ટ્રમ્પના ફોટા વાળી 16 એપસ્ટેઇન ફાઇલો US સરકારની વેબસાઇટ પરથી ગાયબ: જસ્ટિસ ડિપાર્ટમેન્ટની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ
ચકચારી એપ્સ્ટેઇન પ્રકરણમાં દરરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. સરકાર તેની ફાઇલો જાહેર તો કરી રહી છે પણ તેમાં ટ્રમ્પની સંભવિત સંડોવણી ઉપર ઢાંકપીછોડો કરાઇ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને એ આક્ષેપોને સમર્થન આપતી એક ઘટનામાં અમેરિકાના ન્યાય વિભાગના જાહેર વેબપેજ પરથી જેફરી એપ્સ્ટેઇન સંબંધિત દસ્તાવેજોની ઓછામાં ઓછી 16 ફાઇલો ગાયબ થઈ ગઈ છે. આ ફાઇલોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટોગ્રાફ સામેલ હતા.
ગુમ થઈ ગયેલી આ ફાઈલો શુક્રવારે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હતી પણ શનિવારે તે અચાનક અદૃશ્ય થઈ જતાં ભારે આશ્ચર્ય સાથે વિવાદ સર્જાયો છે. તેમાં નગ્ન મહિલાઓ દર્શાવતી પેઇિંન્ટગ્સની છબીઓ અને ક્રેડેન્ઝા સાથે ફોટોગ્રાફ્સની શ્રેણી દર્શાવવામાં આવી હતી. ડ્રોઅરની અંદર અન્ય ફોટાઓ ઉપરાંત, ટ્રમ્પનો એપ્સટિન, મેલાનિયા ટ્રમ્પ અને એપ્સટિનના લાંબા સમયથી સહયોગી ઘિસ્લેન મેક્સવેલ સાથેનો ફોટોગ્રાફ હતો. ન્યાય વિભાગે આ ફાઈલો કેમ દૂર કરવામાં આવી તેનો કોઈ ખુલાસો કર્યો નથી.
આ પણ વાંચો :સંરક્ષણ મંત્રાલયના લેફ્ટનન્ટ કર્નલ 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા: CBIની દિલ્હીમાં મોટી કાર્યવાહી,અધિકારીના પત્ની પણ ફસાયા
આ ફાઈલો દૂર થતાં ન્યાય વિભાગના ઇરાદાઓ અને પારદર્શિતા સામે અનેક સવાલો ઉભા થયા છે. ટ્રમ્પ વહીવટી તંત્ર એપસ્ટેઈન અને તેમની આસપાસના શક્તિશાળી વ્યક્તિઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાઉસ ઓવરસાઈટ કમિટીના ડેમોક્રેટ્સે X પરની એક પોસ્ટમાં ટ્રમ્પનો ફોટો ધરાવતી ગુમ થયેલી છબી તરફ ધ્યાન દોરતાં પૂછ્યું કે, બીજું શું છુપાવવામાં આવી રહ્યું છે? તેમણે ટિપ્પણી કરી કે અમને અમેરિકન જનતા માટે પારદર્શિતાની જરૂર છે.
