2025ની સુપરફ્લોપ ફિલ્મો, જેને OTT પર મળ્યા જબરદસ્ત વ્યૂઝ: ઇમરજન્સી, વોર-2થી લઈને આ ફિલ્મોએ ડિજિટલ પ્લેટફોર્મ પર મારી બાજી
બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકેલી અનેક ફિલ્મોએ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાકેદાર કમબેક કર્યું છે. રજનીકાંતથી લઈને કંગના રનૌત સુધીના સ્ટાર્સની ફિલ્મોને થિયેટરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો, પરંતુ ડિજિટલ રિલીઝ બાદ દર્શકોએ દિલ ખોલીને સ્વીકારી. જાણીએ એવી ફિલ્મોની યાદી, જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છતાં ઓટીટી પર બની સુપરહિટ
કુલિઃ રજનીકાંતની આ તમિલ એન્ટરટેઇનર ફિલ્મ ઑગસ્ટ મહિનામાં રિલીઝ થઈ હતી. ફિલ્મને લઈને ભારે હાઇપ અને ચર્ચા હતી, પરંતુ રિલીઝ પછી કમાણીમાં ખાસ વધારો ન થયો. રિપોર્ટ્સ મુજબ ફિલ્મ 350 કરોડના બજેટમાં બની હતી અને ભારતીય બોક્સ ઓફિસ પર તેની કમાણી 285.1 કરોડ રહી. પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ આ ફિલ્મને ઓટીટી પર ખૂબ જ વ્યૂઝ મળ્યા.

વોર 2: આ લિસ્ટમાં ઋતિક રોશનની સ્પાય એક્શન ફિલ્મ પણ સામેલ છે. ફિલ્મને લઈને પણ ઘણો હાઇપ હતો. ઋતિક રોશન સ્ટારર આ ફિલ્મ 14 ઑગસ્ટે રિલીઝ થઈ હતી અને તેનું કુલિ સાથે ક્લેશ થયું હતું. બોક્સ ઓફિસ પર ફિલ્મ અસફળ રહી, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તેને શાનદાર વ્યૂઅરશિપ મળી.

માલિકઃ રાજકુમાર રાવની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મનું હાલ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રહ્યું. કોઇમોઇના રિપોર્ટ મુજબ ફિલ્મ 54 કરોડના બજેટમાં બની હતી, પરંતુ બોક્સ ઓફિસ પર ફક્ત 26.36 કરોડની કમાણી કરી શકી. બાદમાં ફિલ્મને પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી, જ્યાં તેને જબરદસ્ત વ્યૂઅરશિપ મળી.
આ પણ વાંચો :“મુજે જાને દો નહીં તો મે જાન દે દુંગી”! રાજકોટ એરપોર્ટ પર મહિલા પેસેન્જરની ધમાલ,સ્ટાફે અંતે મામલો થાળે પાડ્યો

માંઃ કાજોલની આ સુપરનેચરલ ફિલ્મ 27 જૂને રિલીઝ થઈ હતી. સેકનિલ્ક મુજબ ફિલ્મે 36.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદ ફિલ્મ છવાઈ ગઈ અને દર્શકોએ તેને ખૂબ પસંદ કરી.

ધ બંગાળ ફાઇલ્સઃ વિવેક અગ્નિહોત્રીની ફાઇલ્સ ટ્રિલોજીની આ ફિલ્મ આ વર્ષે થિયેટરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની કહાની સચ્ચી ઘટનાઓ પર આધારિત છે. રિલીઝ પહેલાં તેને લઈને ઘણો વિવાદ થયો હતો, છતાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ. બોક્સ ઓફિસ પર ફિલ્મ ખાસ કમાલ ન કરી શકી, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર રિલીઝ થતાં જ તેને દર્શકોનો ભારે પ્રેમ મળ્યો.

આજાદઃ આ લિસ્ટમાં રવીના ટંડનની દીકરી રાશા થડાનીની ડેબ્યૂ ફિલ્મ પણ સામેલ છે. ફિલ્મને લઈને પણ જબરદસ્ત હાઇપ જોવા મળ્યો હતો. અજય દેવગણ પણ ફિલ્મમાં નજર આવ્યા હતા. 17 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થયા બાદ, ફિલ્મ 14 માર્ચે નેટફ્લિક્સ પર આવી, જ્યાં તેને શાનદાર વ્યૂઅરશિપ મળી.

ઇમરજન્સીઃ કંગના રનૌતની આ ફિલ્મનું હાલ પણ એવું જ રહ્યું. 1975ની ઇમરજન્સી પર આધારિત આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખાસ પ્રતિસાદ ન મળ્યો, પરંતુ ઓટીટી પર તેણે ધમાકેદાર પરફોર્મન્સ આપી અને ખૂબ લોકપ્રિય બની.

