Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

કચ્છની કલગીમાં નવું પીંછું: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ને મળ્યો આંતરરાષ્ટ્રીય રામસર સાઇટનો દરજ્જો,પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

Sat, January 31 2026

કચ્છના ગૌરવમાં વધારો થયો છે. કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ‘છારી-ઢંઢ પક્ષી અભયારણ્ય’ને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે છારી-ઢંઢ ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ માન્યતા પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા અને વેટલેન્ડ સંવર્ધનના ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખને વધુ મજબૂત બનાવે છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, રામસર દરજ્જાથી છારી-ઢંઢનું દીર્ઘકાળીન સંરક્ષણ સુનિશ્ચિત થશે અને પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન મજબૂત બનશે. સાથે જ, દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવશે. આ માન્યતા રાજ્યના પર્યાવરણીય પ્રયાસોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવે છે.

 મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત દેશમાં વેટલેન્ડ સંરક્ષણમાં અગ્રેસર છે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના અંદાજે 21 ટકા હિસ્સો ગુજરાતમાં આવેલો છે, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. રાજ્યમાં પહેલેથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા રામસર સાઇટ તરીકે માન્યતા ધરાવે છે અને હવે છારી-ઢંઢના ઉમેરાથી આ શ્રેણી વધુ મજબૂત બની છે.

છારી-ઢંઢ વેટલેન્ડ અંદાજે 227 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીં 250થી વધુ પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે. શિયાળામાં સાઇબેરિયા, યુરોપ અને મધ્ય એશિયાથી હજારો પ્રવાસી પક્ષીઓ અહીં આવે છે. આ વિસ્તાર માત્ર પક્ષીઓ માટે જ નહીં, પરંતુ ચિંકારા, રણ લોમડી, કેરેકલ અને વરુ જેવા વન્યજીવો માટે પણ મહત્વપૂર્ણ આશ્રયસ્થાન છે.

રામસર સાઇટનો દરજ્જો મળવાથી કચ્છમાં ઇકો-ટૂરિઝમ, સ્થાનિક રોજગારી, પર્યાવરણ જાગૃતિ અને સમુદાયની સહભાગિતામાં વધારો થશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વૈવિધ્યતા જાળવવા પ્રતિબદ્ધ છે, જેનું ઉત્તમ ઉદાહરણ છારી-ઢંઢને મળેલી આ આંતરરાષ્ટ્રીય માન્યતા છે.

નામની સાર્થકતા અને ભૌગોલિક મહત્વ

કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે 227 ચોરસ કિલોમીટર (22,700 હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદભૂત નિવસનતંત્ર ધરાવે છે. વર્ષ 2008માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :Union Budget 2026: કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર થવાની શક્યતા: સામાન્ય લોકો માટે TDS સરળ બનાવી શકાય છે

ગુજરાતની અન્ય 4 રામસર સાઇટ

·  નળસરોવર પક્ષી અભયારણ્ય – અમદાવાદ અને સુરેણદ્રનગર જિલ્લાઓમાં આવેલું, ગુજરાતનું સૌથી જાણીતું વેટલેન્ડ

·  થોળ લેક પક્ષી અભયારણ્ય – મહેસાણા જિલ્લાની નજીક આવેલું મહત્વપૂર્ણ પ્રવાસી પક્ષી કેન્દ્ર

·  ખીજડીયા પક્ષી અભયારણ્ય – જામનગર જિલ્લામાં આવેલું, દરિયાઈ અને મીઠાં પાણીનું અનોખું વેટલેન્ડ

·  વઢવાણા તળાવ (વઢવાણા વેટલેન્ડ) – વડોદરા જિલ્લામાં આવેલું મહત્વપૂર્ણ પક્ષી આશ્રયસ્થાન

Share Article

Other Articles

Previous

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ નાણામંત્રી નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા: થોડીવારમાં દેશનું બજેટ રજૂ કરશે

Next

સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી: અજિત પવારના નિધનના ચોથા દિવસે શપથ ગ્રહણ કર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ભારતને વૈશ્વિક બાયો ફાર્માનું કેન્દ્ર બનાવવા માટે ₹10,000 કરોડની ફાળવણી
16 મિનિટutes પહેલા
Union Budget 2026: નાણામંત્રીના નવ બજેટ 9 સાડી, ખાસ સંદેશ આપે છે નિર્મલા સિતારમણની સાડી, જુઓ બજેટ લુક
23 મિનિટutes પહેલા
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું બજેટ, કહ્યું, 12 વર્ષથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે, વિકાસ દર વધવાથી ગરીબી ઘટી છે
42 મિનિટutes પહેલા
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ નાણામંત્રી નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા: થોડીવારમાં દેશનું બજેટ રજૂ કરશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2833 Posts

Related Posts

રાજકોટમાં ગેરકાયદે બાંધકામમાં ‘સાથ’ આપનાર એક આર્કિટેક્ટનું લાયસન્સ સસ્પેન્ડ : 19 રડારમાં,નોટિસ ફટકારી જવાબ મંગાયો
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
ગલવાન અથડામણ બાદ પહેલીવાર ચીન જશે PM મોદી : SCO સમિટમાં લેશે ભાગ, ટ્રેમ્પની ટેરિફની ધમકીઓ વચ્ચે વડાપ્રધાનનો મોટો નિર્ણય
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
બ્રિટનમાં વંશીય અશ્વેત અને વંશીય લઘુમતી વર્ગના 87 સાંસદો ચૂંટાયા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
બિહાર, બંગાળ સહિત 7 રાજ્યોની વિધાનસભાની 13 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર