સાસણમાં સ્વિમિંગપુલમાં ડૂબી જતાં રાજકોટની નવયુગ સ્કૂલનાં 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત : શાળાના પ્રવાસ દરમિયાન બની ઘટના
શિયાળા દરમિયાન અનેક સ્કૂલો દ્વારા બાળકોને વિવિધ સ્થળોએ પ્રવાસે લઈ જવામાં હોય છે ત્યારે સાસણમાં વિદ્યાર્થીના ડૂબી જવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટની નવયુગ સ્કૂલનાં સાસણ પ્રવાસ દરમિયાન ધી ગીર ગેટ રિસોર્ટનાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. ત્યારે વિદ્યાર્થીના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર આ ઘટના ગીર-સોમનાથ જિલ્લાના સાસણની છે જ્યાં રાજકોટની નવયુગ સ્કૂલના વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું સ્વિમિંગપુલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ધોરણ 8માં અભ્યાસ કરતો 13 વર્ષીય આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા તાતાલા સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યા અને મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :ઇન્ડિયન બેન્કમાંથી બે આસિસ્ટન્ટ મેનેજર રૂ.54.29 લાખનું સોનુ ઓળવી ગયા! પરપ્રાંતિય અધિકારીઓનું કારસ્તાન
સાસણ-તાલાલા રોડ પર આવેલી ‘ધ ગીર ગેટ વે હોટલ’માં જમવા અને નહાવા માટે રોકાયા હતા દરમિયાન હોટલના સ્વિમિંગપુલમાં નહાવા દરમિયાન હાર્દિક બારૈયા અકસ્માતે ડૂબી ગયો હતો. આ ઘટના બનતા જ હોટલમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાળકને તાત્કાલિક તાલાલાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબએ હાર્દિકને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાને પગલે બાળકોનો પ્રવાસ ટૂંકાવી દેવામાં આવ્યો હતો.શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે બસોમાં રાજકોટ પરત ફરવા રવાના થયા હતા.
