સોનાનો ભાવ રૂ.3 લાખને આંબી જશે! વર્ષ 2029 સુધીમાં સોનાના ભાવમાં 127% ઉછાળાની અમેરિકાના અર્થશાસ્ત્રીની આગાહી
સોનાના ભાવમાં વૈશ્વિક ઉછાળો આવી રહ્યો છે અને રોજેરોજ ભાવ નવી ટોચે પહોંચી રહ્યા છે ત્યારે અમેરિકી અર્થશાસ્ત્રી એડ યાર્ડેનીની આગાહીને સાચી માનવામાં આવે તો 2029 સુધીમાં સોનાનો ભાવ 127 ટકા ઉછળીને 10 ગ્રામના 3 લાખ થઇ શકે છે.
સોનું સતત રેકોર્ડ હાઇ લેવલ બનાવી રહ્યું છે. હાલ વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 4400 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને ભારતીય બજારમાં સોનું 1,41,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓલટાઇમ હાઇ બોલાય છે. વર્ષ 2025માં સોનાના ભાવ 70 ટકા જેટલા વધ્યા છે. 2025નું વર્ષ સોના માટે ગોલ્ડન યર સાબિત થયા બાદ હવે વર્ષ 2026 કેવું રહેશે તેની અટકળો થવા લાગી છે. અમેરિકાના અર્થશાસ્ત્રી અને દિગ્ગજ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ એડ યાર્ડેની એ વર્ષ 2026માં સોના માટે ચોંકાવનારી આગાહી કરી છે.
તેમનુ માનવું છે, આ દાયકાના અંત સુધી સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી શકે છે. મની ક્નટ્રોલના એક મીડિયા મુજબ, એડ યાર્ડેનીનું કહેવું છે કે, વર્ષ 2029 સુધી સોનાની િંકમત 10,000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સુધી પહોંચી શકે છે. તેમણે અમેરિકાના શેરબજારના સૂચકાંક S&P 500 માટે પણ ઉંચી આગાહી કરી છે.
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ હાલ 4410 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ છે. જો વૈશ્વિક બજારમાં સોનના ભાવ 4410 ડોલરથી વધીને 10000 ડોલર થાય છે, તો તે 127 ટકાની તેજી દર્શાવે છે. એટલે કે સોનાના ભાવ લગભગ અઢી ગણા થઇ જશે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો હાલ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ 1,35,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો વર્ષ 2029 સુધીમાં સોનના ભાવમાં 127 ટકાની તેજી આવે તો, 10 ગ્રામની િંકમત 3.08 લાખ રૂપિયા રેકોર્ડ હાઇ થઇ શકે છે.
ભારત વિશે એડ યાર્ડેની ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઇ જશે તો શેરબજાર નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. તેમનું કહેવું છે કે, તેઓ ભારતમાં રોકાણને પ્રાથમિકતા આપે છે, કારણ કે અહીંના લીગલ અને કોર્પોરેટ સિસ્ટમ તેમણે ચીનની તુલનામાં વધારે મજબૂત અને વિશ્વાસપાત્ર દેખાય છે.
