Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

જમીન મહેસુલના અટપટા 16 કાયદાના સ્થાને એક જ કાયદો: લેન્ડ રેવન્યૂ એક્ટ અંગે ફેર વિચાર કરવા ગુજરાત સરકારે કમિટી રચી

Fri, January 9 2026

રાજ્યના જમીન મહેસુલને લગતા જુદા જુદા અટપટા કાયદાઓના સ્થાને રાજ્ય સરકાર એક જ અમ્બે્રલા એકટ લાવવાનું વિચારી રહી છે. આમ તો આ કવાયત અગાઉ શરુ કરવામાં આવી હતી પરંતુ તે આગળ વધી શકી ન હતી પરંતુ હવે તે આ મામલે ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. આ માટે સરકારે એક કમિટીની રચના પણ કરી છે.

કાયદામાં ફેરફાર અંગેની શક્યતા તપાસવા માટે સરકારે  નિવૃત્ત આઇએએસ અધિકારી સી.એલ. મીનાના અધ્યક્ષપદે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીને મહેસૂલ વિભાગના તમામ કાયદાઓ, નિયમો અને ઠરાવોની વ્યાપક સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત, બિલ્ડરો, વકીલો અને વિવિધ એસોસિએશનોની રજૂઆતોને ધ્યાને રાખીને જરૂરી સુધારા

સૂચવવાનું પણ જણાવાયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર રાજ્યના જટિલ મહેસૂલી વહીવટને સુવ્યવસ્થિત કરવા માટે એક સર્વગ્રાહી ગુજરાત લેન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્ટ  લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવિત અમ્બે્રલા એક્ટ  હાલમાં અમલમાં રહેલા 16 જેટલા મહેસૂલ સંબંધિત કાયદાઓનું સ્થાન લેશે.

આ પણ વાંચો :દંપતિ ફાઇવ સ્ટાર હોટલના રૂમમાં હતું ત્યારે…ઉદયપુરમાં કપલની પ્રાઈવસીના ભંગ બદલ હોટેલ લીલા પેલેસને 10 લાખનો દંડ

તાજેતરની બે દિવસની બેઠક બાદ કમિટીએ તારણ કાઢ્યું હતું કે, જમીન અને મહેસૂલની બાબતો માટે અલગ-અલગ અનેક કાયદાઓ હોવાથી પ્રક્રિયામાં જટિલતા વધે છે અને વારંવાર કાયદાકીય વિવાદો સર્જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચર્ચા દરમિયાન એવું અનુભવાયું કે એક ડઝનથી વધુ એક્ટ હોવાને કારણે અમલીકરણમાં મુશ્કેલી અને લિટિગેશન (કોર્ટ કેસો) વધે છે. તેથી, હાલમાં અમલમાં રહેલા અંદાજે 16 કાયદાઓની જોગવાઈઓને સમાવીને એક જ કાયદો બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.

પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય જમીન રેકોર્ડ, મહેસૂલ વહીવટ અને સંબંધિત પ્રક્રિયાઓને એક જ વૈધાનિક માળખા હેઠળ લાવવાનો છે. આનાથી મહેસૂલ શાસન વધુ કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિકલક્ષી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં પણ આવો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યારે તે દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી. હવે સરકાર આ બાબતે મક્કમ જણાય છે.

ક્યા કાયદા બદલાશે

  • ગુજરાત લેન્ડ રેવન્યૂ કોડ, 1879
  • ગુજરાત ખેત ગણોત અને ખેતીની જમીનનો ધારો, 1948
  • સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત પતાવટ અને ખેતીની જમીનનો વટહુકમ, 1949
  • ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ્સ એક્ટ, 1958
  • સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મ્સ એક્ટ, 1951
  • સૌરાષ્ટ્ર એસ્ટેટ એક્વિઝિશન એક્ટ, 1952
  • મામલતદાર કોર્ટ એક્ટ, 1905
  • ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ, 1890
  • ગુજરાત કોર્ટ ઓફ વોર્ડ્સ એક્ટ, 1963
  • ગુજરાત એગ્રીકલ્ચર લેન્ડ સીિંલગ એક્ટ, 1960
  • જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (લેન્ડ ગે્રિંબગ) એક્ટ, 2020
  • ગુજરાત પ્રિવેન્શન ઓફ ફ્રેગમેન્ટેશન એન્ડ ક્નસોલિડેશન ઓફ હોિંલ્ડગ્સ એક્ટ, 1947
  • રજિસ્ટ્રેશન એક્ટ, 1908
  • ગુજરાત સ્ટેમ્પ એક્ટ, 1958
  • અશાંત ધારો, 1991
  • ટ્રેઝર ટ્રોવ એક્ટ, 1878

Share Article

Other Articles

Previous

જે લોકોએ સોમનાથની મુલાકાત લીધી હોય તેઓ પોતાના ફોટા શેર કરે… PM મોદીએ પોતાના ફોટા કર્યા શેર, લોકોને કરી અપીલ

Next

ઈરાનમાં વિદ્રોહ બેકાબુ, દેખાવકારોએ તહેરાન ઘેરી લીધું, એર સ્પેસ બંધ કરી દેવાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ: 27 PIની બદલી, દાણીલીમડા-દરિયાપુરના PIને કંટ્રોલરૂમમાં ધકેલાયા
13 કલાક પહેલા
હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો: સૌરાષ્ટ્ર હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યુ, દવાઓના વેચાણમાં તોતિંગ ઉછાળો
13 કલાક પહેલા
દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ
13 કલાક પહેલા
‘The wedding of Virosh’: રોયલ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા રશ્મિકા મંદાના-વિજય દેવેરકોંડા, એરપોર્ટ પર કપલ થયું સ્પોટ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2918 Posts

Related Posts

સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડની હત્યા ?? 
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
યુધ્ધને પગલે વડાપ્રધાન મોદીએ ઈમોશનલ થઈને શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મણીપુરના મુખ્યમંત્રીને હિંસાના દોઢ વર્ષ બાદ દુ:ખ થયું અને જનતાની માફી માંગી !
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટનો કેયુર વાઘેલા વર્લ્ડ ઓફ ડાન્સમાં ચમક્યો: માધુરી દીક્ષિત,સુનિલ શેટ્ટી,રેમો ડિસોઝાએ આપ્યું છે સ્ટેન્ડિંગ ઓવેશન
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર