નાના હાથ, મજબૂત મુક્કા: લિટલ માસ્ટર પ્લે હાઉસના 14 બાળકોએ મેળવી કરાટેમાં બ્લેક બેલ્ટની સિદ્ધિ કરી હાંસલ
રાજકોટ શહેરના કોટેચા ચોક નજીક, નિર્મલા સ્કૂલ રોડ પર છેલ્લા 10 વર્ષથી કાર્યરત `લિટલ માસ્ટર પ્લે હાઉસ’ ખાતે તાજેતરમાં કરાટે ચેમ્પિયનશિપ માટે બ્લેક બેલ્ટની કસોટી યોજાઈ હતી. આ કઠિન પરીક્ષામાં પ્લે હાઉસના 14 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પાસ થઈને બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે અને રાજકોટનું નામ રોશન કર્યું છે.

જાપાન ફેડરેશન સાથે સંલગ્ન તાલીમ આપવામાં આવે છે.આ તાલીમ અને પરીક્ષા ARAKAWA STANLEY WADOKAI INDIA (ગુજરાત બ્રાન્ચ) દ્વારા લેવામાં આવી હતી, જે જાપાન કરાટે ડો ફેડરેશન (JKF) સાથે સંલગ્ન છે. વિદ્યાર્થીઓએ માર્શલ આર્ટ્સની પ્રખ્યાત `JKF WADOKAI’ શૈલીમાં આ સિદ્ધિ મેળવી છે.

આ સંસ્થાનું ઇન્ડિયાનું હેડક્વાર્ટર ચેન્નાઈ ખાતે આવેલું છે અને તેના મુખ્ય ઇન્સ્ટ્રક્ટર (Chief Instructor) સેન્સી ડોનાલ્ડ ટાયસન (5th DAN JKF Black Belt) ના માર્ગદર્શન હેઠળ આ આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાત બ્રાન્ચમાં ભૂમિકા રાઠોડ અને માનવ રાઠોડ દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા.

પ્રથમ ડિગ્રી મેળવવામાં સફળ થયેલા વિદ્યાર્થીઓમાં 1st Dan Black Beltઃ પાદરિયા દ્રષ્ટિ જી., રૂપાપરા જેની એમ., હિરપરા સિયા આર., ધુલિયા વિશ્વ પી., ધુલિયા પર્વ પી., ચૌહાણ નિર્વી આર., મોદાસિયા મનિત એમ., મોદાસિયા નિમિત એમ., વ્યાસ રક્ષિતા એસ., રાવલ પર્વ આર., ગામઢા હીર વી. જ્યારે 2nd Dan Black Beltમાં ગરાળા માધવી અને કસુંદ્રા રિયા એન.છે.
આ પણ વાંચો :રાજકોટ કોંગ્રેસનું જમ્બો માળખું: 9 ઉપપ્રમુખ, 21 મહામંત્રી, જૂથવાદ ન દેખાય એટલે બધાને સમાવવાનો પ્રયાસ
શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે રમતગમતનો સંગમ અહીં થાય છે.લિટલ માસ્ટર પ્લે હાઉસમાં છેલ્લા 5 વર્ષથી બાળકોને કરાટેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. પ્રિન્સિપાલ મમતા રતનઘારીયા અને મેઘના રાવલના કુશળ માર્ગદર્શન હેઠળ અહીં માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ-અલગ એક્ટિવિટીઝ ચલાવવામાં આવે છે. આ સફળતા બદલ તમામ વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
