર માર્ટી બેરોને આ લેઓફને અખબારના ઈતિહાસના “સૌથી અંધકારમય દિવસોમાંનો એક” ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી જનતાને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે જરૂરી એવી ગ્રાઉન્ડ-લેવલ, ફેક્ટ આધારિત પત્રકારિતાથી વંચિત કરવામાં આવશે. બેરોએ માલિક જેફ બેઝોસ પર પણ પરોક્ષ પ્રહાર કરતાં કહ્યું કે ઉપરથી લેવામાં આવેલા ખોટા નિર્ણયો કારણે અખબારની વિશ્વસનીયતા અને બ્રાન્ડને ભારે નુકસાન પહોંચ્યું છે.
