IND vs PAK: વર્ષ 2026માં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાઇ શકે છે,જાણો મેચ ક્યારે અને ક્યાં રમાઈ શકે છે
ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન ઉપર ગમે તે મુકાબલો હોય તે આપોઆપ હાઈવોલ્ટેજ બની જાય છે. તાજેતરમાં જ અન્ડર-19 એશિયા કપ અને તેના પહેલાં સીનિયર મેન્સ એશિયા કપમાં બન્ને ટીમ વચ્ચે રમાયેલો મુકાબલો ચર્ચાસ્પદ રહ્યો હતો. હવે 2026માં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ વખત ટક્કર થઈ શકે છે.
બન્ને દેશ વચ્ચે તણાવને કારણે ક્રિકેટ ટીમ દ્વિપક્ષીય શ્રેણી રમતી નથી. આઈસીસી અને એસીસી ટૂર્નામેન્ટમાં જ હવે બન્ને આમને-સામને હોય છે. આ વર્ષે કુલ ત્રણ વખત બન્ને ટીમ વચ્ચે મેચ રમાઈ શકે છે. ભારત-પાકિસ્તાન ટીમ વર્ષ-2026માં બે મેચમાં રમશે તે નક્કી છે. અન્ડર-19 વર્લ્ડકપ 15 જાન્યુઆરીથી શરૂ થશે જેમાં ભારત-પાકિસ્તાન અલગ-અલગ ગ્રુપમાં છે જેથી નોકઆઉટ રાઉન્ડમાં બન્ને રમી શકે છે.
આ પણ વાંચો :બેંગલુરુમાં ગેરકાયદે બ્લાસ્ટિંગે વન્યજીવોનો ભોગ લીધો : સગર્ભા માદા સહિત 4 દીપડાના કરુણ મોત
પુરુષ ટી-20 વર્લ્ડકપમાં બન્ને વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ટક્કર થશે. સુપર-8માં પણ ભારત-પાકિસ્તાન અલગ-અલગ ગ્રુપમાં હોવાથી સેમિફાઈનલમાં આમને-સામને આવી શકે છે. આ પછી મહિલા ટી-20 વર્લ્ડકપ-2026માં ભારત-પાકિસ્તાન વચ્ચે 14 જૂને બર્મિંઘમમાં મુકાબલો થશે. જ્યારે નોકઆઉટમાં પણ ટક્કર થઈ શકે છે.
