Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

જસદણ છ વર્ષની બાળકી પર દુ*ષ્કર્મનો મામલો: નરાધમનો ચહેરો વિડીયો સ્ક્રીન ઉપર આવ્યો’ને બાળકીએ ઓળખી બતાવ્યો

Mon, January 19 2026

જસદણ તાલુકામાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને જાતીય અત્યાચારના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ફરિયાદના 40 જ દિવસમાં કેસ ચલાવીને આરોપીને ફાંસીની સજા ફટકારી તેમાં રાજકોટ જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર, સરકારી વકીલ અને ન્યાયાલયના સંયુક્ત પ્રયાસોથી આ કેસની ટ્રાયલ ઝડપથી ચલાવી દાખલારૂપ કામગીરી કરવામાં આવી છે.

જસદણ તાલુકામાં છ વર્ષ આઠ માસની બાળકી સાથે જાતીય દુર્વ્યવહારની એફ.આઈ.આર. 40 દિવસ અગાઉ દાખલ થઈ હતી. એ પછી રેન્જ આઈ.જી. અશોક યાદવની સૂચના મુજબ, જિલ્લા પોલીસ વડા  વિજયિંસહ ગુર્જરના નેતૃત્વમાં પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી હતી. સી.સી.ટી.વી. કેમેરા, હ્યુમન સોર્સિસ તથા ટેક્નિકલ સોર્સિસથી આરોપીની શોધ હાથ ધરાઈ અને વિવિધ ટીમોએ કામે લાગી 200 શકમંદોની પૂછપરછ કરીને મુખ્ય આરોપી રેમસીંગ ઉર્ફે રામસીંગ તેરસીંગ ડુડવા (ઉ.32, ધંધો મજૂરી, રહે. કાનપર ગામની સીમ)ની અટકાયત કરી હતી. ધોરાજી એ.એસ.પી. સીમરન ભારદ્વાજ અને તપાસ ટીમોએ આરોપી તથા પીડિતાના મેડિકલ ટેસ્ટ તથા અન્ય જરૂરી રિપોર્ટ ટૂંક સમયમાં જ મેળવ્યા હતા અને પોલીસે 12 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

બીજી તરફ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ-જિલ્લા કલેક્ટરડૉ. ઓમ પ્રકાશે આ કેસમાં જસદણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કમ મામલતદાર આઈ.જી. ઝાલાને આરોપીની ઓળખ પરેડ સહિતની કામગીરી સત્વરે હાથ ધરીને કેસને આગળ વધારવા જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. જે મુજબ, જસદણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. આ અંગે જસદણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કમ મામલતદાર  આઈ.જી. ઝાલાના જણાવ્યા પ્રમાણે, આ કેસ ઘણી રીતે પડકારરૂપ હતો અને ઘણી બાબતો પ્રયોગાત્મક અને પ્રથમવાર થઈ છે.

આ પણ વાંચો :પોલીસનો RMCને જવાબ, અમારા પાસે હાલ પૈસા નથી, આવતાં વર્ષે વેરો ભરશુ! મહાપાલિકા સરકારી તંત્ર સામે ચૂપ

ઘટના પછી બાળકી એકદમ ડરી ગયેલી, ગભરાયેલી હતી. બાળકીને વાંચતા, લખતા નથી આવડતું તેમજ તે રંગ કે સંખ્યા ઓળખી શકતી નથી. બાળકી કોર્ટ સમક્ષ જુબાની નહોતી આપી શકતી. આ સ્થિતિમાં આરોપીની ઓળખ પરેડ મુશ્કેલ હતી.

આથી કોર્ટમાં જ વલ્નરેબલ વિટનેસ સેન્ટરમાં ઓળખ પરેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળ માનસને ધ્યાનમાં રાખતા બાળકીને માતા સાથે સાચવીને, પૂરી કાળજી સાથે લાવવામાં આવી હતી. જ્યાં આરોપીને બીજા રૂમમાં બેસાડીને અન્ય રૂમમાં વીડિયો સ્ક્રીન મારફત બાળકીને બતાવવામાં આવ્યો હતો અને બાળકીએ વીડિયો સ્ક્રીન પર આંગળી મુકીને આરોપીની ઓળખ કરી હતી. એ પછી રૂબરૂ ઓળખ માટે સમાન વર્ણનવાળા સાત આરોપીને કોર્ટ પરિસરમાં લવાયા હતા. જો કે બાળકી સીધી આરોપી સામે આવતા ગભરાઈ જતી હતી. આથી સાતેય શકમંદના હાથમાં એક-એક રમકડું આપવામાં આવ્યું હતું. એ પછી બાળકીને ક્યા રમકડાવાળા માણસે તેને હેરાન કરી? એ પ્રકારે પૂછપરછ કરીને આરોપીની ઓળખ કરવામાં આવી હતી. બાળકીએ રમકડાં સાથેના
માણસોને જોઈને, બધામાંથી આરોપીને ઓળખી બતાવ્યો હતો.

