Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરેન્દ્રનગરના કલેક્ટરની EDના દરોડા બાદ કલાકોમાં જ બદલી: નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી 7 દિવસના રિમાન્ડ પર

Thu, December 25 2025

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર એમ. પટેલને ત્યાં મંગળવારે EDએ હાથ ધરેલી તપાસમાં મોટા ગફલા હાથ લાગ્યાની વાતો ઉભરી છે. EDના દરોડા બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલની કલાકોમાં જ બદલી કરીને જીએડી વિભાગને હવાલે કરી દેવાયા છે. કલેક્ટરનો ચાર્જ ડીડીઓ કે.એસ. યાજ્ઞિકને સોંપાયો છે.

તત્કાલીન કલેક્ટર હજુ ગત ફેબ્રુઆરી માસમાં સુરેન્દ્રનગર મુકાયા હતા. કરોડોના સોલાર પ્રોજેક્ટ મંજૂરી કાંડ કે આવી ગફલતના બેદરકારીમાં છાંટા ઉડ્યાની ચર્ચા છે. કલેક્ટર ઉપરાંત રિમાન્ડ પર રહેલા નાયબ મામલતદાર મોરી, સી.એ. જયરાજસિંહ ઝાલા તથા મયુર ગોહિલ સામે સુરેન્દ્રનગર એસીબીમાં ED દ્વવારા ફરિયાદ નોંધાવાઈ હોવાનું જાણવા મળે છે. હજુ કેટલાક પર સરકાર દ્વવારા સસ્પેન્શનના પગલાં તોડાશે તેવું દેખાઈ રહ્યું છે.

નાયબ મામલતદાર સાત દિવસના રિમાન્ડ પર

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલ તેમજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી (સી.બી.મોરી)ને ત્યાં EDના મંગળવારે પડેલા દરોડાના કેસમાં પ્રથમ દૃષ્ટિએ જ નાયબ મામલતદાર મોરી આરોપી બની ગયા છે. EDએ મોરીની ધરપકડ  કરી બુધવારે અમદાવાદની ખાસ અદાલતમાં 14 દિવસના રિમાન્ડની માગણી સાથે મોરીને રજૂ કરતા બન્ને પક્ષેની દલીલો, રજૂઆતો ધ્યાને લઈ અદાલતે મોરીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરી EDને કસ્ટડી સોંપી છે.

આ પણ વાંચો :દેવાને લીધે આપઘાતનો વિચાર કરતા લોકોની વ્હારે આવશે સંસ્થા: લોકોને દેવામાંથી મુકત કરવા માટે એક અનોખી ઝુંબેશ

EDની ટીમો મંગળવારે વહેલી સવારે સુરેન્દ્રનગરમાં આવી પહોંચી હતી અને કલેક્ટરના બંગલો પર જ છાપો માર્યો હતો. આ ઉપરાંત રેવન્યુ વિભાગનું કામકાજ સંભાળતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ દરોડો પાડ્યો હતો. મોરીના ઘરેથી EDને 67 લાખથી વધુની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત કેટલાક દસ્તાવેજી પુરાવાઓ પણ હાથ લાગ્યા હતા. કલેક્ટરને ત્યાંથી પણ ઘણી ફાઈલો મળી આવી હતી. જમીન સંબંધી ફાઈલો હોવાની વાત છે. સમગ્ર તપાસ પાછળ એવું બહાર આવી રહ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા સોલાર પ્રોજેક્ટ છે. ધ્રાંગધ્રા રણકાંઠા વિસ્તાર, લખતર રોડ તલસાણા, પાટડી, માલવણ નજીકની મોટી જમીનોમાં આ પ્રોજેક્ટોને લઈને મોટો આર્થિક ગફલો થયો અને અંદાજે 1500 કરોડ જેવો આંક હોવાની સંભાવના સાથે તપાસ આવી છે.

