આ તારીખથી ઠંડીનો આકરો રાઉન્ડ થશે શરૂ : વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ધ્રુજાવશે,અંબાલાલ પટેલે કરી આગાહી
હાલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લોકો ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે પરંત હવામાન નિષ્ણાતોએ સોમવારથી ઠંડીનો નવો અને આકરો રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉભું થશે અને તેને લીધે ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધશે.
અતેમના જણાવ્યા પ્રમાણે, 22, 23, 24 ડિસેમ્બર દરમિયાન આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ તારીખમાં રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આવતા રહેવાના છે અને તેને લીધે ઠંડીનું જોર દેખાશે. ઉત્તર ભારતમાં તો ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે.
આ પણ વાંચો :ત્રીજા વિશ્વના વધુ પાંચ દેશો માટે અમેરિકામાં પ્રવેશબંધી : પેલેસ્ટાઈન ઓથોરિટી માટે પણ નો એન્ટ્રી
દરમિયાન માઉન્ટ આબુમાં પારો ગગડીને માઈન્સ બે ડિગ્રીઓ પહોંચ્યો છે. હાડ થીજવતી આ કડકડતી ઠંડીને કારણે સમગ્ર માઉન્ટ આબુ બરફની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. તો બીજી બાજુ હાડ થીજવતી કડકડતી ઠંડીમાં નખી લેક પર ગુજરાતી સહિત પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો છે.
માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં જતા સ્થાનિક લોકો અને પર્યટકો પોતાની કાર પર જામી ગયેલા બરફને હાથથી હટાવતા નજરે પડ્યા હતા.