ન્યાયિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે કોર્ટમાં પૂરતી લાઇિંટગ વચ્ચે સાંજે ઓળખ પરેડ કરી લેવામાં આવી હતી.
એક રીતે તો, આ કામગીરી એક ઓપરેશન સમાન જ હતી.

કેસ ઝડપથી ચલાવવા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ  એસ. કે. વોરા તથા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર  પી.કે. પટેલ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં ત્રીજા એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ (પોક્સો કોર્ટ) જજ  વી.એ. રાણા સમક્ષ રોજે-રોજ કેસ ચલાવવામાં આવ્યો હતો. એ પછી ચાર્જશીટના 29 દિવસમાં તથા એફ.આઈ.આર.ના 40 દિવસમાં જ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.

જિલ્લા કલેક્ટરડૉ. ઓમ પ્રકાશે આજે સંકલનની મિટિંગમાં જસદણ મામલતદાર  આઈ.જી. ઝાલા તથા તેમની ટીમ, જિલ્લા પોલીસવડા  વિજયિંસહ ગુર્જર તેમજ સંકલનમાં કામગીરી કરનારા તમામને બિરદાવ્યા હતા. જિલ્લા કલેક્ટરએ આ કેસમાં હાથ ધરાયેલી ઝડપી ન્યાયિક પ્રક્રિયાને એક કેસ સ્ટડી સમાન ગણાવ્યો હતો. જો ખંત અને સમર્પણભાવ હોય તો પડકારો વચ્ચે પણ કોઈપણ કામ કેવી રીતે આગળ વધારીને પૂર્ણ કરી શકાય તેના માટે આ કેસમાં થયેલી કામગીરીને તેમણે ઉદાહરણરૂપ ગણાવી હતી.

Share Article

Other Articles

Previous

એસ.ટી.બસમાં ટિકિટનું રિફંડ માંગી મહિલા કંડક્ટર સાથે ફડાકાવાળી: મહિલા અને પુરુષ સામે નોંધ્યો ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો

Next

હર્ષ સંઘવી દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કરશે: ઉદ્યોગપતિઓ-નેતાઓ સાથે હાઈ-લેવલ બેઠકો યોજાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
કોહલી-રોહિતને ગ્રાઉન્ડ પર રમતા જોવા માટે જોવી પડશે રાહ! છ મહિના પછી વન-ડે મેચ રમવા ઉતરશે, એ પહેલાં IPL રમશે
45 મિનિટutes પહેલા
ચારધામ યાત્રા દરમિયાન રિલ્સ બનાવવા પર પ્રતિબંધ: કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ
55 મિનિટutes પહેલા
રાજકોટ આવી રહેલી એસ.ટી બસ સાથે ફોર્ચ્યુનર અથડાઇ: ભાજપના નેતાના પુત્રનું મોત, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાની આશંકા
1 કલાક પહેલા
એસ.ટી.બસમાં ટિકિટનું રિફંડ માંગી મહિલા કંડક્ટર સાથે ફડાકાવાળી: મહિલા અને પુરુષ સામે નોંધ્યો ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2798 Posts

Related Posts

ફાઈનલની ટિકિટ કપાવવા આજે ટકરાશે રાજસ્થાન-હૈદરાબાદ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
મણિપુર હિંસા: રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નીતિશ-સુંદરે ઓસ્ટ્રેલિયન બોલરોની ‘હવા’ કાઢી નાખી !!
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
રૈયાગામમાં જૂના ઝગડાનો ખાર રાખી કાકા-ભત્રીજા પર ત્રિપુટીનો  હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર