વર્ષમાં 5 વખત ટ્રાફિકના નિયમ તોડશો તો ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ: કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમોમાં કર્યા ફેરફાર
ટ્રાફિકના નિયમોનું વારંવાર ઉલ્લંઘન હવે કોઈ પણ વ્યક્તિનું ડ્રાઈિંવગ લાઈસન્સ સસ્પેન્ડ કરાવી શકે છે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે તાજેતરમાં મોટર વાહન નિયમોમાં સુધારો કર્યો છે અને નવા નિયમો અનુસાર, જો કોઈ પણ વાહનચાલક એક વર્ષમાં પાંચ વખત ટ્રાફિકના નિયમો તોડશે તો તેનું ડ્રાઈિંવગ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આવું સસ્પેન્શન ત્રણ માસ માટે રહેશે. લાઈસન્સ સસ્પેન્ડ કરવાની સત્તા જે તે આર.ટી.ઓને આપવામાં આવી છે. આ નવા નિયમોનો અમલ પણ પહેલી જાન્યુઆરીથી શરુ થઇ ગયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આનો હેતુ વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ડ્રાઇવરોને રોકવાનો છે. નવા નિયમોમાં જોગવાઈ છે કે જો તમે વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાઓ છો, તો તમારું ડ્રાઇિંવગ લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાય છે. લાઈસન્સ સસ્પેન્શનનો અર્થ એ છે કે તમને ત્રણ મહિના માટે ડ્રાઇિંવગ કરવાથી પ્રતિબંધિત કરી શકાય છે. લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લાઇસિંન્સગ ઓથોરિટી, જેમ કે પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા લેવામાં આવશે.
કેન્દ્ર સરકારે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું. તેમાં જણાવાયું છે કે આ નિયમ 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે. આ અંતર્ગત, જો કોઈ વાહનચાલક વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત મોટર વાહન અધિનિયમ ( એક્ટ) અથવા તેના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેનું ડ્રાઇિંવગ લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાય છે. તે એ પણ સ્પષ્ટ કરે છે કે પાછલા વર્ષ દરમિયાન કરવામાં આવેલા ગુનાઓને આગામી વર્ષના ગુનાની ગણતરીમાં ગણવામાં આવશે નહીં. એટલે કે, દર વર્ષે નવી ગણતરી કરવામાં આવશે.
આ પણ વાંચો :આજે વસંત પંચમી: ભોજશાળામાં પ્રાર્થના કરવા બંને સમુદાયોને સુપ્રીમની લીલીઝંડી,પૂજા અને નમાજ એક જ પરિસરમાં થશે
અગાઉ, ડ્રાઇિંવગ લાઇસન્સ નિયમોમાં 24 આધારો સૂચિબદ્ધ હતા જેના આધારે લાઇસિંન્સગ અધિકારી ડ્રાઇિંવગ લાઇસન્સ સસ્પેન્ડ કરી શકતા હતા. આમાં વાહન ચોરી, મુસાફરો પર હુમલો કરવો, મુસાફરોનું અપહરણ કરવું, નિર્ધારિત ગતિ મર્યાદાથી વધુ વાહન ચલાવવું, ઓવરલોિંડગ અને જાહેર સ્થળે વાહન છોડી દેવાનો સમાવેશ થાય છે. આ નિયમો એટલા માટે લાગુ કરવામાં આવ્યા હતા કારણ કે તે “જાહેર જનતા માટે મુશ્કેલી અથવા જોખમનું કારણ બને છે.” હવે, નવા નિયમ હેઠળ, હેલ્મેટ ન પહેરવા, સીટ બેલ્ટ ન પહેરવા અને લાલ લાઇટ કૂદવા જેવા પાંચ કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાથી પણ ડ્રાઇિંવગ લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.
હાઇ-વે મંત્રાલયના જાહેરનામામાં ટ્રાફિક ચલણ જારી કરવા, તેનું સંચાલન કરવા અને ચૂકવણી કરવા માટેની પ્રક્રિયાઓનો પણ ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે કોઈપણ ગણવેશધારી પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કોઈપણ અન્ય અધિકારી ભૌતિક અથવા ઇલેક્ટ્રોનિક ચલણ જારી કરશે. ઇ-ચલણ પણ ઓટો-જનરેટ થઈ શકે છે. ઉલ્લંઘન કરનારાઓ પાસે ચલણ ચૂકવવા અથવા પડકારવા માટે 45 દિવસનો સમય હશે. જો ચલણને 45 દિવસની અંદર પડકારવામાં નહીં આવે, તો તે ગુનેગાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે તેમ માનવામાં આવશે. આવા કિસ્સામાં, તેમણે 30 દિવસની અંદર દંડ ચૂકવવો પડશે. જો ચલણને પડકારવામાં આવે છે, તો સંબંધિત અધિકારીએ 30 દિવસની અંદર તેનો ઉકેલ લાવવો પડશે. જો આ સમયમર્યાદાનું પાલન કરવામાં નહીં આવે, તો ચલણ રદ કરવામાં આવશે.