કલેક્ટરના પી.એ. રવિરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ તેમજ અન્ય એક સ્થળે એડવોકેટને ત્યાં પણ ED દ્વારા તપાસ કરાઈ છે. એવી વિગતો છે કે વહેલી સવારથી મોડી સાંજ સુધીના સર્ચ ઓપરેશનમાં EDનું ઘણું આપત્તિજનક સાહિત્ય મળ્યું છે. ED દ્વારા અમદાવાદ એસીબીમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. 67 લાખથી વધુની રોકડ મલતા જ તુરંત જ જ નાયબ મામલતદાર મોરીને EDએ ઉઠાવી લીધા હતા અને અમદાવાદ લઈ ગઈ હતી.

આરોપી મોરીને આજે અમદાવાદની EDની સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. આરંભે અદાલત દ્વારા જે તે સ્થળે કોર્ટમાં કેમ પ્રોડ્યુશ ન કરાયા સહિતના સવાલો સાથે EDનો ઉધડો લેવાયો હતો. ED દ્વારા પણ જરૂરી કારણો રજૂ કરાયા હતા. બન્ને પક્ષે દલીલો બાદ મોરીને આગામી તા.1 જાન્યુઆરી સાંજે પાંચ વાગ્યા સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કરાયો હતો. જો કે હજુ સુધી નાયબ મામલતદાર મોરી સિવાય અન્ય કોઈને પૂછતાછ માટે અમદાવાદ લવાયા નથી કે આવી કોઈ કાર્યવાહી થઈ નથી.

આ પણ વાંચો :જામનગરના નિવૃત્ત PI પર ટ્રેનમાં હુમલો કરી લૂંટ ચલાવનાર ઝડપાયો:પંજાબ ભાગે તે પહેલા પોલીસે લીંબડીથી દબોચી લીધો 



EDએ રિમાન્ડ પેપર્સમાં ક્યાંય કોઇ અધિકારીનો ઉલ્લેખ કર્યો નથી

EDએ મોરીને રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કર્યા હતા. મોરી તરફે રોકાયેલા એડવોકેટ નીતિન ગાંધીએ મીડિયાને જણાવ્યા મુજબ રિમાન્ડ પેપરમાં ક્યાંય કોઈ અધિકારી કે કોઈ આવો ઉલ્લેખ કરાયો નથી કે નામ ડિસ્કલોઝ કરાયા નથી. જરૂર પડ્યે વચેટિયા, દલાલ કે આવા સંનિગ્ધો સામે કાર્યવાહી થાય તેવા સંકેતો દર્શાવાયા છે. ED એમદાવાદ એસીબીમાં ફરિયાદ આપી છે. તપાસ સંદર્ભે ED જરૂર પડ્યે સાત દિવસ બાદ વધુ રિમાન્ડ પણ માંગી શકે.

Share Article

Other Articles

Previous

રાજકોટ મેડિકલમાં ઇતિહાસ :24 કલાકમાં એકસાથે 4 કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે બી.ટી સવાણી કિડની હોસ્પિટલનો રેકોર્ડ

Next

ગુજરાત વિધાનસભાનાં નાયબ અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનું પદ ઉપરથી રાજીનામુ : કારણ અકળ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજસ્થાનની ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: 8 કામદારો જીવતા ભૂંજાયા, રેસ્ક્યૂ ટીમને માત્ર હાડપિંજર મળ્યા
36 મિનિટutes પહેલા
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
1 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
2 કલાક પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2896 Posts

Related Posts

ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ફસાઈ : બેરિલ વાવાઝોડાના કારણે એરપોર્ટ પર કામગીરી બંધ, BCCI મોકલશે ચાર્ટર્ડ પ્લેન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કેદારનાથ રોપ- વે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટના બુટલેટરોએ 31 ડિસેમ્બર માટે મંગાવેલો રૂ. 66.78  લાખનો દારૂ પકડાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
તારામાં હિંમત હોય તો હાથ પર બ્લેડથી કાપા મુક : બ્લુવહેલ જેવી બિઝરે ગેઇમ્સએ બાળકોને રવાડે ચડાવ્યા
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર