Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

મહાશિવરાત્રિના મેળામાં જામશે ભજન-ભોજન-ભક્તિનો રંગ: 2900 પોલીસ જવાનો રહેશે તૈનાત, નાગા સાધુની રવેડીનો રુટ લંબાવાયો, જાણો જુનાગઢના મિનીકુંભની A ટુ Z માહિતી

Fri, January 30 2026

ભક્તિ-ભોજન-ભજનનો ત્રિવેણી સંગમ એટલે જુનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં ભરાતો મહાશિવરાત્રિનો મેળો જ્યાં સમગ્ર ભારતમાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે યોજાનારા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા.

image-X-@sanghaviharsh

11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મહાશિવરાત્રીનો મેળો

આગામી તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે. 

image-X-@sanghaviharsh

આ વર્ષનો મેળો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે

મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ 1.5 કિ.મી. નો હોય છે જેમાં 500 મીટરનો વધારો કરીને આ વર્ષે 2 કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.

image-X-@sanghaviharsh

2900 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવશે

સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

image-X-@sanghaviharsh

શાહી સ્નાન સમયે મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે

રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો :રાજકોટનું ચકચારી ‘ચીકી કૌભાંડ’: ગાંધીનગરના આદેશ બાદ તપાસ પ્રાદેશિક કક્ષાએ સોંપાય, ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ધડાકો

આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. 300 થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે. 

Share Article

Other Articles

Previous

બજેટમાં સિનીયર સિટીઝનને રેલવે ટિકિટમાં મળશે છૂટછાટ? રેલવે મંત્રાલય-નાણા મંત્રાલય વચ્ચે ચર્ચાઃ કોરોના વખતે આ છૂટ સ્થગિત કરવામાં આવી’તી

Next

રાજકોટનું ચકચારી ‘ચીકી કૌભાંડ’: ગાંધીનગરના આદેશ બાદ તપાસ પ્રાદેશિક કક્ષાએ સોંપાય, ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ધડાકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
Budget 2026: જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે,WHOના સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે  
22 મિનિટutes પહેલા
Budget 2026: બજેટમાં રેલ્વેને મોટી ભેટ, નાણામંત્રીએ દિલ્હી-વારાણસી સહિત 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોરની કરી જાહેરાત, જાણો કયા છે રુટ  
43 મિનિટutes પહેલા
Budget 2026: કેન્સર અને ડાયાબિટીસની સારવાર થશે સસ્તી, ‘બાયોફાર્મા શક્તિ’માટે ₹10,000 કરોડના રોકાણની નાણામંત્રીએ કરી જાહેરાત
1 કલાક પહેલા
ભારતને વૈશ્વિક બાયો ફાર્માનું કેન્દ્ર બનાવવા માટે ₹10,000 કરોડની ફાળવણી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2836 Posts

Related Posts

દમણથી 2 કન્ટેનર ભરી રૂ.77 લાખનો દારૂ રાજકોટ પહોંચે તે પહેલાં જ પકડાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
માલવાહક જહાજ અથડાયા બાદ મહાકાય બ્રીજ તૂટી પડ્યો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
આજનો હરખ : ચોમાસાના વધામણા
રાજકોટ
2 વર્ષ પહેલા
અમારા બંનેની વચ્ચે આવીશ તો…પરપૂરૂષ સાથે વાત કરવાની ના કહેતા પુત્રવધુએ સાસૂને પાટીયાથી ફટકાર્યા,રાજકોટની ઘટના
ક્રાઇમ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર