સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરના ઓર્ડરમાં રાજકોટનો દબદબો! વર્ષ 2025માં ઓનલાઇન ઓર્ડરમાં રાજકોટમાં 10 ગણો વધારો
આજકાલ ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા જવાને બદલે ઓનલાઈન ઓર્ડર કરીને ઘેરબેઠા મગાવવાનું ચલણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પહેલા મેટ્રો સિટીમાં જ આ પ્રકારનું ચલણ હતું પરંતુ હવે નાના અને મધ્યમ શહેરોમાં આ ઓનલાઈન ઓર્ડર વધી રહ્યા છે. ઈન્સ્ટામાર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક ઓર્ડર અંગેના વિશ્લેષણ અનુસાર, 2025 દરમિયાન નાના અને મધ્યમ શહેરોમાં સ્વિગીના ઇન્સ્ટન્ટ ડિલિવરી પ્લેટફોર્મ, ઇન્સ્ટામાર્ટ પર આપવામાં આવેલા ઓર્ડરની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.રિપોર્ટ મુજબ, રાજકોટમાં ઇન્સ્ટામાર્ટ પર આપવામાં આવેલા ઓર્ડરમાં 2025માં વાર્ષિક ધોરણે 10 ગણો વધારો જોવા મળ્યો, જ્યારે લુધિયાણામાં સાત ગણો અને ભુવનેશ્વરમાં ચાર ગણો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય જેમાં ભોપાલ, વારાણસી, લુધિયાણા અને વારંગલનો ક્રમ આવે છે.
પ્લેટફોર્મ પર એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ સૌથી વધુ ઓર્ડર 22 લાખ રૂપિયાનો હતો જેમાં ગ્રાહકે 22 આઈફોન-17, સોનાના સિક્કા, દૂધ, ઈંડા, ફ્રુટ અને ફુદીનાનો સમાવેશ થતો હતો. મુંબઈના એક ગ્રાહકે પણ પ્લેટફોર્મ દ્વારા 15.16 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. બેંગલુરુના એક ગ્રાહકે માત્ર 10 રૂપિયામાં પ્રિન્ટઆઉટનો ઓર્ડર આપ્યો હતો જ્યારે હૈદરાબાદના એક વ્યક્તિએ આઇફોન ખરીદવા પર 4.3 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
દેશભરમાં સૌથી વધુ વારંવાર આવતા ઓર્ડરમાં કઢી પત્તા, દહીં, ઈંડા, દૂધ અને કેળાનો સમાવેશ થાય છે. કોચીના એક ગ્રાહકે આખા વર્ષ દરમિયાન કઢી પત્તા માટે 368 ઓર્ડર આપ્યા હતા.ઇન્સ્ટામાર્ટની માલિકી ધરાવતી સ્વિગીએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ પર મોટાભાગની ગાડીઓ સવારે 7 થી 11 વાગ્યા અને સાંજે 4 થી 7 વાગ્યાની વચ્ચે ભરાયેલી હોય છે.
અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે સોમવાર ગ્રાહકો માટે ભેટ આપવાનો મુખ્ય દિવસ સાબિત થયો છે. બેંગલુરુમાં એક વ્યક્તિએ આખા વર્ષ દરમિયાન ડિલિવરી ભાગીદારોને 68,600ની ટિપ્સ આપી હતી. જુદા જુદા પ્લેટફોર્મ વસ્તુની ઝડપી ડિલિવરી પણ કરે છે. લખનૌમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સના પેકેટ બે મિનિટથી ઓછા સમયમાં ડિલિવર કરવામાં આવ્યા હતા. જ્યારે પુણે અને અમદાવાદમાં સ્માર્ટફોન ત્રણ મિનિટથી ઓછા સમયમાં વપરાશકર્તાઓ સુધી પહોંચ્યા હતા.
એક વ્યક્તિએ 1 લાખના કોન્ડોમ ખરીદ્યા
સ્વિગી ઇન્સ્ટામાર્ટ ઓર્ડર રિપોર્ટ 2025 મુજબ, ચેન્નાઈના એક વ્યક્તિએ આ વર્ષે કોન્ડોમ માટે 1 લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ વ્યક્તિએ કુલ 1,06,398 રૂપિયાના 228 અલગ અલગ કોન્ડોમ ઓર્ડર આપ્યા હતા, ગયા વર્ષે બેંગલુરુના એક વ્યક્તિએ સૌથી વધુ કોન્ડોમ ખરીદ્યા હતા.રિપોર્ટમાં જણાવાયું છે કે દર 1.5 દિવસે, એક વ્યક્તિ કોન્ડોમનો ઓર્ડર આપે છે. દર 127 ઓર્ડરમાંથી એક કોન્ડોમનો હોય છે. સપ્ટેમ્બરમાં કોન્ડોમની ખરીદીમાં 24 ટકાનો વધારો નોંધાયો હતો.
બીજી બાજુ, મુંબઈના એક એકાઉન્ટે રેડ બુલ સુગર ફ્રી પર 16.3 લાખ રૂપિયા ખર્ચ્યા. દરમિયાન, ચેન્નાઈના એક યુઝરે ફક્ત પાલતુ પ્રાણીઓના પુરવઠા પર 2.41 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. નોઈડામાં કોઈએ એક જ ઝટકામાં બ્લૂટૂથ સ્પીકર્સ, એસએસડી અને રોબોટિક વેક્યુમ પર 2.69 લાખ રૂપિયા ખર્ચ્યા. જો તમને લાગે કે તે ઘણું છે, તો હૈદરાબાદના એક યુઝરે એક જ ટેપમાં ત્રણ આઇફોન 17 પર 4.3 લાખ રૂપિયા ખર્ચ્યા. વેલેન્ટાઇન ડે પર ગુલાબના ઓર્ડર પ્રતિ મિનિટ 666 રૂપિયા પર પહોંચી ગયા હતા.
દર સેક્નડે દૂધના ચાર પેકેટ વેંચાયા
વર્ષ-2025માં ભારતે પ્લેટફોર્મ પર પ્રતિ સેક્નડ ચાર પેકેટ દૂધનો ઓર્ડર આપ્યો હતો, આટલા દૂધમાંથી 26,000થી વધુ ઓલિમ્પિક-કદના સ્વિિંમગ પુલ ભરી શકાય. પનીર ચીઝ કરતાં 50%થી વધુ વેચાયું, જ્યારે માખણ અને સ્પ્રેડ નાસ્તાનો મુખ્ય હિસ્સો રહ્યો, દરેક દસ ચીઝ ઓર્ડર માટે નવ માખણ ઓર્ડર આપવામાં આવ્યા હતા. કરી પત્તા, દહીં, ઇંડા, કેળા અને દૂધ ની ખરીદી વારંવાર થાય છે.
