મકરસંક્રાંતિએ કમુરતા ઉતરશે પણ શરણાઇ ગુંજશે નહિ: વર્ષ 2026માં 59 દિવસ વિવાહનાં શુભ મુહૂર્ત
આ વર્ષે 2026માં લગ્ન માટેના કુલ 59 લગ્નમુહૂર્ત આવી રહ્યા છે. 14 જાન્યુઆરીએ કમુરતા ઉતરશે પણ લગ્ન પ્રસંગ માટે એકેય શુભ મુહૂર્ત આવતું નથી. આથી આગામી ફેબ્રુઆરી મહિનાથી શુભ મુહૂર્ત સાથે લગ્નગાળાની સિઝન શરૂ થશે.
વર્ષ 2026નાં ભવ્ય સ્વાગત સાથે શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે શુક્ર ગ્રહનો અસ્ત હોવાને કારણે કમુરતા પછી જાન્યુઆરી મહિનામાં લગ્નગાળો ખિલશે નહીં અને વસંતપંચમી એ પણ શુક્રનો અસ્ત હોય શરણાઈનાં સુર ગુંજશે નહિ. પંચાંગ અનુસાર આ વર્ષે 59 લગ્ન માટેના શુભ મુહૂર્ત આવી રહ્યા છે.
સૌથી વધુ લગ્ન ફેબ્રુઆરીમાં છે તારીખ 5, 6, 8, 10, 12, 14, 19, 20, 21, 24, 24, 26 ત્યારબાદ માર્ચ મહિનામાં તારીખ 2, 3, 4, 7, 8, 9, 11, 12 એમ મુહૂર્ત આવી રહ્યા છે. આ વર્ષે 2026માં અધિક મહિનો હોવાથી પ્રથમ જેઠ મહિનામાં લગ્ન માટે મુહૂર્ત આવતા નથી, બીજા જેઠ મહિનામાં શુભ મુહૂર્ત છે.
