Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં 300 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ પકડાયું: CGSTની ટીમનું મોટું ઓપરેશન,ત્રિપુટીની ધરપકડ, મોટા દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા

Fri, December 26 2025

રાજકોટ શહેરમાં CGSTની ટીમે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. 150 ફૂટ રિંગરોડ પર આવેલા નક્ષત્ર નામના બિલ્ડિંગમાં ચાલતી બોગસ બિલિંગ ફર્મ પર દરોડા પાડીને 300 કરોડથી વધુનું કૌભાંડ પકડી પાડ્યું છે. પ્રાથમિક તબક્કે જ 50 કરોડથી વધુની વેરા શાખ (ટેક્સ ચોરી) ખૂલવા પામી છે. બોગસ બિલિંગ પેઢીના સંચાલકો પૈકીની ત્રિપુટીની ધરપકડ કરાઈ છે. રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ઘટસ્ફોટ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

CGSTના ઉચ્ચસ્તરીય સૂત્રોમાંથી રેઈડ સંદર્ભે પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી મુજબ રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પરના નક્ષત્ર બિલ્ડિંગમાં આવેલી ફર્મમાં બોગસ બિલિંગનું રેકેટ ચાલી રહ્યું હોવાની અધિકારીગણને માહિતી મળી હતી. જે આધારે CGSTના અધિકારીઓ ટીમ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. મહાદેવ પ્રોપરાઈટર તેમજ કુબેર એન્ટરપ્રાઈઝ નામની ફર્મમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં બન્ને પેઢીઓ પરથી બોગસ બિલિંગના વ્યવહારો, ફિઝિકલ તથા ડિજિટલ ડેટા, દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા હતા. સ્ટીલ બાર અને સિમેન્ટના વ્યવસાયકારોને બોગસ બિલો કાઢી આપ્યાનું જાણવા મળી રહ્યું છે.

તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે જ પેઢીઓ દ્વારા 300 કરોડથી વધુની કિંમતના બોગસ બીલો બનાવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ટીમ દ્વારા કઈ કઈ કંપનીઓ, ફર્મને બીલો આપ્યા તે તરફ હવે તપાસનો દૌર લંબાવાયો છે. આરંભિક તપાસમાં જ 300 કરોડના બોગસ બીલો બનાવી સરકારી તિજોરીને 50 કરોડથી વધુનું કારસ્તાન ટેક્સ ચોરી કરાઈ હોવાનું ખૂલવા પામ્યાનું જાણવા મળી રહ્યું છે.બોગસ બિલિંગ આધારે 50 કરોડ જેટલી વેરા શાખ મેળવી લીધાનું ખૂલતા પેઢીના જીલ અમલાણી, વિશાલ મુલીયા અને અજય લાઠિયા નામના ભેજાબાજ ત્રિપુટીને સીજીએસટી ટીમે એરેસ્ટ  કરી છે. ત્રણેયના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો :રાજકોટની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ક્વોલિટી જાણી શિક્ષણમંત્રી ચોંક્યા: ડો.પ્રદ્યુમન વાંઝાએ સમાજ કલ્યાણ અધિકારીને ખખડાવ્યા

રિમાન્ડ દરમિયાન ત્રણેયની પૂછતાછમાં અન્ય કોઈની સંડોવણી કે કેમ ? કઈ કઈ ફર્મ સાથે વ્યવહારો ચાલતા હતા ? સહિતના મુદ્દે ઉંડાણભરી તપાસમાં રેકેટમાં વધુ કોઈના નામ ખૂલવાની શક્યતા પણ સેવાઈ રહી છે. સીજીએસટી દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનથી અન્ય આવા બોગસ બિલિંગવાળા ધંધાર્થીઓ, પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે.

ભાવનગર બાદ રાજકોટ પણ જાણે બની રહ્યું છે બોગસ બિલિંગનું હબ..!!

રાજકોટ શહેરમાં CGSTએ પકડેલા 300 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ પૂર્વે થોડા વખત પહેલાં સ્ટેટ જીએસટી દ્વારા રાજકોટમાંથી 500 કરોડ જેવું બોગસ બિલિંગ રેકેટ પકડી લેવામાં આવ્યું હતું. બોગસ બિલિંગ માટે એક તબક્કે રાજ્યભરમાં કે આંતરરાજ્ય સ્તરે ભાવનગર જિલ્લાનું નામ પંકાયેલું હતું. ભાવનગર પંથકમાંથી મોટા-મોટા રેકેટ પકડાઈ ચૂક્યા છે. રાજકોટ પણ બોગસ બિલિંગ માટેનું હબ બની રહ્યું હોય તેમ રાજકોટમાં ટૂંકાગાળામાં જ 500 બાદ ફરી 300 કરોડનું કૌભાંડ ખૂલ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લુણીવાવ પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં કર્યું રાત્રિરોકાણ : સાદગીપૂર્ણ જીવનશૈલીનો આપ્યો સંદેશ

Next

પીએમ મોદી આજે 20 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી કરશે સન્માનિત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
3 દિવસ પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
3 દિવસ પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
3 દિવસ પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

‘સ્કેમ ૨૦૧૦: ધ સુબ્રત રોય સાગા’ વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે હંસલ મહેતા
Entertainment
2 વર્ષ પહેલા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં COLDPLAY મચાવશે ધમાલ !! જાણો ક્યારે-ક્યાંથી મળશે ટિકિટ?
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
IPL 2025 : શું આશિષ નેહરા જ રહેશે ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ ??  સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહાકુંભકા કયા મતલબ હૈ, સબ ફાલતુ કા ચીજ હૈ; લાલુનું વિવાદિત નિવેદન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર